પંચાયતી રાજ મંત્રાલય

દેશમાં કોવિડ-19 મહામારીનો ફેલાવો રોકવા માટે સમગ્ર દેશના જિલ્લા વહીવટીતંત્રો અને ગ્રામ પંચાયતો વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રતિક્રિયા આપી રહ્યા છે


સલાહકાર સમિતિની રચના; બીમારી અંગે લોકોમાં જાગૃતિ માટે દિવાલો પર ચિત્રકામ અને લખાણ; માસ્કનું સ્થાનિક સ્તરે ઉત્પાદન અને વિતરણ; જરૂરિયાતમંદ લોકોને રાંધેલા ભોજન/રેશનનું વિનામૂલ્યે વિતરણ; અને સાર્વજિનક સ્થળોના સેનિટાઇઝેશન સહિત વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે

Posted On: 20 APR 2020 12:57PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19 મહામારીના ફેલાવાને નિયંત્રણમાં રાખવા માટે દેશભરના જિલ્લા વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયતો વિવિધ પ્રવૃત્તિઓ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. અહીં એવી કેટલીક પહેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને અન્ય લોકો પણ શ્રેષ્ઠ આચરણ તરીકે અનુસરી રહ્યા છે -

  • મધ્યપ્રદેશ: આજીવિકા મિશન દ્વારા રાજગઢ જિલ્લામાં સ્થાનિક સ્તરે માસ્ક તૈયાર કરીને ગ્રામ પંચાયતોમાં તેનું વિતરણ કરવામાં આવે છે. ભોપાલ જિલ્લાના હુઝુર તાલુકામાં આવેલા આચરપુરા ગામના સરપંચે ગામવાસીઓમાં વિનામૂલ્યે માસ્કનું વિતરણ કર્યું હતું. નરસિંહપુર જિલ્લામાં આવેલા ચીચોલી બ્લોકની ખામરિયા પંચાયતમાં દિવાલ પર ચિત્રો દોરીને અને લખાણ લખીને લોકોમાં બીમારી અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે.
  • તામિલનાડુ: ત્રિપ્પુર જિલ્લામાં આવેલા ત્રિપ્પુર બ્લોકની મંગલમ પંચાયતમાં પંચાયતના અધિકારીઓની દેખરેખ હેઠળ, સેનિટાઇઝેશનનું કામ કરવામાં આવે છે.
  • નાગાલેન્ડ: મુખ્ચ સચિવ શ્રી તેમજેન ટોય (IAS)ની પહેલ હેઠળ રાજ્ય સરકારે 17 માર્ચ 2020ના રોજ કોવિડ-19 પર વિશેષ સલાહકાર સમૂહ (SAG)ની રચના કરી છે જે નાગાલેન્ડ રાજ્યમાં કોવિડ-19 મહામારીનો ફેલાવો રોકવા માટે તૈયારીઓ અને પ્રતિક્રિયા અંગે સરકારને સલાહસૂચન આપે છે.

ગ્રામ્ય સ્તરે, દીમાપૂરમાં કુહુબોટો બ્લોકમાં શોઝુખુ ગામ હેઠળ ઝાક્હે SHG દ્વારા નિરાધાર લોકોને રાંધેલુ ભોજન આપવામાં આવે છે અને દીમાપૂરમાં ચુમુકેડિમા બ્લોકમાં આવેલા સિગ્નલ અંગામી ગામના ગ્રામ્ય સ્તરીય સંગઠન દ્વારા દૈનિક રોજગારી કમાતા દરેક શ્રમિક પરિવારોને 10 કિલો ચોખા આપવામાં આવે છે.

 

 

 

GP/DS


(Release ID: 1616367)