ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

મોદી સરકારે સોફટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઈન્ડીયા (STPI) કેન્દ્રોમાં કામ કરતી માહિતી ટેકનોલોજી કંપનીઓનુ ચાર માસનુ ભાડુ માફ કર્યુ

Posted On: 16 APR 2020 6:20PM by PIB Ahmedabad

કોરોના વાયરસને કારણે તથા તેના પરિણામે લદાયેલા લૉકડાઉનને કારણે જે પડકારો ઉભા થયા છે તે સંદર્ભમાં નરેન્દ્ર મોદી સરકારે એક મહત્વનુ રાહતનુ પગલુ લઈને સોફટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઈન્ડીયામાં કાર્યરત નાનાં આઈટી એકમોને ભાડુ ચૂકવવામાં રાહત આપી છે. આમાંનાં મોટા ભાગનાં એકમો કાંતો ટેકનોલોજી ક્ષેત્રનાં એમએસએમઈ અથવા તો સ્ટાર્ટઅપ છે.

સોફટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઈન્ડીયાના સંકુલમાં કામ કરતા એકમોને તા. 01- 03 -2020થી 30- 06 2020 સુધી એટલે કે ચાર માસના ગાળા માટે ભાડુ માફ કરવાનો ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે (MeitY) નિર્ણય લીધો છે. હાલમાં ભારત સરકાર તથા તેનાં દેશભરમાં આવેલાં 60 સેન્ટરોને ભાડામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે.

 

સોફટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઈન્ડીયા (STPI) ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે (MeitY) હેઠળ કામ કરતી એક સ્વાયત્ત સોસાયટી છે. ભારત સરકારનાં દેશભરમાં આવાં 60 સેન્ટર આવેલાં છે. સેન્ટરમાં આવેલાં એકમોનાં ભાડુ માફ કરવાની જે પહેલ હાથ ધરવામાં આવી છે તેનાથી કોરોના વાયરસ મહામારીને ને કારણે હાલમાં ઉભા થયેલા કટોકટીના સમયમાં એકમોને રાહત મળશે. પહેલને કારણે આઈટી અને આઈટી ઈનેબલ્ડ સર્વિસીસનાં 60 સોફટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઈન્ડીયામાં કાર્યરત આશરે 200 જેટલાં માઈક્રો, લઘુ અને મધ્યમ કદનાં એકમોને લાભ થશે. તા. 01- 03 -2020થી 30- 06 2020 સુધી એટલે કે ચાર માસનુ ભાડુ માફ કરવાને કારણે એકમોને અંદાજે રૂ. 5 કરોડનો લાભ થશે. નિર્ણયથી જે એકમોને કારણે સીધો લાભ મળે છે તેમના આશરે 3000 જેટલાં આઈટી અને આઈટી ઈનેબલ્ડ સર્વિસીસના કર્મચારીઓના વ્યાપક હિતમાં લેવામાં આવ્યો છે.

 

 

GP/DS(Release ID: 1615179) Visitor Counter : 166