રસાયણ અને ખાતર મંત્રાલય

શ્રી ગૌડાએ એપ્રિલ 2019 – જાન્યુઆરી 2020 સુધીમાં 2.68 લાખ કરોડ રૂપિયાની કિંમતની નિકાસ કરવાની સાથે જ સૌપ્રથમ વખત ટોચનું નિકાસ ક્ષેત્ર બનવા બદલ કેમિકલ અને પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીને અભિનંદન પાઠવ્યા

Posted On: 25 APR 2020 4:44PM by PIB Ahmedabad

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડાએ રસાયણ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગને સૌપ્રથમ વખત દેશનું ટોચનું નિકાસ કરતું ક્ષેત્ર બનવા બદલ અભિનંદન પાઠવ્યા. તેમણે વિશ્વને ગુણવત્તા યુક્ત રસાયણ પુરા પાડવા માટે રસાયણ અને પેટ્રોકેમિકલનું ઉત્પાદન કરવા માટે ભારતને વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે સંપૂર્ણ સહયોગ આપવાની તેઓને ખાતરી આપી છે.

સિદ્ધિ પ્રાપ્ત કરવામાં તેમના વિભાગની મહત્વની ભૂમિકાનો ઉલ્લેખ કરતા શ્રી ગૌડાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “મારા રસાયણ અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા કરવામાં આવેલ સતત પ્રયાસોએ સૌપ્રથમ વખત ઉદ્યોગને દેશમાં સૌથી ટોચની નિકાસ કરતું ક્ષેત્ર બનાવ્યું છે.”

તેમણે માહિતી આપી હતી કે એપ્રિલ 2019 – જાન્યુઆરી 2020 દરમિયાન રસાયણની નિકાસ આગળના તે સમયગાળાની સરખામણીએ 7.43% જેટલી વધી હતી. સમયગાળા દરમિયાન રસાયણની કુલ નિકાસ 2.68 લાખ કરોડ રૂપિયા સુધી પહોચી ગઈ છે. તે કુલ નિકાસનો 14.35% હિસ્સો આવરી લે છે.

 

GP/DS



(Release ID: 1618225) Visitor Counter : 130