સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 પર અપડેટ્સ
Posted On:
22 APR 2020 4:33PM by PIB Ahmedabad
કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે ડૉક્ટરો અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી. કોરોના વાયરસ સામેની લડાઇમાં તબીબી સમુદાયની સલામતી સંબંધિત તમામ ચિંતાઓને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રીએ તેમને ખાતરી આપી હતી કે, સરકા તેમની સુખાકારી અને સલામતી માટે કોઇપણ પ્રકારે કસર નહીં છોડે.
તેમજ, તાજેતરમાં આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને નિર્દેશો આપ્યા છે કે, કોવિડ-19 સામેની લડાઇમાં કામ કરી રહેલા તમામ આરોગ્ય સંભાળ કર્મચારીઓની સલામતી માટે પૂરતા પગલાં લેવાનું સુનિશ્ચિત કરવામાં આવે. તેમાં ઉમેરવામાં આવ્યું હતું કે, તમામ પ્રોફેશનલ્સમાં તેમનું કૌશલ્ય અને સેવાઓ વર્તમાન સ્થિતિમાં લોકોના જીવ બચાવવામાં તેમને અનન્ય સ્થાન આપે છે. રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી હતી કે, તેઓ માનવ સંસાધન અને ક્ષમતા નિર્માણ તાલીમ, તબીબી સલામતી, સ્ટાફની માર્ગદર્શિકા અને સમયસર ચુકવણી, મનોવૈજ્ઞાનિક સહકાર, અગ્ર હરોળમાં કામ કરતા કર્મચારીઓની તાલીમ અને વીમા કવચ સહિત વિવિધ પગલાં લે.
વધુમાં, મંત્રીમંડળે મહામારી બીમારી અધિનિયમ 1897 હેઠળ ડૉક્ટરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વટહુકમ બહાર પાડવાની આજે ભલામણ કરી હતી.
તમામ રાજ્યોમાં ઝડપી એન્ટીબોડી પરીક્ષણનો ઉપયોગ કરવા માટે ICMR દ્વારા પ્રોટોકોલ મોકલી દેવામાં આવ્યા છે. તેમાં પૂનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે, એન્ટીબોડી ઝડપી પરીક્ષણોનો વ્યાપકપણે દેખરેખના સાધન તરીકે ઉપયોગ થાય છે. વૈશ્વિકસ્તરે પણ, આ પરીક્ષણની ઉપયોગીતા વધી રહી છે અને હાલમાં વ્યક્તિઓમાં એન્ટીબોડીનું બંધારણ શોધવા માટે તેનો ઉપયોગ થઇ રહ્યો છે. આ પરીક્ષણના પરિણામો પણ ફિલ્ડની સ્થિતિ પર નિર્ભર હોય છે. ICMR દ્વારા નોંધવામાં આવ્યા પ્રમાણે, આ પરીક્ષણો કોવિડ-19 કેસોનું નિદાન કરવા માટે ઉપયોગમાં લેવાતા RT-PCRનું સ્થાન ન લઇ શકે. ICMR દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે, ફિલ્ડની સ્થિતિમાં આ ઝડપી એન્ટીબોડી પરીક્ષણોની સંભાવનાનું મૂલ્યાંકન કરવા અને ઉપયોગીતા વધારવા માટે વિવિધ રાજ્યોમાંથી ડેટા એકત્રિત કરવામાં મદદ કરવામાં આવશે અને ICMR નિયમિત ધોરણે રાજ્યોને સલાહ આપશે. રાજ્યોને પણ આ પરીક્ષણો માટે સૂચવવામાં આવેલા પ્રોટોકોલનું પાલન કરવાની અને વાસ્તવમાં તે જેના માટે તે હેતુથી જ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
ભારત સરકાર NIC મારફતે 1921 નંબરથી મોબાઇલ ફોન પર સંપર્ક કરીને નાગરિકોનો ટેલિફોનિક સર્વે હાથ ધરવામાં આવશે. આ એક યથાર્થ સર્વે છે. તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે, આમાં ભાગ લઇને કોવિડ-19ના લક્ષણોની વ્યાપકતા અને વિતરણ પર યોગ્ય પ્રતિભાવ મેળવવામાં મદદરૂપ થાય. તેમજ, છેતરપિંડી કરતા અન્ય લોકો અને અન્ય કોઇ નંબર પરથી આવતા એવા તમામ કૉલથી સાવધાન રહેવું જેઓ આવા જ કોઇ સર્વેની વાત કરતા હોય. રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ આ સર્વેક્ષણ બાબતે તેમના રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં મીડિયાની મદદથી જાણ કરે. તેમને એવી પણ વિનંતી કરવામાં આવી છે કે, તેઓ આ પ્રકારની કવાયતની વાસ્તવિક પ્રકૃતિ વિશે લોકોને માહિતગાર કરે અને અન્ય છેતરામણા, ટીખળખોરી અથવા દગાખોરી કરવાના આશયથી અન્ય નંબર પરથી આવતા ભળતા કૉલથી સાવધાન રહેવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવે. તેઓ પણ રાજ્ય આરોગ્ય વિભાગના હોમ પેજ અને અન્ય વિભાગના હોમ પેજ પર આ સર્વે સંબંધિત માહિતી મૂકશે.
દેશમાં અત્યાર સુધીમાં 3870 દર્દીઓ સાજા થાય છે જે 19.36% નો રિકવરી દર દર્શાવે છે. ગઇ કાલે નવા 1383 કેસો નોંધાયા છે. દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 19,984 થઇ છે. છેલ્લા 24 કલાકમાં 50 દર્દીના આ બીમારીથી મૃત્યુ થયા છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]inપર ઇમેલ પણ કરી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
GP/DS
(Release ID: 1617163)
Visitor Counter : 328
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam