નાણા મંત્રાલય
MSMEsને રાહત આપવાના ભાગરૂપે, છેલ્લા 10 દિવસમાં 5204 કરોડ રૂપિયાની કિંમતના I-T રીફંડ જાહેર કરવામાં આવ્યા: CBDT
प्रविष्टि तिथि:
17 APR 2020 9:10PM by PIB Ahmedabad
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ આજે જણાવ્યું હતું કે 8 એપ્રિલ 2020થી લઈને અત્યાર સુધી અંદાજે 8.2 લાખ નાના ઉદ્યોગો (માલિક, એકમો અને ટ્રસ્ટો)ને 5204 કરોડ રૂપિયાની કિંમતના આવકવેરા રીફંડ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ આવકવેરા રીફંડ MSMEsને કોવિડ-19 રોગચાળાની સ્થિતિમાં કોઇપણ પ્રકારના પગાર કપાત કે છટણી વિના તેમની ઔદ્યોગિક પ્રવૃત્તિઓને ચાલુ રાખવામાં સહાયક બનશે.
CBDTએ જણાવ્યું હતું કે તારીખ 8મી એપ્રિલ 2020ના રોજ જાહેર કરવામાં આવેલ પ્રેસ નોટ સ્વરૂપે સરકારનો નિર્ણય આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં I-T વિભાગ દ્વારા કોવીડ-19 રોગચાળાની સ્થિતિમાં કરદાતાઓને મદદ કરવા માટે આશરે 14 લાખ રીફંડ જેમાં પ્રત્યેકને 5 લાખ રૂપિયા સુધીના રીફંડ જાહેર કરી દેવામાં આવ્યા છે. MSME ક્ષેત્રમાં નાના ઉદ્યોગોને રાહત પૂરી પાડવાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને CBDT આગળ જતા વહેલામાં વહેલી તકે 7760 કરોડ રૂપિયાના રીફંડ પણ જાહેર કરશે.
CBDTએ ફરી વાર પોતાની વિનંતી કરતા જણાવ્યું હતું કે આશરે 1.74 લાખ કેસોમાં કરદાતાઓ પાસેથી તેમના બાકી રહેલ કર માંગણીના સમાધાનના સંદર્ભમાં પ્રતિભાવ આવવાની રાહ જોવાઈ રહી છે કે જેની માટે તેમને એક યાદ અપાવતો ઈમેઈલ મોકલી આપવામાં આવ્યો છે. તેમાં તેમને 7 દિવસમાં પ્રતિભાવ આપવા જણાવવામાં આવ્યું છે જેથી કરીને રીફંડની પ્રક્રિયા વહેલામાં વહેલી તકે પૂરી કરી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રતિભાવો ઓનલાઈન કરદાતા ઈ-ફીલિંગ એકાઉન્ટના માધ્યમથી www.incometaxindiaefiling.gov.in ની ઉપર પણ પુરા પાડી શકાય છે.
GP/DS
(रिलीज़ आईडी: 1615732)
आगंतुक पटल : 247