કૃષિ મંત્રાલય
‘સીધુ માર્કેટીંગ’ મંડીઓમાં ભીડ ઓછી કરવામાં સહાયક બને છે અને લૉકડાઉન દરમ્યાન ખેત પેદાશોનું સમયસર વેચાણ થઈ શકે છે
Posted On:
25 APR 2020 7:57PM by PIB Ahmedabad
ભારત સરકાર ખેડૂતોને સીધુ બજાર મળી રહે અને સારું વળતર મળે તે માટે પ્રયાસો કરી રહી છે. સાથે સાથે કૃષિ વિભાગે મંડીઓમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવા માટે ઍડવાઈઝરી બહાર પાડી હોવાથી કોરોના વાયરસ મહામારી વચ્ચે રોગનો પ્રસાર થતો અટકે. રાજ્યોને વિનંતી કરવામાં આવી છે કે ખેડૂતો/ખેડૂત જૂથો/ ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઈઝેશન/ સહકારી મંડળીઓ વગેરેને જથ્થા બંધ ગ્રાહકો/ મોટા રિટેઈલરો/ પ્રોસેસરો વગેરેને સીધો માલ વેચવામાં સહાય કરવા વિનંતી કરવામાં આવી છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે તા.16 એપ્રિલ, 2020ના રોજ રાજ્યોના મુખ્ય મંત્રીોને એક પત્ર લખીને સહકારી મંડળીઓ / ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેન્સ વગેરેની ડાયરેક્ટ માર્કેટીંગની જરૂરિયાત પૂર્ણ કરવા અને તમામ સહયોગીઓ તથા ખેડૂતો આ પ્રથા અપનાવે તે માટે પ્રોત્સાહન આપવા જણાવ્યું છે. કૃષિ વિભાગે રાજ્યોને એક ઍડવાઈઝરી પણ જારી કરી છે, જેમાં લાયસન્સીંગની પ્રક્રિયાનો આગ્રહ રાખ્યા વગર સીધા માર્કેટીંગને પ્રોત્સાહિત કરવા માટે જણાવવામાં આવ્યું છે, જેથી ખેડૂતો ખેત પેદાશોનું સમયસર વેચાણ કરી શકે.
જથ્થાબંધ બજારોમાં ભીડ ઓછી કરવા માટે અને સપ્લાય ચેઈનને વેગ આપવા માટે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (ઈ-નામ) દ્વારા બે મોડ્યુલ રજૂ કરવામાં આવ્યા છેઃ
- એફપીઓ મોડ્યુલઃ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન સીધુ ઈ-નામ પોર્ટલ પર વેચાણ કરી શકે છે. તે કલેક્શન સેન્ટરોમાંથી ફોટો/ ગુણવત્તાના માપદંડ વગેરેની વિગતો મોકલાવીને મંડીઓમાં જાતે પહોંચ્યા વગર બીડીંગ સુવિધા પ્રાપ્ત કરી શકે છે.
- વેરહાઉસ આધારિત ટ્રેડીંગ મોડ્યુલઃ ખેડૂતો તેમની ખેત પેદાશો વેરહાઉસીંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટીમાં રજીસ્ટર થયેલા અને ડીમ્ડ માર્કેટ તરીકે નોટિફાય થયેલા રજીસ્ટર્ડ વેરહાઉસમાંથી પોતાની ખેત પેદાશોનું સીધુ વેચાણ કરી શકે છે અને તેમણે નજીકની મંડીઓમાં જાતે ખેત પેદાશો લઈને જવાની જરૂર પડતી નથી.
વિવિધ રાજ્યોએ ડાયરેક્ટ માર્કેટીંગ અપનાવવા માટે નીચે મુજબના કેટલાક પગલાં લીધા છેઃ
- કર્ણાટકે રાજયની ખેત પેદાશોના જથ્થાબંધ વેચાણ સાથે સંકળાયેલી સહકારી સંસ્થાઓ અને ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઈઝેશન્સને માર્કેટ યાર્ડની બહાર વેચાણ કરવામાંથી મુક્તિ આપી છે.
- તામિલનાડુએ તમામ નોટિફાઈડ ખેત પેદાશોની માર્કેટ ફી નાબૂદ કરી છે.
- ઉત્તર પ્રદેશે ફાર્મ ગેટ ઉપરથી ઈ-નામ પ્લેટફોર્મના માધ્યમથી વેચાણને મંજૂરી આપી છે અને ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા પ્રોસેસરોને યુનિફાઈડ લાયસન્સ જારી કર્યા છે અને ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઈઝેશન્સને ઘઉંની ખરીદીની કામગીરી હાથ ધરવા જણાવ્યું છે.
- રાજસ્થાને વેપારીઓ, પ્રોસેસરો અને ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઈઝેશન્સને સીધા માર્કેટીંગને મંજૂરી આપી છે. આ ઉપરાંત રાજસ્થાનની પ્રાથમિક ખેત ધિરાણ સોસાયટીઓ/ લાર્જ એરિયા મલ્ટી-પર્પઝ કો-ઓપરેટીવ સોસાયટીઓને ડીમ્ડ માર્કેટ જાહેર કરવામાં આવી છે.
- મધ્યપ્રદેશમાં વ્યક્તિઓ ઉપરાંત પેઢીઓ અને પ્રોસેસીંગ એકમોને માર્કેટ યાર્ડની બહાર ખાનગી ખરીદ કેન્દ્રો શરૂ કરવાની અને ત્યાંથી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવાની માત્ર રૂ.500ની અરજી ફી લઈને મંજૂરી આપી છે.
- હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાતે પણ લાયસન્સની કોઈપણ જરૂરિયાત વગર ડાયરેક્ટ માર્કેટીંગ માટે મંજૂરી આપી છે.
- ઉત્તરાખંડે વેરહાઉસ/ કોલ્ડ સ્ટોરેજ અને પ્રોસેસીંગ પ્લાન્ટસને સબ-મંડી જાહેર કર્યા છે.
- ઉત્તરપ્રદેશ સરકારે તાજેતરમાં વેરહાઉસ/ કોલ્ડ સ્ટોરેજને માર્કેટ યાર્ડ જાહેર કર્યા છે અને તે માટેના નિયમો અને ધોરણોમાં રાહત આપી છે.
ડાયરેક્ટ માર્કેટીંગની અસરઃ
- રાજસ્થાને લૉકડાઉનના ગાળા દરમ્યાન પ્રોસેસરોને 1100 થી વધુ લાયસન્સ જારી કર્યા છે અને પ્રોસેસરોને સીધા વેચાણ માટેની શરૂઆત કરવામાં આવી છે. 550થી વધુ પ્રાયમરી એગ્રીકલ્ચર ક્રેડીટ સોસાયટીઓને ગ્રામ વિસ્તારોમાં માર્કેટ યાર્ડ જાહેર કરવામાં આવ્યા છે અને ગામડાંના વેપારીઓ સફળતાપૂર્વક વેપારના સોદા કરી રહ્યા છે.
- તામિલનાડુમાં માર્કેટ ફી નાબૂદ કરવાના કારણે એવું જોવા મળ્યું છે કે વેપારીઓ ખેડૂતો પાસેથી તેમના ફાર્મ ગેટ ઉપરથી અથવા ગામડાંમાંથી ખરીદી કરવાને અગ્રતા આપી રહ્યા છે.
- ઉત્તરપ્રદેશના ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઈઝેશન્સ અને વેપારીઓ વચ્ચે સીધી કડી પ્રસ્થાપિત કરવામાં આવી છે અને એ દ્વારા તેમની ખેત પેદાશો શહેરના ગ્રાહકોને પૂરી પાડવામાં આવે છે. આ કારણે બગાડમાં ઘટાડો થાય છે અને ખેડૂતોને સીધો લાભ થાય છે. વધુમાં, રાજ્ય સરકારે ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઈઝેશન્સ અને ઝોમેટો ફૂડ ડીલીવરી એપ્પ વચ્ચે કડી પ્રસ્થાપિત કરીને ગ્રાહકોને શાકભાજીના સરળ વિતરણની ખાત્રી પૂર્વકની વ્યવસ્થા કરી છે.
રાજ્ય તરફથી મળેલા અહેવાલો અનુસાર ડાયરેક્ટ માર્કેટીંગની પ્રથાથી ખેડૂતોના જૂથોને, ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઈઝેશનને તથા સહકારી મંડળીઓને સુગમતા થઈ છે અને તમામ સહયોગીઓ અસરકારક રીતે તથા સમયસર ખેત પેદાશોનું માર્કેટીંગ કરી રહ્યા છે.
GP/DS
(Release ID: 1618302)
Visitor Counter : 336