સંરક્ષણ મંત્રાલય

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે કોવીડ-19 વિરુદ્ધની લડાઈમાં કેન્ટોન્મેન્ટ બોર્ડના પ્રયાસોની સમીક્ષા કરી

Posted On: 16 APR 2020 4:55PM by PIB Ahmedabad

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા આજે સમગ્ર દેશમાં આવેલા 62 કેન્ટોન્મેન્ટ બોર્ડ દ્વારા કોરોના વાયરસ (કોવીડ-19)ના પ્રસરણને અટકાવવા માટે હાથ ધરવામાં આવેલ અટકાયતી પગલાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ડાયરેક્ટર જનરલ ડીફેન્સ એસ્ટેટ (DGDE) શ્રીમતી દીપા બાજવાએ સંરક્ષણ મંત્રીને રોગચાળા વિરુદ્ધની લડાઈમાં કેન્ટોન્મેન્ટ બોર્ડની પ્રતિબદ્ધતાની ખાતરી આપી હતી.

શ્રીમતી બાજવાએ સ્વચ્છતાની મહત્વની સેવાઓની જાળવણી, મેડીકલ સુવિધાઓ અને પાણીના પુરવઠા સહીત તમામ કેન્ટોન્મેન્ટમાં ચાલી રહેલ પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી. તેમણે મંત્રીને ક્વોરન્ટાઇન સુવિધાઓ માટે દવાખાનાઓ, શાળાઓ અને કમ્યુનિટી હોલ શોધી કાઢવા માટે લેવામાં આવેલ પગલાઓ અંગે તેમજ રહેવાસીઓની જાહેર જાગૃતિ માટે અને સોશ્યલ ડિસ્ટન્સિંગના અમલીકરણ માટે સતત લેવામાં આવેલ પગલાઓ વિષે અવગત કરાવ્યા હતાસેવાભાવી સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ સાથે મળીને પછાત વર્ગના લોકો માટે ભોજન અને સુકા કરિયાણાની સામગ્રીની જોગવાઈ પણ કરવામાં આવી છે. શ્રી રાજનાથ સિંહને અંગે પણ માહિતી આપવામાં આવી હતી કે કેન્ટોન્મેન્ટ બોર્ડના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર્સ જીલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક મીલીટરી ઓથોરીટીઝ (LMAs) સાથે નિયમિતપણે સંપર્કમાં છે.

સંરક્ષણ મંત્રીએ બાબત પણ નોંધી હતી કે સંરક્ષણ સચિવ ડૉ અજય કુમારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)ને કેન્ટોન્મેન્ટ બોર્ડને પણ આપવા અંગે મુખ્ય સચિવો સાથે વાત કરી છે. પ્રયાસોની સરાહના કરતા શ્રી રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્ટોન્મેન્ટ બોર્ડે ખાસ કરીને વસતી ધરાવતા સિવિલ વિસ્તારોમાં સ્વચ્છતા અને ચોખ્ખાઈ અને ધુમાડાની ક્રિયા માટે સૌથી ઊંચા ધોરણોની ખાતરી કરવી જોઈએ. તેમણે સ્થળાંતર કરનારા/ રોજિંદુ કામ કરતા વંચિત વર્ગોના લોકોને ભોજન અને આશ્રય પૂરા પાડવા માટે વિશેષ કાળજી લેવાવી જોઈએ તે બાબત ઉપર પણ ખાસ ભાર મૂક્યો હતો.

 



(Release ID: 1615057) Visitor Counter : 207