ગૃહ મંત્રાલય

શ્રી અમીત શાહે કોવિડ-19 મહામારી સામે લડવા માટે ઉભા કરાયેલા ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમની કામગીરીની સમીક્ષા કરી

प्रविष्टि तिथि: 18 APR 2020 8:21PM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારી સામે લડવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગૃહ મંત્રાલય દ્વારા ઉભા કરવામાં આવેલા કંટ્રોલ રૂમની કામગીરીની આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહની અધ્યક્ષતામાં સમીક્ષા કરવામાં આવી હતી.

ગૃહ મંત્રીએ વિવિધ રાજ્યોમાં કંટ્રોલ રૂમના અધિકારીઓ સાથે ચર્ચા કરીને કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરી હતી, તેમના મંતવ્યો જાણ્યા હતા અને તેમણે અત્યાર સુધી કરેલા દ્રષ્ટાંતરૂપ કાર્યોની પ્રશંસા કરી હતી. ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમ 24X7 ધોરણે કામ કરી રહ્યા છે અને મહામારી સામે લડવા માટે રાજ્યો સાથે સંકલન કરવા ઉપરાંત કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સાથે પણ સંકલનનું કામ કરે છે.

બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાય અને શ્રી જી. કિશન રેડ્ડી તેમજ મંત્રાલયના કંટ્રોલરૂમના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સામાજિક અંતરના માપદંડોનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.

 

 

GP/DS

 


(रिलीज़ आईडी: 1615880) आगंतुक पटल : 269
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , Punjabi , English , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Odia , Tamil , Telugu , Kannada , Malayalam