માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

માર્ગ મંત્રાલયે પોતાની વેબસાઈટ ઉપર ઢાબાઓ અને ટ્રક રીપેરીંગ દુકાનોની યાદી ધરાવતું ડેશબોર્ડ શરુ કર્યું

Posted On: 20 APR 2020 4:49PM by PIB Ahmedabad

માર્ગ વાહનવ્યવહાર અને ધોરીમાર્ગ (MoRTH) મંત્રાલય દ્વારા જુદા જુદા સંસ્થાનો જેવા કે NHAI, રાજ્યો, ઓઈલ ઉત્પાદન કરતી કંપનીઓ વગેરે દ્વારા સમગ્ર દેશમાં ઉપલબ્ધ ઢાબાઓ અને ટ્રક રિપેરિંગ દુકાનોની યાદી પૂરી પાડવા માટે પોતાની વેબસાઈટ ઉપર ડેશબોર્ડ લીંકનું નિર્માણ કરવામાં આવ્યું છે. યાદીને https://morth.nic.in/dhabas-truck-repair-shops-opened-during-covid-19 ની ઉપર જોઈ શકાય છે. તેનો ઉદ્દેશ્ય કોવિડ-19ની મહામારીને નાથવા માટે જાહેર કરવામાં આવેલ લોકડાઉનના વર્તમાન પડકારજનક સમય દરમિયાન જરૂરી માલસામાન પહોંચાડવા માટે દેશના એક સ્થળેથી બીજા સ્થળ વચ્ચે મુસાફરી કરી રહેલા ટ્રક/સામાન વાહક ડ્રાઈવર અને ક્લીનર્સને તેમના આવાગમનમાં સુવિધા પૂરી પાડવાનો છે. માહિતી પૂરી પાડવા માટે જુદા જુદા હિતધારકો ખાસ કરીને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) વગેરેની સાથે સતત સંપર્ક જાળવવામાં આવે છે જે ત્યારબાદ MoRTHની વેબસાઈટ ઉપર ડેશબોર્ડ લીંક ઉપર અપડેટ કરવામાં આવે છે.

ડ્રાઈવરો/ ક્લીનર્સને ધોરીમાર્ગો ઉપર ઢાબાઓ અને રીપેરીંગની દુકાનો વિષેની માહિતી શોધવા માટે મદદ કરવા માટે NHAIનો એક કેન્દ્રીય ફોન નંબર 10૩૩ પણ જવાબ આપવા માટે ચાલુ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માલસામાનની હેરફેરની શ્રુંખલામાં રહેલ ઢાબાઓ અને રિપેરિંગ દુકાનો, ડ્રાઈવર, ક્લીનર્સ અથવા અન્ય કોઇપણ વ્યક્તિએ તમામ જરૂરી સાવચેતીઓ અને સામાજિક અંતર, માસ્કનો ઉપયોગ, સ્વચ્છતા વગેરે જેવી તમામ જોગવાઈઓનું કડકપણે પાલન કરવાનું રહેશે.

 

GP/DS



(Release ID: 1616418) Visitor Counter : 333