સંરક્ષણ મંત્રાલય

સૈન્યએ નારેલા ક્વૉરેન્ટાઇન કેન્દ્રને મદદ કરી

Posted On: 19 APR 2020 7:37PM by PIB Ahmedabad

દિલ્હીમાં આવેલું નારેલા ક્વૉરેન્ટાઇન કેન્દ્ર દેશમાં કોવિડ શંકાસ્પદ કેસોનું વ્યવસ્થાપન કરતા સૌથી મોટા કેન્દ્રોમાંથી એક છે. કેન્દ્રની સ્થાપના દિલ્હી સરકાર દ્વારા માર્ચ 2020ના મધ્યમાં કરવામાં આવી હતી. શરૂઆતમાં મિત્ર દેશોમાંથી આવેલા 250 વિદેશી નાગરિકોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા, બાદમાં અહીં નિઝામુદ્દીન મરકઝમાંથી અંદાજે 1000થી વધુ લોકોને લાવવામાં આવ્યા હતા.

સૈન્યના ડૉક્ટરોની ટીમ અને નર્સિંગ સ્ટાફ નારેલા ક્વૉરેન્ટાઇન સેન્ટરમાં 01 એપ્રિલ 2020થી નાગરિક વહીવટીતંત્રને મદદ કરી રહ્યો છે. 16 એપ્રિલ 2020થી સૈન્યની ટીમે સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી સુવિધાનું સંચાલન કરવા માટે પગલાં લઇને દિલ્હી સરકારના ડૉક્ટરો અને મેડિટલ સ્ટાફને રાહત આપી છે જેથી તેમણે માત્ર રાત્રિના સમયે સુવિધાનું વ્યવસ્થાપન કરવું પડે. 40 વ્યક્તિનો સ્ટાફ ધરાવતી સૈન્યની ટીમ પરિસરમાં સ્વેચ્છાએ સેવા આપે છે જેમાં 6 મેડિકલ અધિકારીઓ અને 18 પેરામેડિકલ સ્ટાફ સામેલ છે.

સૈન્ય તબીબી ટીમના પ્રોફેશનલ અભિગમે તમામ સાથીઓના દિલ જીતી લીધા છે, જેઓ સૈન્યની તબીબી ટીમને ખૂબ સહકાર આપી રહ્યા છે અને તેમના પ્રત્યે સકારાત્મક અભિગમ રાખે છે. કારણે અહીં તમામ તબીબી પ્રક્રિયાઓનું ખૂબ સરળતાથી સંચાલન થઇ રહ્યું છે. હાલમાં સુવિધામાં મરકઝના 932 સભ્યોની સંભાળ લેવામાં આવે છે અને તેમાંથી 367ને કોવિડ પોઝિટીવ રીપોર્ટ આવ્યો છે.

સમગ્ર સુવિધા ચલાવવા માટે નાગરિક વહીવટીતંત્ર સાથે તેમનો ખૂબ અદભૂત તાલમેલ જોવા મળી રહ્યો છે. સૈન્ય લડાઇમાં ખૂબ દૃઢ સંકલ્પ અને નિર્ધાર સાથે લડત આપવાનું ચાલુ રાખશે જેથી કોરોના મહામારીથી તમામ નાગરિકોને સલામત રાખવાના દેશના પ્રયાસોમાં દિલથી યોગદાન આપી શકાય.

 

 

GP/DS


(Release ID: 1616371) Visitor Counter : 284