નાણા મંત્રાલય
શ્રીમતિ નિર્મલા સીતારમને G20 નાણાં મંત્રીઓ અને મધ્યસ્થ બેન્કના ગવર્નર્સની બેઠકમાં હાજરી આપી
Posted On:
15 APR 2020 8:37PM by PIB Ahmedabad
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી નિર્મલા સીતારમને સાઉદી અરબની અધ્યક્ષતા હેઠળ કોવિડ-19 મહામારીના કારણે ઊભી થઇ રહેલી કટોકટીમાં વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ ચર્ચા કરવા બીજી G-20 નાણાં મંત્રીઓ અને મધ્યસ્થ બેન્કોના ગવર્નર્સ (FMCBG)ની બેઠકમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભાગ લીધો હતો.
નાણાં મંત્રીએ અસામાન્ય નેતૃત્વ સમિટ દરમિયાન ખાસ કરીને કોવિડ-19 સામે લડવા માટે G20 એક્શન પ્લાનની તૈયારી માટે G20 આગેવાન દેશો દ્વારા ઠરાવ્યાં અનુસાર પરિણામો પ્રાપ્ત કરવા માટે અથાક પ્રયત્નો કરવા બદલ સાઉદી અધ્યક્ષતાની પ્રશંસા કરી હતી.
શ્રીમતિ સીતારમને 31મી માર્ચ, 2020માં આયોજિત 2જી અસામાન્ય પરોક્ષ G20 FMCBGની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ બેઠકમાં તેમને વૈશ્વિક મહાનુભવો સમક્ષ નાણાકીય વ્યવસ્થા વૈશ્વિક અર્થતંત્રની સહાયતા અને ઝડપથી પુનર્જિવિત કરવાનું ચાલુ રાખે તે સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર અને સંકલિત પ્રયત્નોના મહત્વ અંગે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા.
આ દરમિયાન નાણામંત્રીએ ટકાઉ પદ્ધતિથી બૃહદ અર્થતંત્રીય સ્થિરતા જાળવી રાખીને લોકોના જીવન અને આજીવિકાની સુરક્ષા માટે નાણામંત્રીઓ અને મધ્યસ્થ બેન્કોના ગવર્નરની ભૂમિકા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. તેમણે G20 નાણામંત્રીઓને દેશના પછાત વર્ગના લોકોને સહાયતા કરવા માટે ઝડપી, સમયસર અને લક્ષિત મદદ પૂરી પાડવા ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંઓની જાણકારી પૂરી પાડી હતી. તેમણે ઉમેર્યુ હતું કે, એકાદ અઠવાડિયામાં ભારતે 320 મિલિયન લોકોને 3.9 અબજ ડૉલરથી વધારેની નાણાકીય સહાયતા પૂરી પાડી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જાહેર સ્થળોએ લોકોને ભેગા થતાં અટકાવી શકાય તે માટે સીધા લાભ હસ્તાંતર ઉપર ખાસ ધ્યાન રાખીને ડિજિટલ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરાયો હતો. તેમણે નાણામંત્રીઓ અને મધ્યસ્થ બેન્કના ગવર્નરની બેઠકમાં જણાવ્યું હતું કે ભારત હવે નાણાકીય સમાવેશ માટે લીધેલા પગલાંઓનો લાભ ઉઠાવી રહ્યું છે જે પહેલ પ્રધાનમંત્રી દ્વારા હાથ ધરવામાં આવેલા મહત્ત્વપૂર્ણ સુધારાઓનો એક ભાગ છે.
શ્રીમતિ સીતારમને વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકાર, ભારતીય રિઝર્વ બેન્ક અને અન્ય નિયંત્રકો દ્વારા હાથ ધરાયેલા નાણાકીય નીતિગત પગલાંઓએ બજારમાં પ્રવાહિતતા વધારવા અને નાણાંનો પ્રવાહ વધારવામાં મદદ કરી છે. આ પગલાંઓમાં 50 અબજ ડૉલરની મૌદ્રિક સહાયતા, ધિરાણ સરળતા માટે નિયંત્રક અને નિરીક્ષણ પગલાંઓ, ટર્મ-લોનના હપ્તાઓ પર મોનેટોરિયમ દ્વારા ઋણ સેવાઓમાં રાહત, કાર્યકારી મૂડી ધિરાણમાં રાહત અને આવા ધિરાણ ઉપર વ્યાજની ચૂકવણી મુલતવી રાખવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
G20ના આગેવાનોના દિશાનિર્દેશોના આધારે G20 સભ્યો દ્વારા એક એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. તેમાં લોકોના જીવનની સુરક્ષા, લોકોની નોકરીઓ અને આવકને સલામત કરવી, પુનઃ વિશ્વાસ સ્થાપિત કરવો, નાણાકીય સ્થિરતા જાળવવી, આર્થિક વૃદ્ધી કરવી અને તેને મજબૂત કરવી, દેશોની જરૂરી સહાયતા પૂરી પાડવામાં મદદ, જાહેર આરોગ્ય અને નાણાકીય પગલાઓનું સંકલન અને વૈશ્વિક પૂરવઠા સાંકળના વિક્ષેપને લઘુતમ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ એક્શન પ્લાન અંગે જણાવતા માનનીય કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે તે એક સાચી દિશામાં લેવામાં આવેલું પગલું છે અને તેના કારણે ટૂંકા અને મધ્યમગાળામાં કોવિડ-19 મહામારીનો સામનો કરવામાં G20 સભ્યોને વ્યક્તિગત અને સામૂહિક કાર્યવાહી હાથ ધરવામાં માર્ગદર્શન મળી રહેશે. તેમણે વૈશ્વિક સમુદાય આ કટોકટીમાંથી ખૂબ જ ઝડપથી ઉગરી જશે તેવી આશા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આ કટોકટીમાંથી શીખેલો પાઠ ભવિષ્યમાં આવા પ્રકારની કોઇપણ કટોકટીનો સામનો કરવા માટે સમજપૂર્વકના નીતિગત પગલાં વિકસાવવામાં મદદ પૂરી પાડશે.
RP
***
(Release ID: 1614886)
Visitor Counter : 259