માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કેન્દ્રીય વિદ્યાલય સંગઠને કોવિડ-19 સામેના સંઘર્ષમાં પોતાનું યોગદાન આપવા વિવિધ પગલાં લીધા

અત્યાર સુધી 80 કેન્દ્રીય વિદ્યાલયોને ક્વારેન્ટાઇન સેન્ટર તરીકે ઉપયોગ કરવા માટે વિવિધ સક્ષમ સત્તામંડળોને ફાળવાયા

વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને 32,247 શિક્ષકોએ 7,07,312 વિદ્યાર્થીઓનાં ઓનલાઇન વર્ગો લીધા

Posted On: 20 APR 2020 1:18PM by PIB Ahmedabad

કોવિડ-19 જોખમને પગલે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પડકારજનક સમયમાં ત્વરિત કામગીરી કરી છે તથા દેશભરમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં નિવારણ અને સાવધાનીનાનાં વિવિધ પગલાં દ્વારા કોવિડ-19નો સામનો સંયુક્તપણે કરવા કેટલાંક પગલાં લીધા છે. સંબંધમાં કેવીએસએ કોવિડ-19 સામે ચાલુ સંઘર્ષમાં પ્રદાન કરવા વિવિધ પગલાં લીધા છે.

KVs માં ક્વારેન્ટાઇન કેન્દ્રો

દેશમાં કોવિડ-19ને કારણે ઊભી થયેલી જોખમકારક સ્થિતિને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોઈ પણ સંરક્ષણ સત્તામંડળ કે જિલ્લા વહીવટીતંત્ર પાસેથી ઔપચારિક વિનંતી મળતા સ્કૂલો કેવી સ્કૂલની બિલ્ડિંગોનો ઉપયોગ કામચલાઉ ધોરણે શંકાસ્પદ કોવિડ-19 કેસોની સારવાર કરવાની મંજૂરી આપશે. દેશમાં અત્યાર સુધી 80 KVs ને ક્વારેન્ટાઇન કેન્દ્રો તરીકે ઉપયોગ કરવા વિવિધ સક્ષમ વહીવટીતંત્રે કબજામાં લીધી છે.

પીએમ-કેર્સ ફંડમાં પ્રદાન

કેવીએસ સ્ટાફ-ટીચર્સ અને નોન-ટીચિંગ સ્ટાફે #PMCARES ફંડમાં રૂ. 10,40,60,536/-ની રકમનું પ્રદાન કર્યું છે, જે #COVID19ના રોગચાળાને કારણે ઊભી થયેલી કટોકટીની ક્ષણો દરમિયાન દેશને સાથસહકાર આપવા કર્મચારીઓના પ્રદાન સ્વરૂપે કરવામાં આવ્યું છે. વ્યક્તિગત પ્રદાનમાં એક દિવસના પગારથી લઈને રૂ. 1 લાખ સુધીનું પ્રદાન સામેલ છે.

KVS શિક્ષકોની પહેલ

જવાબદાર શિક્ષકો અને માર્ગદર્શકો તરીકે કેવીએસ શિક્ષકોએ કોવિડ-19ના વૈશ્વિક રોગચાળાનો સામનો કરવા ઉદાહરણરૂપ કામગીરી કરી છે તથા ગુણવત્તાયુક્ત ઇન્સ્ટ્રક્શન સમયની ભરપાઈ કરવા માટે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને તેમના વિદ્યાર્થીઓ સાથે જોડાણ સ્થાપિત કર્યું છે.

KVS ડિજિટલ માધ્યમો દ્વારા શિક્ષણમાં વિદ્યાર્થીઓને જોડાવા સિસ્ટમમાં તમામ શિક્ષકોને પ્રોત્સાહન આપવા શક્ય એટલી હદે અમલીકરણ માટે તમામ આચાર્યો સાથે કેટલાંક કાર્યમુદ્દા વહેંચ્યા છે. અમારા શિક્ષકોએ ઓનલાઇન વર્ગો માટે આવશ્યક આચારસંહિતા બનાવી છે, જેને હાથ ધરવામાં આવશે.

NIOS પ્લેટફોર્મનો ઉપયોગ કરવો

KVS 7 એપ્રિલ, 2020થી તેની સ્વયંમ પ્રભા પોર્ટલ પરથી સેકન્ડરી અને સીનિયર સેકન્ડરી વર્ગો માટે NIOSના રેકોર્ડેડ અને લાઇવ પ્રોગ્રામોના લેશનનું શીડ્યુલ આપ્યું  છે.

તમામ વિદ્યાલયોને માહિતી આપવામાં આવી છે, જેથી વધુને વધુ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાઓને વિશે જાણકારી પ્રાપ્ત થાય. શિક્ષકોને -મેલ, વ્હોટ્સએપ, એસએમએસ વગેરે જેવા વિવિધ માધ્યમો દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે, જેથી પ્રોગ્રામનો મહત્તમ લાભ વિદ્યાર્થીઓને મળે એવું સુનિશ્ચિત થાય.

લાઇવ ઇન્ટરેક્શન માટે શિક્ષકોની નિમણૂક

KVS સ્વયંમ પ્રભા પોર્ટલ પર NIOS દ્વારા હાથ ધરવામાં આવતા લાઇવ સેશન માટે કેટલાંક પસંદગીનાં શિક્ષકોની નિમણૂક કરી છે, જેથી સ્કાયપે અને લાઇવ વેબ ચેટ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્રોના જવાબ આપી શકાય અને તેમની શંકાઓનું સમાધાન કરી શકાય. નિમણૂક થયેલા શિક્ષકોની વિગતોને તમામ આરઓ સાથે વહેંચવામાં આવી છે.

નિમણૂક થયેલા શિક્ષકો દિવસે સવારના સત્રમાં પ્રસારિત સામગ્રી પર વધારાની સામગ્રી/નોટ્સ તૈયાર કરશે, જેથી જીવંત સત્રો દરમિયાન વિદ્યાર્થીની શંકાનું સમાધાન થઈ શકશે અને જીવંત સત્ર દરમિયાન કોઈ શંકા નહીં થાય, તો ફેકલ્ટી સામગ્રીનું ટૂંકમાં પુનરાવર્તન કરશે અથવા પીપીટી/અનુકૂળ શિક્ષણ સહાયક માધ્યમ દ્વારા ટ્રાન્ઝેક્ટ કરશે.

 

લોકડાઉન દરમિયાન KVS માં ઓનલાઇન શિક્ષણનો ડેટા

લોકડાઉન દરમિયાન કેવીએસમાં શિક્ષણ માટે ઓપન/ઓનલાઇન રિસોર્સીસના વપરાશ સાથે સંબંધિત ડેટા

રિજનનું નામ

ઓનલાઇન સંસાધનોનો ઉપયોગ કરીને વર્ગો લેવાની શરૂઆત કરનાર શિક્ષકોની સંખ્યા

કયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે

વર્ગો અને વિષયો, જે માટે ઓએનલાઇન ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે

સહભાગી વિદ્યાર્થીઓની સંખ્યા (અંદાજે)

તમામ રિજન

 

 32247

વ્હોટ્સએપ, ગૂગલ ક્લાસરૂમ, ખાન એકેડેમી, રિઝન અને અન્યના -બ્લોગ, સ્કાયપે, ઇપાઠશાલા, ઝૂમ, દિક્ષા, વર્કશીટ, સેલ્ફ મેડ વીડિયો, બ્લોગ્સ (RO/KV) ટ્યુટોરિયલ લિન્ક, સ્વયંમ પ્રભા વ્હેનલ, માઇક્રોસોફ્ટ ટીમ, યુટ્યુબ, NIOS ઓનલાઇન ક્લાસીસ, એનસીઇઆરટી એપ, એનસીઇઆરટી ઇલર્નિંગ

 ધોરણ IIથી XII (તમામ વિષય)

 

707312

 

વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય

કોવિડ-19ના વૈશ્વિક રોગચાળાને કારણે વિદ્યાલયો એકાએક બંધ થવાને કારણે આચાર્યો અને શિક્ષકોએ ઓનલાઇન સંસાધનો અને કન્ટેન્ટનાં આદાનપ્રદાન માટે સહયોગ આપતી પોર્ટલ્સ જેવા અનુકૂળ માધ્યમો દ્વારા શિક્ષણને જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને જાળવવાનું પણ નિશ્ચિત કર્યું છે. એટલે કેન્દ્રીય વિદ્યાલય સંગઠને દેશભરમાં તમામ વિદ્યાલયોને સંબંધમાં ઉચિત પગલાં લેવા સૂચનાઓ આપી છે.

તમામ કેન્દ્રીય વિદ્યાલયોમાંથી દર અઠવાડિયે ઉપરોક્ત સૂચનાઓના અમલીકરણના સંબંધમાં માહિતી આપવામાં આવે છે, જેથી વિવિધ એક્ટિવિટી પર ઉચિત નજર રાખી શકાય. પ્રાપ્ત થયેલા લેટેસ્ટ રિપોર્ટ મુજબઃ

1. દેશભરમાં તમામ વિદ્યાલયોમાં માર્ગદર્શન અને સલાહ આપવા માટે પ્રતિબદ્ધ ઇમેલ સ્થાપિત કરવામાં આવ્યું છે.

2. શિક્ષકોને વિદ્યાર્થીઓની સમસ્યાઓનું સમાધાન કરવા અને એમના પર ધ્યાન આપવા માટે ઓળખવામાં આવ્યાં છે.

3. પાર્ટ ટાઇમ કોન્ટ્રાક્ટને આધારે 331 તાલીમબદ્ધ કાઉન્સેલર્સને રોકવામાં આવ્યાં છે. જે વિદ્યાલયોમાં તાલીમબદ્ધ કાઉન્સેલર્સની સેવા ઉપલબ્ધ નથી, વિદ્યાલયોમાં નજીકની વિદ્યાલયના કાઉન્સેલર પાસેથી સેવા મેળવવામાં આવે છે.

4. એનસીઇઆરટીમાંથી માર્ગદર્શન અને કાઉન્સેલિંગમાં કેન્દ્રિય વિદ્યાલયનાં  268 શિક્ષકોને પણ સામેલ કરવામાં આવ્યાં છે.

5. છેલ્લાં શુક્રવાર સુધી 2393 વિદ્યાર્થીઓ અને 1648 માતાપિતાઓના પ્રશ્રો મળ્યાં છે, જેમનું ત્વરિત સમાધાન કરવામાં આવ્યું છે.

 

 

GP/DS(Release ID: 1616368) Visitor Counter : 80