કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

પેન્શનમાં ઘટાડો કરવાનો હાલમાં કોઇ પ્રસ્તાવ નથી- સરકારે કહ્યું

Posted On: 19 APR 2020 12:38PM by PIB Ahmedabad

કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગના ધ્યાનમાં આવ્યું છે કે, કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિ અને આર્થિક પરિદૃશ્યને ધ્યાનમાં રાખીને એવી કેટલીક અફવાઓ ફરતી થઇ છે કે, સરકાર હાલમાં પેન્શનમાં ઘટાડો કરવા/ રોકવા અંગે ચિંતન કરી રહી છે. આવકનો એકમાત્ર સ્રોત ધરાવતા પેન્શનરો માટે આવી અફવાઓ ચિંતાનું કારણ બની છે.

સરકાર દ્વારા અગાઉ સ્પષ્ટતા કરવામાં આવી હતી, તેનો ફરી પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે, હાલમાં પેન્શનમાં કપાત મૂકવાનો આવો કોઇ પ્રસ્તાવ નથી અને સરકાર સંબંધે વિચાર કરી રહી નથી. તેના બદલે, સરકાર પેન્શનરોની સુખાકારી અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.

 

GP/DS

 (Release ID: 1616045) Visitor Counter : 170