કૃષિ મંત્રાલય

કૃષિ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે “કિસાન રથ” મોબાઇલ એપ લોંચ કરી, જે લોકડાઉન દરમિયાન ખાદ્યાન્ન અને ઝડપથી બગડી જાય એવી ચીજવસ્તુઓનાં પરિવહનની સુવિધા આપશે


કિસાનરથ કૃષિ ઉત્પાદનનાં પરિવહનમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છેઃ શ્રી તોમર

Posted On: 17 APR 2020 3:51PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે કૃષિ ભવનમાં નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઇસી) દ્વારા વિકસાવવામાં આવેલી એક મોબાઇલ એપ્લિકેશન લોંચ કરી હતી, જે ખેડૂતોને અનુકૂળ છે. એપ ખેડૂતો અને વેપારીઓને કૃષિ અને બાગાયતી ઉત્પાદનોની હેરફેર કરવા માટે પ્રાથમિક અને દ્વિતીયક પરિવહન માટે જરૂરી વાહન શોધવામાં મદદરૂપ થશે. જ્યારે પ્રાથમિક પરિવહનમાં ખેતરથી મંડી, એફપીઓ કલેક્શન સેન્ટર અને વેરહાઉસ વગેરે સુધીની હેરફેર સામેલ હશે, ત્યારે દ્વિતીયક પરિવહનમાં રાજ્યોમાં મંડીઓ વચ્ચે અને એક રાજ્યથી બીજા રાજ્યમાં મંડીઓ વચ્ચે, પ્રોસેસિંગ યુનિટ સુધી, રેલવે સ્ટેશન સુધી, વેરહાઉસ અને હોલસેલર્સ વગેરે સુધીની અવરજવર સામેલ હશે.

પ્રસંગે કૃષિ મંત્રી શ્રી તોમરે જણાવ્યું હતું કે, લોકડાઉન વચ્ચે કૃષિ સંબંધિત કામગીરી ચાલુ રહેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સૂચનાને પગલે કૃષિ ક્ષેત્રને છૂટછાટો આપવામાં આવી છે. જ્યારે વાવેતર અને લણણી ચાલુ છે, ત્યારે કિસાન રથ એપ સાથે પરિવહન વધારે સરળ બનશે, કારણ કે એનાથી ખેતરથી મંડી અને મંડીથી મંડી સમગ્ર દેશમાં ઉત્પાદનનું પરિવહન કરવા માટે ખેડૂતો અને વેપારીઓ મદદ મળશે. જ્યારે દેશમાં કોવિડ-19ની સ્થિતિને કારણે લોકડાઉન ચાલુ છે, ત્યારે મહત્ત્વપૂર્ણ તબક્કે  “કિસાન રથ નામની એપ દેશમાં ખેડૂતો, એફપીઓ અને સહકારી મંડળીઓને મદદરૂપ પુરવાર થશે અને એપ તેમને ખેતરથી બજાર સુધી કૃષિ ઉત્પાદન પહોંચાડવા પરિવહનનું ઉચિત માધ્યમ પસંદ કરવામાં ઉપયોગી નીવડશે.

 “કિસાન રથ નામની મોબાઇલ એપ્લિકેશન ખાદ્યાન્ન (અનાજ, કઠોળ, બરછટ અનાજ, દાળ વગેરે), ફળફળાદિ અને શાકભાજી, તેલીબિયા, મરીમસાલા, રેષાયુક્ત પાક, ફૂલો, વાંસ, વન સાથે સંબંધિત ઉત્પાદન, નાળિયેર વગેરે કૃષિ ઉત્પાદનની રેન્જની અવરજવર માટે પરિવહનના ઉચિત માધ્યમની પસંદગી કરવા ખેડૂતો અને વેપારીઓને મદદરૂપ થશે. એપ રીફર (રેફ્રિજરેટેડ) વાહનો દ્વારા ઝડપથી બગડી જાય તેવી ચીજવસ્તુઓનું પરિવહન કરવામાં વેપારીઓને મદદરૂપ થાય છે.

કૃષિ ઉત્પાદનનું પરિવહન મહત્ત્વપૂર્ણ છે અને સપ્લાય ચેઇનનો અનિવાર્ય ભાગ છે. હાલ લોકડાઉનને કારણે દેશમાં ઊભી થયેલી અભૂતપૂર્વ સ્થિતિ અંતર્ગત કિસાન રથ ખેડૂતો, વેરહાઉસ, એફપીઓ, એપીએમસી મંડીઓ અને રાજ્યની અંદર અને રાજ્યોના ગ્રાહકો વચ્ચે સરળ અને સાતત્યપૂર્ણ સપ્લાય લિન્ક સુનિશ્ચિત કરશે તેમજ સમયસર સેવાઓ પ્રદાન કરીને ખાદ્ય ચીજવસ્તુઓનો બગાડ ઘટાડવામાં મદદ કરશે. તમામ ઝડપથી બગડી જતી ચીજવસ્તુઓ માટે સારી કિંમત મેળવવામાં પ્રદાન કરશે.

એપ પર કન્સાઇનર્સ (ખેડૂત, એફપીઓ, ગ્રાહક/વિક્રેતા) પરિવહન માટેની જરૂરિયાત રજૂ કરશે, જેને બજારમાં ટ્રાન્સપોર્ટ એગ્રીગેટર્સને જણાવવામાં આવશે, જેઓ વિવિધ ટ્રકર્સ અને કાફલના માલિકો સાથે સંપર્ક સાધશે અને જરૂરિયાત સામે સ્પર્ધાત્મક ક્વોટ મેળવશે અને કન્સાઇનરને ક્વોટ અને ટ્રકની વિગત આપશે. ત્યારબાદ કન્સાઇનર ઓફલાઇન ટ્રકર સાથે સીધી વાત કરીને સોદાને અંતિમ સ્વરૂપ આપશે. એક વાર ટ્રિપ પૂર્ણ થયા પછી યુઝર એપમાં ટ્રકર માટે રેટિંગ/ફીડબેક આપી શકે છે, સમયની સાથે ટ્રાન્સપોર્ટર માટે ફીડબેકની વ્યવસ્થા તેમની સેવામાં સુધારો કરવામાં મદદરૂપ થશે. ભવિષ્યમાં લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઇડરને પસંદ કરવાની પ્રક્રિયામાં કન્સાઇનરોને મદદરૂપ પણ થશે.

પ્રસંગે શ્રી તોમરે વધુમાં કહ્યું હતું કે, કિસાન રથ મોબાઇલ એપ દેશમાં કૃષિ અને બાગાયતી ઉત્પાદનના ઇન્ટ-મંડી અને ઇન્ટર-સ્ટેટ વેપારને પ્રોત્સાહન આપવામાં પણ મદદરૂપ થશે. મંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, કિસાન કા અપના વાહન ટેગલાઇન ધરાવતી એપ કૃષિ ઉત્પાદનનાં પરિવહનમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે.

વીડિયો કોન્ફરન્સ દ્વારા કિસાન રથ મોબાઇલ એપ લોંચ કરવાના સમારંભમાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીઓ શ્રી પરષોત્તમ રુપાલા અને શ્રી કૈલાશ ચૌધરી, સચિવ (એસીએન્ડએફડબલ્યુ) શ્રી સંજય અગ્રવાલ, શ્રી અજય પ્રકાશ સાહની, સચિવ (ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી), ડો. નીતા વર્મા, ડાયરેક્ટર જનરલ, એનઆઇસી તથા મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ  ઉપસ્થિત હતાં.

મોબાઇલ એપ શરૂઆતમાં એન્ડ્રોઇડ વર્ઝનમાં 08 ભાષાઓમાં ઉપલબ્ધ થશે અને અખિલ ભારતીય સ્તરે ઉપયોગ કરવા માટે સજ્જ છે.

GP/DS


(Release ID: 1615389) Visitor Counter : 426