રેલવે મંત્રાલય
દેશભરમાં લોકડાઉન દરમિયાન કોવિડ 19 સામે સતત લડાઈમાં રેલવેએ 1150 ટન તબીબી ચીજવસ્તુઓનું પરિવહન કર્યું
રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન દરમિયાન ભારતીય રેલવેએ પ્રાથમિકતાના ધોરણે તબીબી ચીજવસ્તુઓનો સાતત્યપૂર્ણ પરિવહન સુનિશ્ચિત કર્યું
લોકડાઉન દરમિયાન ઝોનલ રેલવે દ્વારા સમયસર દોડતી પાર્સનલ ટ્રેનોએ આવશ્યક દવાઓ અને અન્ય તબીબી ઉપકરણોનાં પરિવહનને પ્રોત્સાહન આપ્યું
Posted On:
19 APR 2020 3:27PM by PIB Ahmedabad
કોવિડ-19ને કારણે રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન દરમિયાન ભારતીય રેલવેએ પ્રાથમિકતાના ધોરણે તબીબી ચીજવસ્તુઓનું સાતત્યપૂર્ણ પરિવહન સુનિશ્ચિત કર્યું છે. ભારતીય રેલવેએ એની સમયસર પાર્સલ સેવાઓ દ્વારા દવાઓ, માસ્ક, હોસ્પિટલની ચીજવસ્તુઓ અને અન્ય તબીબી ચીજવસ્તુઓ પૂરો પાડવાની કામગીરી જાળવી રાખી છે, જેથી દેશમાં કોરોના વાયરસના પડકારો ઝીલવાના અને માઠી અસરને ઓછી કરવાના સરકારનાં પ્રયાસોને બળ મળ્યું છે.
18.04.2020 સુધી ભારતીય રેલવેએ દેશનાં વિવિધ વિસ્તારોમાં 1150 ટન મેડિકલ ચીજવસ્તુઓનું પરિવહન કર્યું છે. તબીબી ચીજવસ્તુઓનાં પરિવહનની ઝોન મુજબ વિગતો નીચે મુજબ છેઃ
ક્રમ
|
ઝોન
|
વજન (ટન)
|
1
|
સધર્ન રેલવે
|
83.13
|
2
|
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે
|
15.10
|
3
|
પૂર્વ મધ્ય રેલવે
|
1.28
|
4
|
ઉત્તર પૂર્વ રેલવે
|
2.88
|
5
|
પૂર્વ કિનારાની રેલવે
|
1.06
|
6
|
દક્ષિણ મધ્ય રેલવે
|
47.22
|
7
|
મધ્ય રેલવે
|
135.64
|
8
|
ઉત્તર મધ્ય રેલવે
|
74.32
|
9
|
પશ્ચિમ મધ્ય રેલવે
|
27.17
|
10
|
દક્ષિણ પૂર્વ રેલવે
|
2.82
|
11
|
દક્ષિણ પશ્ચિમ રેલવે
|
12.10
|
12
|
પૂર્વ રેલવે
|
8.52
|
13
|
ઉત્તર પૂર્વ સરહદી રેલવે
|
2.16
|
14
|
ઉત્તર પશ્ચિમ રેલવે
|
8.22
|
15
|
પશ્ચિમ રેલવે
|
328.84
|
16
|
ઉત્તર રેલવે
|
399.71
|
કુલ
|
1150.17 ટન
|
ભારતીય રેલવે કટોકટીના સમય દરમિયાન માનવીય જીવનને સ્પર્શી રહી છે. તાજેતરમાં ઓટિસ્ટિક બાળક માટે ઊંટનું સ્કિમ્ડ દૂધનું પરિવહન અજમેરથી મુંબઈ મોકલવામાં આવ્યું હતું. જ્યારે બાળકના માતાપિતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મદદ માટે અપીલ કરી હતી, ત્યારે રેલવેએ પગલું ભર્યું હતું. એ જ રીતે અજમેરમાં અન્ય એક ગંભીર ઓટિસ્ટિક બાળક માટે દવાઓ ખૂટી જવાથી એના સંબંધીઓએ રેલવેના અધિકારીઓ અને દવાઓને અમદાવાદથી અજમેર પાર્સલ ટ્રેનમાં મોકલી હતી.
GP/DS
(Release ID: 1616081)
Visitor Counter : 285
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada