ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

FCIએ લૉકડાઉન દરમિયાન સમગ્ર દેશમાં તેની સરેરાશ કરતા બમણાથી વધુ ખાદ્યાન્નનું પરિવહન કર્યું

Posted On: 16 APR 2020 7:23PM by PIB Ahmedabad

ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) કસોટીના માહોલ વચ્ચે દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન દુનિયામાં સૌથી મોટા જાહેર વિતરણ તંત્ર માટે સૌથી મોટી ખાદ્યાન્ન પૂરવઠા સાંકળ ચલાવવાનો પડકાર ઝીલ્યો છે. FCIનું સમગ્ર કાર્યદળ છેલ્લા 22 દિવસથી કામમાં જોડાયેલું છે અને તમામ પ્રકારે તેમના પરિચાલનમાં શ્રેષ્ઠ પરિણામ આપી બતાવ્યું છે. FCI લૉકડાઉનના સમય દરમિયાન સિલક જથ્થો ધરાવતા રાજ્યોમાંથી 1335 ટ્રેનનો ઉપયોગ કરીને 3.74 મિલિયન મેટ્રિક ટન (MMT) ખાદ્યાન્નના વિક્રમી જથ્થાનું પરિવહન કર્યું છે જેમાં તેમણે દરરોજ સરેરાશ 1.7 લાખ મેટ્રિક ટન (LMT) ખાદ્યાન્નનું પરિવહન કર્યું છે. સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 0.8 LMT ખાદ્યાન્નના પરિવહનની તુલનાએ જથ્થો બમણાથી વધારે છે. સમયગાળા દરમિયાન લક્ષિત જાહેર વિતરણ તંત્ર (PDS) હેઠળ લાભાર્થીઓની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે વપરાશકર્તા રાજ્યોમાં 3.34 MMT જથ્થો અનલોડ કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અંતર્ગત NFSA હેઠળ આવરીત દરેક લાભાર્થીને 3 મહિના સુધી દર મહિને 5 કિલો ખાદ્યાન્ન વિનામૂલ્યે આપવાનું હોવાથી, 2.56 MMT જથ્થો યોજના માટે અત્યાર સુધીમાં રિલિઝ કરી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) યોજનાઓ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ ખાદ્યાન્નની નિયમિત ફાળવણી માટે 3.98 MMT ખાદ્યાન્ન સમગ્ર દેશમાં લૉકડાઉનના સમય દરમિયાન રિલિઝ કરવામાં આવ્યું છે. NFSA અને ભારત સરકારની અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ જરૂરિયાતવાળા લોકોને અન્નનો જથ્થો પૂરો પાડવા માટે લૉકડાઉનના 22 દિવસ દરમિયાન કુલ 6.54 MMT જથ્થો ઇશ્યુ કરવામાં આવ્યો છે જે દૈનિક 3.27 લાખ મેટ્રિક ટન (LMT)ની સરેરાશથી ઇશ્યુ કરાયો છે. સાથે, NFSA હેઠળ આવરીત તમામ લાભાર્થીઓને ખાદ્યાન્નનો પૂરતો જથ્થો પૂરો પાડવા માટે દેશમાં દરેક રાજ્ય સરકારોને પૂરતો જથ્થો પહોંચતો કરવામાં આવ્યો છે.

NFSA હેઠળ આવરી લેવામાં આવ્યા હોય તેવા લોકોની જરૂરિયાત પૂર્ણ કરવા માટે, રાજ્ય સરકારોને કાર્ડની સામે 21 રૂપિયા કિલોના ભાવે ઘઉં અને 22 રૂપિયા કિલોના ભાવે ચોખાના ખાદ્યાન્નનો જથ્થો ઉપાડવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે જે NFSA કાર્ડ સિવાયના જથ્થા તરીકે આપવામાં આવશે. ઉપરાંત, રાજ્યોને તેમની વધારાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે હરાજી પ્રક્રિયામાં ભાગ લીધા વગર સીધા FCIમાંથી 22.50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખાનો જથ્થો ઉપાડવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. મુક્ત બજારોના ભાવો પર સતત નજર રાખીને અને ઘઉંનો લોટ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય સરકારોને ફ્લોર મિલો માટે ઘઉં પૂરા પાડવા સીધા FCIમાંથી મુક્ત બજારના વેચાણ ભાવે જથ્થો ઉપાડવા માટે વિનંતી કરવાની સત્તા આપવામાં આવી છે. વ્યવસ્થા વિકેન્દ્રિત પદ્ધતિથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવવામાં આવી રહી છે. ઉપરોક્ત જુદી-જુદી પહેલ નિયમિત મુક્ત બજારના વેચાણ ઉપરાંતની કામગીરી છે, જેના દ્વારા ઘંઉ અને ચોખાના વેચાણ માટે અઠવાડિક હરાજી યોજવામાં આવી રહી છે. 24મી માર્ચ, 2020થી અત્યાર સુધી ઉપરોક્ત યોજનાઓ દ્વારા બજારમાં 3.74 લાખ મેટ્રિક ટન ઘંઉ અને 3.35 લાખ મેટ્રિક ટન ચોખા પહોંચાડવામાં આવ્યાં છે.

મુશ્કેલ સમયમાં ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને ખોરાક પુરો પાડવા માટે NGO અને અન્ય કલ્યાણ સસ્થાઓના મહત્વપૂર્ણ કાર્યોને નજર સમક્ષ રાખીને ભારત સરકારે જથ્થાના સંદર્ભે કોઇપણ ઉપલી ટોચ મર્યાદા રાખ્યા વગર દેશમાં ગમે તે સ્થળે FCIના કોઇપણ વિતરણ કેન્દ્રો પરથી 21 રૂપિયા કિલોના ભાવે ઘંઉ અને 22 રૂપિયા કિલોના ભાવે ચોખા પૂરા પાડવાની યોજના શરૂ કરી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં સંસ્થાઓએ પહેલેથી યોજનાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. તેવી આશા રાખવામાં આવી રહીં છે કે વધારેલા લૉકડાઉનના સમયગાળા દરમિયાન નબળા વર્ગો માટે રાહત શિબિરો ચલાવવા માટે NGO અને કલ્યાણ સંસ્થાઓને અનાજનો નિયમિત પુરવઠો પુરો પાડવામાં યોજના નવી જીવાદોરી પુરી પાડશે.

FCI ભારતીય રેલવે, સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC), રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન (SWC) અને FCI કર્મચારીઓ અને શ્રમિકો જેવી અન્ય કેન્દ્ર સરકારની સંસ્થાઓને સંપૂર્ણ સહાયતા થકી કામગીરી હાથ ધરીને મુશ્કેલ સમયમાં સમગ્ર દેશમાં અનાજના અવિરત પૂરવઠાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે.

 

 

GP/DS(Release ID: 1615186) Visitor Counter : 180