રસાયણ અને ખાતર મંત્રાલય

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય મંત્રી શ્રી સદાનંદ ગૌડાની સલાહને અનુસરી HILએ કોવિડ-19થી ઊભા થયેલા વાતાવરણમાં વિવિધ કૃષિ-રસાયણ પ્રોજેક્ટ્સમાં સંયુક્ત સાહસમાં રોકાણને આકર્ષવા ભારતીય મિશનમાં દરખાસ્તો મોકલી


કોવિડ-19 કટોકટી વચ્ચે HIL (ઇન્ડિયા) લિમિટેડની સારી કામગીરી

Posted On: 27 APR 2020 5:52PM by PIB Ahmedabad

પોતાના સરકારી ક્ષેત્રના એકમોના સરળ સંચાલન માટે રસાયણ અને પેટ્રોરસાણ વિભાગે કોવિડ-19 રોગચાળાથી ઊભા થયેલા અવરોધોને દૂર કરવા વિવિધ પહેલો હાથ ધરી છે તથા રોકાણ માટે આતુર આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે સંયુક્ત સાહસની શક્યતા ચકાસીને તેમની કામગીરીને મજબૂત કરવાનું સૂચન કર્યું છે. વિભાગે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી વી સદાનંદ ગૌડાના સૂચનો પર પહેલ હાથ ધરી છે, જેમણે ભારતીય કોર્પોરેટને, ખાસ કરીને મંત્રાલય હેઠળ કાર્યરત સરકારી એકમોને કોવિડ-19ને કારણે ઊભા થયેલા અવરોધોને વિદેશમાંથી રોકાણને આકર્ષવાની તકને ઝડપી લેવા પ્રયાસ કરવો જોઈએ એવી સલાહ આપી છે.

સલાહ પછી વિભાગ અંતર્ગત કાર્યરત સીપીએસયુ એચઆઇએલ એના વ્યાવસાયિક ક્ષેત્રમાં વિસ્તરણ કરવા આતુર છે તથા માટે ભારતમાં રોકાણ કરવા ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં ભારતીય એમ્બેસી/મિશનને સંબંધિત દેશોમાં રસ ધરાવતા કૃષિ-રસાયણ ઉત્પાદકો માટે એચઆઇએલ સાથે વ્યાવસાયિક જોડાણ માટેની દરખાસ્ત મોકલી છે, જેમાં કોન્ટ્રાક્ટ ઉત્પાદન કે ભાડાપટ્ટાની યોજના પર વ્યવસ્થા સામેલ છે.

તાજેતરમાં કામગીરીની દ્રષ્ટિએ જોઈએ તો કોવિડની કટોકટીને કારણે ઘણા અવરોધો વચ્ચે એચઆઇએલએ દેશનાં વિવિધ ભાગોમાં હેલ્થ સેગમેન્ટમાં ડીડીટી જેવા આવશ્યક રસાયણોનો પુરવઠો તથા કૃષિ સેગમેન્ટમાં બિયારણો અને જંતુનાશકોનો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે.

કોવિડ-19ને કારણે રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન દરમિયાન એચઆઇએલના એકમોમાં ઉત્પાદનને અસર થઈ છે. જોકે 24 એપ્રિલના રોજ પૂર્ણ થયેલા ગયા અઠવાડિયા દરમિયાન સારું વેચાણ થયું છે અને 37.99 એમટી કૃષિરસાયણોનું વેચાણ થયું છે, 97 એમટી ડીડીટીનો જથ્થો મોકલવામાં આવ્યો છે, પેરુનો મેન્કોઝેબ 80 ટકા ડબલ્યુપીનો 10 એમટીનો નિકાસ ઓર્ડર પૂર્ણ કર્યો છે. એચઆઇએલએ એક સમજૂતી પણ કરી છે, જે લોકસ્ટ કન્ટ્રોલ પ્રોગ્રામ માટે મેલાથિયોન ટેકનિકલના પુરવઠા માટે કૃષિ મંત્રાલય સાથ વહેંચવામાં આવ્યો છે.

 

 

 

GP/DS



(Release ID: 1618774) Visitor Counter : 144