પંચાયતી રાજ મંત્રાલય

ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ-19નો ફેલાવો રોકવા માટે દેશના તમામ ભાગોમાં ગ્રામ પંચાયતો સક્રીયપણે પગલાં લઇ રહી છે


જિલ્લા અને ગ્રામ્ય સ્તરે સાર્વજનિક સ્થળોના દૈનિક સેનિટાઇઝેશન સહિત વિવિધ પગલાં લેવામાં આવે છે; નિરાધાર લોકો અને વિસ્થાપિત લોકો માટે આશ્રય શિબિર અને ક્વૉરેન્ટાઇન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે; જરૂરિયાતમંદ લોકોને સુરક્ષાત્મક સાધનો, આર્થિક મદદ અને ભોજન/રેશનનું વિતરણ ચાલુ છે; અને આ બીમારી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે

Posted On: 16 APR 2020 11:14AM by PIB Ahmedabad

સમગ્ર દેશમાં જિલ્લા વહીવટીતંત્રો અને ગ્રામ પંચાયતો કોવિડ-19 મહામારીનો દેશમાં ફેલાવો રોકવા માટે ખૂબ સક્રીયપણે વિવિધ પગલાં લઇ રહ્યા છે. ભારત સરકારનું પંચાયતી રાજ મંત્રાલય તમામ રાજ્યોની સરકારો, જિલ્લા વહીવટીતંત્રો અને ગ્રામ પંચાયતો સાથે ખૂબ નીકટતાથી સંકલનમાં છે જેથી લૉકડાઉનની સ્થિતિનું અને સામાજિક અંતરના માપદંડોનું ક્યાંય પણ ઉલ્લંઘન થાય અને ગંભીરતાપૂર્વક તેને અનુસરવામાં આવે તે સુનિશ્ચિત કરી શકાય.

 

પંચાયત સ્તરે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે જેને અન્ય લોકો દ્વારા શ્રેષ્ઠ આચરણ તરીકે અનુસરવામાં આવે છે. તેમાંથી કેટલાકનો અહીં ઉલ્લેખ કર્યો છે -

 

ઉત્તરપ્રદેશ:

  • સિદ્ધાર્થનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં પોસ્ટમેન માઇક્રો એટીએમ દ્વારા ગામવાસીઓને રોકડ ઉપાડવા માટે મદદ કરી રહ્યા છે.

 

  • મેરઠ વિભાગમાં, તમામ 6 જિલ્લામાં અંદાજે 20,000 વિસ્થાપિતોને ઓળખી કાઢવામાં આવ્યા છે. કુલ 600 વિસ્થાપિતો વિદેશમાં પ્રવાસ કર્યો હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.
  • 6600 લોકો સાથે કુલ 700 ક્વૉરેન્ટાઇન કેન્દ્રો કાર્યરત છે.
  • ગ્રામ પ્રધાન/ સચિવ દ્વારા ભોજન અને લોજિંગની યોગ્ય સુવિધા કરવામાં આવે છે.
  • તમામ નિરાધાર પરિવારોને મુશ્કેલીના સમયમાં દર મહિને રૂ. 1000/-ની આર્થિક સહાય કરવામાં આવે છે.
  • વિસ્થાપિતો અને નિઃસહાય લોકોને રેશન/ રાંધેલા ભોજનનું દૈનિક ધોરણે વિતરણ કરવામાં આવે છે.
  • તમામ 2820 સફાઇ કર્મચારીઓને માસ્ક, સેનિટાઇઝર/ સાબુ, હાથમોજાં વગેરે સુરક્ષાત્મક ચીજો આપવામાં આવે છે અને ગામમાં દરરોજ સેનિટાઇઝેશન કરવામાં આવે છે.
  • સંવેદનશીલ વિસ્તારોમાં સોડિયમ ક્લોરાઇડ અને બ્લિચિંગ પાવડરનો ઉપયોગ કરીને નિયમિત સેનિટાઇઝેશન કરવામાં આવે છે.

 

 

 

કેરળ:

પંચાયતો અને મ્યુનિસિપાલિટીઓમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની મદદથી 1304 સામુદાયિક રસોડા શરૂ કરવામાં આવ્યા છે. આમાંથી, 1100 સામુદાયિક રસોડા કુદુમ્બશ્રી (રાજ્ય મહિલા સશક્તિકરણ કાર્યક્રમ) સાથે મળીને કામ કરે છે અને બાકીના પોતાની રીતે LSGI દ્વારા ચલાવવામાં આવે છે.

  • કુદુમ્બશ્રીએ અંદાજે 300 સિલાઇકામ એકમો દ્વારા 18 લાખથી વધુ માસ્ક તૈયાર કર્યા છે અને તેનું વિતરણ કર્યું છે.
  • તેમજ, 21 માઇક્રો ઉદ્યોગ એકમોએ 2700 લીટર સેનિટાઇઝરનો જથ્થો તૈયાર કર્યો છે.
  • કુદુમ્બશ્રીના 360 સામુદાયિક કાઉન્સેલર્સ દ્વારા વિવિધ માનસિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે જરૂરિયાતમંદ લોકો સાથે પરામર્શ કરવામાં આવે છે અને તેમને માનસિક સહાય આપવામાં આવે છે. 15 માર્ચથી 5 એપ્રિલ સુધીમાં 49,488 લોકોએ સેવાનો લાભ લીધો છે.
  • કુદુમ્બશ્રી સાથે મળીને LSGI 1.9 લાખ વૉટ્સએપ ગ્રૂપ બનાવ્યા છે જેમાં 22 લાખ પડોશી ગ્રૂપ (NHG) સભ્યો સમાવવામાં આવ્યા છે. લૉકડાઉન દરમિયાન કોવિડ-19 અંગે સરકારી સૂચનાઓ વિશે માહિતી આપવા માટે આ ગ્રૂપ બનાવવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં આ પ્લેટફોર્મના માધ્યમથી NHGને માહિતી મોકલવામાં આવે છે.

 

 

દાદરા અને નગર હેવલી:

  • પંચાયત વિસ્તારોમાં દરરોજઆટલું કરોઅનેઆટલું કરોઅંગેની માહિતી આપવામાં આવે છે અને સેનિટાઇઝેશન કરવામાં આવે છે.
  • ગ્રામીણ વિસ્તારોમાં 1.32 લાખથી વધુ હેન્ડ સેનિટાઇઝર અને 17,400 માસ્કનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે.
  • ચોક્કસ સમય દરમિયાન દુકાનો ખોલવામાં આવે છે; સામાજિક અંતર વગેરે માપદંડોનું પાલન કરવા માટે દુકાનોમાં જમીન પર ગ્રાહકો માટે સીમાંકન ચિહ્નો કરવામાં આવ્યા છે.
  • અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને દરરોજ રાંધેલું ભોજન આપવામાં આવે છે તેમજ રખડતા પશુધન અને અન્ય પ્રાણીઓને ભોજન આપવામાં આવે છે.
  • કોવિડ-19 અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે IEC વાહન 20 ગ્રામ પંચાયતના તમામ ગામડામાં ફેરવવામાં આવે છે અને પ્રકારે સામાન્ય લોકોને બીમારી અંગે જાગૃત કરવામાં આવે છે.
  • 10000 ચોપાનિયા/પત્રિકાઓનું તમામ 20 ગ્રામ પંચાયતોમાં વિતરણ કરવામાં આવ્યું છે.
  • તમામ બહુમાળી ઇમારતોની લિફ્ટને સેનિટાઇઝ કરવામાં આવી છે અને લિફ્ટનો ઉપયોગ માત્ર વૃદ્ધ નાગરિકો, ગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગ લોકો માટે કરવામાં આવે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે.

 

 

આંધ્રપ્રદેશ:

ઘરે ઘરે સર્વેક્ષણ અને માસ્કનું વિતરણ: કોવિડ-19નો ફેલાવો રોકવા માટે સરકાર લોકોને 16 કરોડથી વધુ માસ્કનું વિતરણ કરશે અને રાજ્ય દ્વારા ઘરે ઘરે સર્વેક્ષણનો ત્રીજો રાઉન્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે.

  • કુલ 1.47 કરોડમાંથી 1.43 કરોડ પરિવારોને કોવિડ કેસો ઓળખવા માટે આવરી લેવામાં આવ્યા છે.
  • અત્યાર સુધીમાં 32,34 કેસો તબીબી અધિકારીઓ પાસે મોકલવામાં આવ્યા છે જેમાંથી 9,107 કેસને પરીક્ષણ કરાવવા માટે ભલામણ કરવામાં આવી છે.

સર્વેક્ષણનું કામ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR) દ્વારા આપેલા સૂચનો અનુસાર કરવામાં આવે છે.

 

GP/DS

 



(Release ID: 1614942) Visitor Counter : 243