આદિવાસી બાબતોનું મંત્રાલય

આદિવાસી બાબતોના મંત્રાલયે કોરોના વાયરસ મહામારીના સંદર્ભમાં વિવિધ સક્રિય કદમ ઉઠાવ્યાં

Posted On: 21 APR 2020 12:34PM by PIB Ahmedabad

આદિવાસી વ્યક્તિઓને કોરોના વાયરસ મહામારીથી બચાવવા તથા અર્થતંત્રમાં ફરીથી વૃધ્ધિ પુનઃ સ્થાપિત કરવાના ઉદ્દેશથી કોરોના વાયરસ મહામારી અને તેને કારણે આવન -જાવનમાં મુકાયેલાં નિયંત્રણોના કારણે આદિવાસી બાબતોના મંત્રાલયે કોરોના વાયરસ મહામારી (Covid-19) થી બચાવવાના સંદર્ભમાં વિવિધ સક્રિય કદમ ઉઠાવ્યાં છે.

 

કેન્દ્રના આદિવાસી બાબતોના મંત્રી શ્રી15 રાજ્યોના મુખ્ય પ્રધાનોને પત્ર લખીને સંબંધિત સ્ટેટ નોડલ એજન્સીઓને ટેકાના લઘુત્તમ ભાવે ગૌણ પેદાશોનુ એકત્રિકરણ યોગ્ય રીતે હાથ ધરવા જણાવ્યુ છે. રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત મધ્ય પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આસામ, આંધ્ર પ્રદેશ, કેરાળ, મણીપુર, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડનો સમાવેશ થાય છે.

 

મંત્રાલયે અંગેનો રોડમેપ નક્કી કરવા તથા અમલીકરણ માટેનાં જરૂરી કદમ ઉઠાવવા તેમજ દરેક પ્રયાસ વડે કોરોના વાયરસ મહામારી પછી વૃધ્ધિની પુનઃ સ્થાપના થાય તે માટે અધિકારીઓની 3 ટીમની રચના કરી છે.

 

ગૃહ મંત્રાલયે તેના તા. 16/04/20 ના રોજ બહાર પાડેલા હુકમ નંબર 40-3/2020-DM-I(A) હેઠળની માર્ગરેખાઓમાં દેશભરમાં અનૂસૂચિત જનજાતિઓ તથા જંગલમાં વસતા અન્ય લોકોને ગૌણ વન્ય પેદાશો (MFP) તથા નોન-ટીમ્બર વન્ય પેદાશો (NTFP) ઉતારવા, એકત્રિકરણ કરવા અને તેના પ્રોસેસિંગ અંગે નિયમોમાં રાહત આપવા માટે જાણ કરી છે.

 

એકલવ્ય મોડેલ રેસિડેન્શ્યલ સ્કૂલ્સ અને એકલવ્ય મોડેલ ડે બોર્ડીંગ સ્કૂલ્સ (EMRS & EMDBS) અંગે મંત્રાલયે નિર્દેશ આપ્યો છે કે રાજ્યોએ તા. 21.03.2020 થી અમલમાં આવે તે રીતે તમામ શાળાઓ બંધ કરવી. તે પછી તા. 25.05.2020 ના રોજ જાહેર કરવામાં આવેલા પૂર્ણ લૉકડાઉનના સંદર્ભમાં રાજ્યોને શાળાઓની તમામ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે ઘટાડી દેવા માટે જણાવવામાં આવ્યુ છે. ઉપરાંત જમાવવામાં આવ્યુ છે કે બોર્ડની પરિક્ષાઓમાં હાજરી આપનારા તથા ખાસ વર્ગોમાં હાજરી આપતા વિદ્યાર્થીઓની યોગ્ય કાળજી લઈ તેમને સંકુલમાં જાળવી રાખવા. પ્રકારના વિદ્યાર્થીઓની બોર્ડની પરિક્ષાઓનાં જે તે પેપર્સ પૂરાં થાય કે તુરતજ ઘરે મોકલી દેવા.
 

ઉપરાંત શાળાના સંકુલ સહિત એકેડેમિક બ્લોક્સ, હોસ્ટેલ્સ, અને સામાન્ય વપરાશના વિસ્તારોને સેનેટાઈઝ કરવા માટે પ્રોત્સાહન પૂરૂ પાડવુ. તેમને ભારપૂર્વક જણાવવામાં આવ્યુ છે કે સ્થાનિક સત્તા તંત્રના આદેશોનુ કડક પાલન કરવુ. પરિણામ જાહેર થઈ જાય તે પછી શિક્ષકોને વેકેસન અપાશે તેવી અપેક્ષા છે. વિદ્યાર્થીઓને પરિણામ અંગે ટપાલ તથા એસએમએસથી જાણ કરવી. વેકેશન દરમ્યાન જે પ્રવૃત્તિઓ હાથ ધરવાનુ આયોજન કરાયુ હોય તે પ્રવૃત્તિઓ વેકેશનના ગાળામાં ચાલુ રાખવી કે જેથી સંકુલ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત માટે સજજ રહે. શાળાઓ ફરીથી ખુલે તે પહેલાં ધોરણ 4માં પ્રવેશ તથા ધોરણ 9 અને ધોરણ 11માં મોડા પ્રવેશની કામગીરી તમામ પ્રકારે પૂરી કરવી.

 

મંત્રાલયે રાજ્ય સરકારો તથા કેન્દ્ર સાસિત પ્રદેશોને સલાહ આપી છે કે તમામ પ્રકારનાં પગલાં લઈને આદિવાસી વિસ્તારો તથા આદિવાસી વસતીને પૂરતી રીતે આવરી લેવામાં આવે તેની ખાતરી રાખવી. ઉપરાંત રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે અનુસૂચિત જનજાતીઓની છોકરાઓની તથા છોકરીઓની હોસ્ટેલ, શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓ કોરોના વાયરસ ગે આપવામાં આવતી સૂચનાઓનુ ચોકસાઈથી પાલન કરે તેનુ ધ્યાન આપવુ. ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવેલા આદેશો મુજબ હરવા ફરવાનાં નિયંત્રણો તથા સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમોનુ તેમ વારંવાર હાથ ધોવા, હેન્ડ સેનેટાઈઝર્સ પૂરાં પાડવાં તથા તેનો ઉપયોગ થાય તે બાબતે કડક નિયમ પાલન થતુ રહે તેનુ ધ્યાન રાખવુ, તમામ સામુદાયીક સમારંભો અને પ્રવૃત્તિઓ રદ કરવી. બહારના લોકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેવો અને સંકુલનુ સેનેટાઈજેશન કરવુ.

 

મંત્રાલયે કેટલાંક વધુ પગલાં હાથ ધર્યાં છે, જે નીચે મુજબ છે :

 

  1. નેશનલ ફેલોશિપ તથા નેશનલ ટોપ- કલાસ ફેલોશિપના તમામ પડતર કેસ કે જે તા. 31મી માર્ચ, 2020 સુધી જાહેર કરાયા નથી તેની પ્રક્રિયા હાથ ધરવી.

 

  1. પ્રિ -મેટ્રીક અને પોસ્ટ -મેટ્રીક સ્કોલરશિપ બાબતે મંત્રાલયે તમામ રાજ્યોને જણાવ્યુ છે કે લાભાર્થીઓ માટે તમામ રકમ છૂટી કરી દેવી. રાજ્યોને પણ ભંડોળની જો કોઈ તંગી પડે તેમ હોય તેવા કિસ્સામાં દરખાસ્તો મોકલી આપવા માટે જણાવી દેવામાં આવ્યુ છે.

 

  1. હાઈ કમિશન્સ તરફથી મળેલી વિદેશના નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ સ્ટુડન્ટસ અંગેની અરજીઓ અગ્રતાના ધોરણે હાથ ધરવી.

 

  1. ટ્રાઈબલ કો-ઓપરેટિવ માર્કેટીંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડીયા (ટ્રાઈફેડ) યુનિસેફ સાથે મળીને એક વેબીનારનુ આયોજન કર્યું છે. જેમાં વન ધન વિકાસ કેન્દ્રોને કોરોના વાયરસ અને તે સંબંધી આરોગ્યના મુદ્દાઓ અંગે જાણકારી આપવામાં આવશે.

 

  1. આદિવાસી બાબતોના મંત્રાલય તરફથી સૂકૂ રેશન, રાંધેલો આહાર, હરતાં ફરતાં દવાખાનાં મારફતે આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવી વગેરે કામગીરી કરતી સ્વૈચ્છિક સંસ્થાઓને મોટી સંખ્યામાં નાણાંકિય સહાય આપવામાં આવે છે.આદિવાસી બાબતોનુ મંત્રાલયનુ એનજીઓ ડિવિઝન સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રયાસો અંગે ફેસબુક પેજ ઉપર માહિતી આપતુ રહે છે.

 

  1. આદિવાસી બાબતોના મંત્રાલય સાથે નોંધાયેલી હોય તેવી તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને વર્ષ 2019- 20 માટેનુ ભંડોળ ઓનલાઈન પધ્ધતીથી છૂટુ કરી દેવામાં આવ્યુ છે. જો કોઈ ફરિયાદ હોય તો તે એનજીઓ પોર્ટલ મારફતે ઓનલાઈન હલ કરવામાં આવશે.

 

 

GP/DS(Release ID: 1616705) Visitor Counter : 278