ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

UIDAI એ CSCs દ્વારા આધાર અપડેશન સુવિધાની મંજૂરી આપી


આ સેવા 20,000 સીએસસી નાગરિકોને પૂરી પાડશે

Posted On: 28 APR 2020 3:19PM by PIB Ahmedabad

જે લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે એમનો મોટી રાહત મળી છે. કેન્દ્રીય સંચાર, એમઆઇટીવાય તથા કાયદો અને પ્રસારણ મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે એક ટ્વીટમાં કહ્યું હતું કે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઈ) કોમન સર્વિસ સેન્ટર (સીએસસી)ને બેંકિંગ કરસ્પોન્ડન્ટ (બીસી) તરીકે કામ કરતા એના 20,000થી વધારે સીએસસીમાં આધાર અપડેશન સુવિધા તરીકે શરૂ કરવાની મંજૂરી આપી છે. સીએસસીએ આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલય હેઠળ કાર્યરત એસપીવી છે.

કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કર્યું હતું કે, આશરે 20,000 સીએસસી હવે નાગરિકોને સેવા પૂરી પાડી શકશે. તેમણે સીએસસી વીએલઇને જવાબદારી સાથે આધાર કામગીરી શરૂ કરવાની અને સંબંધમાં યુઆઇડીએઆઈએ જાહેર રેલી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુવિધાથી મોટી સંખ્યામાં ગ્રામીણ નાગરિકોને આધાર સેવાઓને તેમના ઘરની નજીક મેળવવામાં મદદ મળશે.

તમામ સીએસએસ બેકિંગ સુવિધાઓ સાથે પર્યાપ્ત માળખાગત સુવિધા સાથે અપગ્રેડે થાય અને અન્ય જરૂરી મંજૂરીઓ મળે પછી યુઆઇડીએઆઈએ કામગીરી શરૂ કરવા જૂનની સમયમર્યાદા નક્કી કરી છે. જોકે સીએસસીના સીઇઓ ડો. દિનેશ ત્યાગીએ કહ્યું હતું કે, તેમણે તમામ બીસીને ટેકનિકલ અને અન્ય અપગ્રેડેશન તાત્કાલિક કરવા જણાવ્યું છે, જેની સૂચના યુઆઇડીએઆઈ આપી છે, જેથી આધારનું અપડેશન કાર્ય ટૂંક સમયમાં શરૂ થઈ શકશે.

સીએસસી દ્વારા આધાર અપડેશનનું કાર્ય પુનઃ શરૂ કરવા માટે કેન્દ્રીય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદનો આભાર માની ડો. ત્યાગીએ કહ્યું હતું કે એનાથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ ડિજિટલ ઇન્ડિયાના લક્ષ્યાંકો હાંસલ કરવાના પ્રયાસો મજબૂત થશે.

કોવિડ19ના પ્રસારને નિયંત્રિત કરવા લાદેલા નિયંત્રણો દરમિયાન સીએસઈ દ્વારા આધાર અપડેટ સેવાઓ શરૂ કરવાથી મોટી રાહત મળી છે. આધાર અપડેટ કરવા 20,000 વધુ કેન્દ્રો ઉપલબ્ધ થવાની સાથે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં યુઝર્સને માટે બેંકની શાખાઓ કે પોસ્ટ ઓફિસોમાં આધાર સેન્ટરની મુલાકાત લેવાની જરૂર નહીં પડે.

 

GP/DS

 



(Release ID: 1618962) Visitor Counter : 230