શ્રમ અને રોજગાર મંત્રાલય
પીએમજીકેવાય પેકેજના ભાગરૂપે ઇપીએફઓએ 15 દિવસમાં 3.31 લાખ કોવિડ-19ના દાવા સેટલ કર્યા આશરે રૂ. 950 કરોડની વહેંચણી કરી
Posted On:
16 APR 2020 5:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય) પેકેજના ભાગરૂપે કોવિડ-19 રોગચાળાનો સામનો કરવા ઇપીએફ યોજનામાંથી વિશેષ રકમ ઉપાડવા માટે 28મી માર્ચ, 2020નાં રોજ જાહેર થયેલી જોગવાઈથી દેશનાં કામદાર વર્ગને સમયસર રાહત મળી છે.
આ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી ફક્ત 15 દિવસમાં એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ કુલ 3.31 લાખ ક્લેઇમમાં રૂ. 946.49 કરોડની રકમની વહેંચણી કરી છે. ઉપરાંત આ યોજના હેઠળ કરમુક્ત પીએફ ટ્રસ્ટ દ્વારા રૂ. 284 કરોડની વહેંચણી થઈ છે, જે તેમની વચ્ચે ટીસીએસ તરીકે જાણીતી છે.
આ જોગવાઈ અંતર્ગત ત્રણ મહિનાના મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થા સુધી નોન-રિફંડેબલ ઉપાડ અથવા ઇપીએફ ખાતામાં સભ્યની ક્રેડિટમાં 75 ટકા રકમ, બેમાંથી જે ઓછી હોય, એ સ્વીકાર્ય છે. સભ્ય ઓછી રકમ માટે જ અરજી કરી શકે છે. આ એડવાન્સ છે, જેના પર કરમુક્તિ મળતી નથી.
આ કટોકટી દરમિયાન ઇપીએફઓ એના સભ્યોને સેવા આપવા કટિબદ્ધ છે અને ઇપીએફઓ ઓફિસો મુશ્કેલ સ્થિતિ સંજોગોમાં પણ આવશ્યક સેવાઓની સાતત્યતા જાળવવા કાર્યરત છે. ઓનલાઇન સેવાઓ દ્વારા આ સુવિધાઓની ઉપલબ્ધતાથી લોકડાઉનનાં ગાળા દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ઘણી રાહત મળી છે, જે હાલનાં કટોકટીના સમયમાં રાહતરૂપ છે.
GP/DS
(Release ID: 1615177)
Visitor Counter : 216