કૃષિ મંત્રાલય

કોરોના વાયરસનાં ખરાં યોદ્ધાઓ ખેતરોમાં કામ કરી રહ્યાં છે



લોકડાઉન દરમિયાન રવિ પાકની લણણી અને ઉનાળુ પાકોના વાવેતરમાં ઓછામાં ઓછો વિક્ષેપ કે કોઈ વિક્ષેપ પડ્યો નહીં

દેશમાં રવિ સિઝનમાં 67 ટકા એટલે કે 310 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું

ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ચાલુ વર્ષે 17 એપ્રિલ સુધી ઉનાળુ પાકોનું વાવેતર 14 ટકા વધારે થયું

તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીને ખેતરોમાં કામ કરતાં ખેડૂતો અને કૃષિમજૂરોનાં પ્રયાસોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોનાં સમયસર હસ્તક્ષેપથી પ્રોત્સાહન મળ્યું

Posted On: 19 APR 2020 3:28PM by PIB Ahmedabad

હાલ પ્રવર્તમાન અનિશ્ચિતતા વચ્ચે એકમાત્ર કામગીરી આશાના કિરણ સમાન છે અને છેકૃષિલક્ષી કામગીરી, જે ખાદ્ય સુરક્ષાની ખાતરી પણ આપે છે. આખા ભારતમાં અનેક ખેડૂતો અને ખેતમજૂરો તમામ મુશ્કેલીઓનો સામનો કરીને મહેનત કરી રહ્યાં છે અને લણણી તેમજ વાવેતર કરી રહ્યાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં સમયસર હસ્તક્ષેપ સાથે તેમના સતત પ્રયાસોથી સુનિશ્ચિત થયું છે કે, લણણીની કામગીરીને ઓછામાં ઓછી અસર થઈ છે અથવા કોઈ અસર થઈ નથી અને ઉનાળુ પાકોનું વાવેતર ચાલુ રહ્યું છે.

જ્યારે ગૃહ મંત્રાલયે કોવિડ-19ના નિયંત્રણ માટે વિવિધ પગલાઓ લેવા માટે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરી છે, ત્યારે એમાં કૃષિલક્ષી સરળ કામગીરી પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. સમયસર હસ્તક્ષેપો અને છૂટછાટોથી આશાસ્પદ પરિણામો મળ્યાં છે. ખેડૂતોને કૃષિલક્ષી કામગીરીઓ હાથ ધરવા તેમની સલામતી જાળવવા માટે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા સ્ટાન્ડર્ડ ઓપરેશન્સ પ્રોસીજર્સ (એસઓપી) જણાવવામાં આવી છે. સક્રિય પગલાંને પરિણામે રવિ પાકની લણણી અને ઉનાળુ પાકોનું વાવેતર એમ બંને પ્રકારની કામગીરી વ્યવસ્થિત રીતે હાથ ધરવામાં આવી છે.

રવિ પાકની લણણીમાંથી કુલ 310 લાખ હેક્ટરમાં ઘઉંની લણણીમાંથી દેશમાં 63થી 67 ટકા લણણી કામગીરી થઈ ગઈ છે. રાજ્ય મુજબ લણણીની કામગીરીમાં પણ વધારો થયો છે અને મધ્યપ્રદેશમાં 90થી 95 ટકા, રાજસ્થાનમાં 80થી 85 ટકા, ઉત્તરપ્રદેશમાં 60થી 65 ટકા, હરિયાણામાં 30થી 35 ટકા અને પંજાબમાં 10થી 15 ટકા લણણી થઈ ગઈ છે. હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશમાં લણણીની કામગીરીમાં વધારો થયો છે અને એપ્રિલ, 2020ના અંત સુધીમાં પૂર્ણ થઈ જાય એવી શક્યતા છે. પંજાબ અને હરિયાણાએ લણણી અને થ્રેસિંગ માટે અનુક્રમે 1800 અને 5000 કમ્બાઇન્સ તૈનાત કર્યા છે.

જ્યારે 161 લાખ હેક્ટરમાં કઠોળ/દાળનું વાવેતર થયું હતું, ત્યારે ચણા, મસૂર, અડદ, મગ અને વટાણા માટે લગણીની કામગીરી પૂરી થઈ ગઈ છે. શેરડી માટે કુલ 54.29 લાખ હેક્ટર વાવેતર વિસ્તારમાંથી મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પંજાબમાં લણણીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તમિલનાડુ, બિહાર, હરિયાણા અને ઉત્તરાખંડ રાજ્યો માટે 92થી 98 ટકા લણણી પૂર્ણ થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશમાં 75થી 80 ટકા લણણી પૂર્ણ થઈ ગઈ છે અને કામગીરી મે, 2020ના મધ્ય સુધી ચાલુ રહેશે.

રવિ ચોખાનું વાવેતર 28 લાખ હેક્ટર વિસ્તારમાં આંધ્રપ્રદેશ, અસમ, છત્તિસગઢ, ગુજરાત, કર્ણાટક, કેરળ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં થયું હતું, જ્યાં લણણી પ્રાથમિક તબક્કામાં છે, કારણ કે અનાજ ભરવાના તબક્કામાં છે અને લણણીનો સમય અલગ હશે.

તેલીબિયાના પાકોમાં સફેદ સરસવનું વાવેતર રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ગુજરાત, છત્તિસગઢ, બિહાર, પંજાબ, અસમ, અરુણાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં 69 લાખ હેક્ટરમાં થયું હતું. સિંગદાણાનું વાવેતર 4.7 લાખ હેક્ટરમાં થયું હતું, જેની 85થી 90 ટકા લણણી પૂર્ણ થઈ ગઈ છે.

ભારતમાં ઉનાળુ પાક લેવાની પરંપરા જૂની છે, ખાસ કરીને ખાદ્યાન્ન અને પશુધનની વધારાની સ્થાનિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે કઠોળ/દાળ, બરછટ અનાજ, પોષક-બરછટ અનાજ અને તેલીબિયા જેવા ઉનાળુ પાકોનું વૈજ્ઞાનિક ઢબે વાવેતર કરવા માટે નવી પહેલો હાથ ધરી છે. ઉપરાંત ખેડૂતો પૂર્વ ભારત અને મધ્ય ભારતનાં કેટલાંક રાજ્યોમાં પાણીની ઉપલબ્ધતાને આધારે ઉનાળામાં ડાંગરનો પાક પણ લે છે.

17 એપ્રિલ, 2020 સુધી દેશમાં ઉનાળુ વાવેતર ગયા વર્ષનાં સમાન ગાળાની સરખાણમીમાં ચાલુ વર્ષે 14 ટકા વધારે થયું હતું. ગયા વર્ષનાં સમાન ગાળાની સરખામણીમાં ચાલ વર્ષે સિઝનમાં વરસાદ 14 ટકા વધારે થયો છે, જેનાથી ઉનાળુ પાકોના વાવેતર માટે સાનુકૂળતા ઊભી થઈ છે. અત્યાર સુધી ઉનાળાનો કુલ પાક વિસ્તાર વધીને 52.78 લાખ હેક્ટર થયો છે, જે ગયા વર્ષનાં સમાન ગાળામાં 38.64 લાખ હેક્ટર હતો. કઠોળ/દાળ, બરછટ અનાજ, પોષક-બરછટ અનાજ અને તેલીબિયાનો વાવેતર વિસ્તાર વધીને 20.05 લાખ હેક્ટર થયો છે, જે ગયા વર્ષનાં ગાળામાં 14.79 લાખ હેક્ટર હતો.

 

બિયારણની ડ્રિલ સાથે વાવેતર માટે ઉનાળુ મગના બીજ પર પ્રક્રિયા કરવી

ઉનાળુ ચોખાનું વાવેતર પશ્ચિમ બંગાળ, તેલંગાણા, ઓડિશા, અસમ, ગુજરાત, કર્ણાટક, છત્તિસગઢ, તમિલનાડુ, બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કેરળરાજ્યોમાં આશરે 33 લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે.

તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, છત્તિસગઢ, બિહાર, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને તેલંગાણારાજ્યોમાં આશરે 5 લાખ હેક્ટરમાં વિવિધ કઠોળ/દાળનું વાવેતર થયું છે.

પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા, છત્તિસગઢ, મધ્યપ્રદેશ, પંજાબ અને બિહારરાજ્યોમાં આશરે 7.4 લાખ હેક્ટરમાં તેલીબિયાનું વાવેતર થયું છે. શણનું વાવેતર પણ પશ્ચિમ બંગાળમાં શરૂ થયું છે અને વરસાદથી લાભ થયો છે.

ઉનાળુ પાક વધારાની આવક પૂરી પાડવાની સાથે રવિ અને ખરીફ સિઝન વચ્ચે ખેડૂતો માટે રોજગારીની ઘણી તકોનું સર્જન પણ કરે છે. ઉનાળુ પાકનું વાવેતર કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે, ખાસ કરીને દાળ/કઠોળના પાકોના વાવેતરણથી. યાંત્રિક વાવેતરથી ઉનાળુ પાકોનું જંગી ઉત્પાદન કરવામાં પણ મદદ મળે છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારોની માર્ગદર્શિકાએ સુનિશ્ચિત કર્યું છે કે, પાકની લણણીની સિઝન સમયસર પૂર્ણ થવાની સાથે ખેડૂતોની મહેનતથી ઉનાળુ પાકોનું વધારેમાં વધારે વિસ્તારોમાં વાવેતર થાય

 

 

GP/DS



(Release ID: 1616080) Visitor Counter : 260