ગ્રામીણ વિકાસ મંત્રાલય

ગ્રામ વિકાસ, પંચાયતી રાજ અને ખેતી તથા ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે રાજયોના ગ્રામ વિકાસ પ્રધાનો સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), એનઆરએલએમ અને મનરેગાનાં કામોને જ્યાં નિયંત્રણ વિસ્તારો નથી ત્યાં 20 એપ્રિલ, 2020થી કામોમાં રાહત આપવા વિડીયો કોન્ફરન્સ યોજી


શ્રી નરેન્દ્રસિંહ તોમરે પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રામીણ), નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન અને મનરેગા હેઠળનાં કામોમાં કામગીરી કરતી વખતે તમામ સાવચેતીઓ જાળવવા ભાર મૂક્યો

મંત્રીશ્રીએ નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન હેઠળનાં મહિલા સ્વ સહાય જૂથો ફેસ કવર્સ, સેનેટાઈઝર્સ, સાબુ વગેરે બનાવે છે તથા મોટી સંખ્યામાં સામુદાયિક રસોડાં ચલાવે છે તેની પ્રશંસા કરી

Posted On: 18 APR 2020 7:45PM by PIB Ahmedabad

ગ્રામ વિકાસ, પંચાયતી રાજ અને ખેતી તથા ખેડૂતોના કલ્યાણ વિભાગના મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે આજે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના ગ્રામ વિકાસ મંત્રીઓ તથા સંબંધિત અધિકારીઓ સાથે મહાત્મા ગાંધી રૂરલ એમ્પલોયમેન્ટ ગેરંટી સ્કીમ (મનરેગા), પ્રધાન મંત્રી આવાસ યોજના- ગ્રામીણ (પીએમએવાય-જી), પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના (પીએમજીએસવાય) અને નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (એનઆરએલએમ) જે વિસ્તારોમાં નિયંત્રણો ના હોય ત્યાં યોજનાઓના કામમાં તા.20 એપ્રિલ, 2020થી રાહત આપવા માટે અઢી કલાક લાંબી વિડીયો કોન્ફરન્સ યોજી હતી.

શ્રી નરેન્દ્રસિંહ તોમરે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોરોના વાયરસ મહામારી ફેલાવાના કારણે જે પડકારો ઉભા થયા છે તે ગંભીર હોવા છતાં પડકારોને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ તક ગણીને ગ્રામ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ વિસ્તારવા અને મજબૂત બનાવવા તથા રોજગારીની તકો ઉભી કરવા માટેની તક સમજીને વિસ્તારમાં ગ્રામીણ રોજગારીનું વિવિધિકરણ કરવા સુવિધા કરવી જોઈએ.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મનરેગા હેઠળ જે કામો હાથ ધરવામાં આવે તેમાં જળ સંરક્ષણ, વોટર રિચાર્જ અને સિંચાઈના કામોને જળ શક્તિ અને જમીન સ્રોત વિભાગ હેઠળના કામ તરીકે હાથ ધરી શકાશે.

મંત્રીશ્રીએ નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન હેઠળ સુરક્ષાત્મક ફેસ કવર્સ, સેનીટાઈઝર્સ, સાબુ વગેરેનું ઉત્પાદન કરવું તથા મોટી સંખ્યામાં સામુદાયિક રસોડા ચલાવવાની પ્રશંસા કરી હતી. તેમણે એવું સૂચન કર્યું હતું કે સ્વ-સહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉત્પાદન મહત્તમ સંખ્યામાં ગવર્નમેન્ટ -માર્કેટ પોર્ટલ (જીઈએમ) ઉપર મૂકવા જોઈએ તથા સ્વ-સહાય એકમોનું વિસ્તરણ કરીને તેમને મજબૂત બનાવવા જોઈએ.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માં જે 48 લાખ આવાસ એકમો માટે ત્રીજો અને ચોથો હપ્તો આપી દેવામાં આવ્યો છે તેના કામો અગ્રતાના ધોરણે પૂરાં કરવાની બાબતને અગ્રતા આપવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઝડપથી ટેન્ડરો બહાર પાડીને રોડ પ્રોજેક્ટસ મંજૂર કરવા જોઈએ અને પડતર રહેલું માર્ગ બાંધકામ પૂરૂ કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

તેમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે મંત્રાલયે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રામીણ), પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના, નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અને મનરેગાના કામોમાં સલામતીની તમામ સાવચેતીઓને અનુસરવા માર્ગ દર્શન આપ્યું છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે કામના તમામ સ્થળોએ જરૂરી તમામ સાવચેતીઓનું પાલન થવું જોઈએ, જેથી માર્ગરેખા મુજબ કામદારોની સલામતી અને કલ્યાણ જળવાઈ રહે. તેમણે એવી ખાત્રી પણ આપી હતી કે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તમામ નાણાંકિય સ્રોતો ઉપલબ્ધ કરવામાં આવશે.

 

તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો કેન્દ્રના ગ્રામ વિકાસ, પંચાયતી રાજ અને ખેતી તથા ખેડૂત કલ્યાણ વિભાગના મંત્રીશ્રીના સૂચનો સાથે સંપૂર્ણપણે સંમત થયા છે. બિહાર, કર્ણાટક, હરિયાણા અને ઓડીશાએ ખાસ કરીને મનરેગા યોજના હેઠળ 100 ટકા બાકી વેતનો ચૂકવવા અને સામગ્રી પૂરી પાડવા માટે કરેલી વ્યવસ્થા બદલ આભાર માન્યો છે. બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સરકારે પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ વધુ લક્ષ્યાંકો ફાળવવા વિનંતી કરી છે. ઓડીશાએ નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન હેઠળ ખેતી અને બિન ખેતી એકમોને પ્રોત્સાહન આપવા માટે ભારપૂર્વક જણાવ્યુ છે.

તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ખાત્રી આપી છે કે તે ગ્રામ વિકાસ ક્ષેત્રે ફિલ્ડમાં કામ કરતા સ્ટાફને તથા અધિકારીઓ તેમજ પંચાયતી રાજ સંસ્થાઓને સક્રિય બનાવશે. ઉપરાંત સામુદાયિક સ્તરે કામ કરતા હોદ્દેદારો, કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા ગ્રામ વિકાસ મંત્રાલયે જારી કરેલી માર્ગરેખાઓ હેઠળ ગ્રામ વિકાસની યોજનાઓનો અમલ અસરકારક રીતે અને કાર્યક્ષમ રીતે થાય તે અંગે ખાત્રી રાખશે.

 

 

GP/DS

 



(Release ID: 1615878) Visitor Counter : 473