ગૃહ મંત્રાલય

વિદેશીઓને અને ઇમીગ્રેશન ચેકપોસ્ટ્સ દ્વારા ભારતમાં આવી રહેલા મુસાફર ટ્રાફિકને મંજૂર કરવામાં આવેલા હાલના તમામ વીઝા 3 મે 2020 સુધી રદ રહેશે, ચોક્કસ શ્રેણીઓ બાકાત

Posted On: 17 APR 2020 9:03PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19 મહામારીના ઉપદ્રવને અનુલક્ષીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, વિદેશીઓનો આપવામાં આવેલા હાલના તમામ વીઝા 3 મે 2020 સુધી રદબાતલ ગણવામાં આવશે જેમાંથી રાજદ્વારી, અધિકારીઓ, UN/ આંતરરાષ્ટ્રીય સંગઠનો, કર્મચારી અને પરિયોજના શ્રેણી અંતર્ગત આપેલા વીઝાને બાકાત રાખવામાં આવ્યા છે.

 

ગૃહ મંત્રાલયે વધુમાં નિર્દેશ આપ્યા છે કે, 107માંથી કોઇપણ ઇમીગ્રેશન ચેક પોસ્ટ મારફતે ભારતમાં આવી રહેલા તમામ મુસાફર ટ્રાફિકને 3 મે 2020 સુધી રદ રાખવામાં આવશે. જોકે, આવશ્યક અથવા બિન આવશ્યક ચીજવસ્તુઓ અને પૂરવઠાનું પરિવહન કરી રહેલા વાહનો, વિમાનો, જહાજો, પરિવાહકો અને ટ્રેનો વગેરેને પ્રતિબંધ લાગુ પડશે નહીં. તેમના ક્રૂ, સેઇલર, ડ્રાઇવર, હેલ્પર, ક્લિનર વગેરેનું કોવિડ-19 માટે તબીબી સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે.

 

સત્તાવાર સંદેશાવ્યવહાર જોવા માટે અહીં ક્લિક કરો

 

GP/DS



(Release ID: 1615733) Visitor Counter : 240