પ્રવાસન મંત્રાલય

“દેખો અપના દેશ” શ્રેણીમાં આવતીકાલે બીજા વેબિનારમાં કોલકાતાના મહાન ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જાણો


લૉકડાઉન દરમિયાન પ્રવાસન મંત્રાલયે ભારતના વિવિધતાસભર અને નોંધપાત્ર ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રદર્શિત કરવા વેબિનાર સીરિઝ શરૂ કરી

Posted On: 15 APR 2020 4:58PM by PIB Ahmedabad

લૉકડાઉન દરમિયાન પ્રવાસન મંત્રાલયની દેખો અપના દેશવેબિનાર સીરિઝને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ વેબિનાર આપણા અતુલ્ય ભારતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની વિસ્તૃત જાણકારી આપે છે અને ઘણા સ્થળોની સફર કરાવે છે. પ્રથમ વેબિનાર ગઈકાલે યોજાયું હતું, જે ભારતનાં વિવિધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની સફર કરાવવાની શ્રેણીનો એક ભાગ હતો, જેમાં દિલ્હીનાં સદીઓના ઇતિહાસને સ્પર્શવામાં આવ્યો હતો. સિટી ઓફ સિટીઝ દિલ્હીની પર્સનલ ડાયરીનામના વેબિનારમાં 5700 લોકોએ નોંધણી કરાવી હતી અને એને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સેશનનું હાર્દ પ્રવાસન સંબંધિત જાગૃતિ અને સામાજિક ઇતિહાસ છે. નીચેની લિન્ક પર ક્લિક કરીને સંપૂર્ણ વેબિનાર જોઈ શકાશે.

https://youtu.be/LWlBc8F_Us4

દિલ્હી પરના વેબિનારને સફળતા હાંસલ થયા પછી દેખો અપના દેશનો બીજો વેબિનાર આવતીકાલે સવારે 11 વાગ્યાથી બપોરનાં 12 વાગ્યા સુધી યોજાશે. આ વેબિનારમાં કલકત્તા એ કોન્ફ્લુઅન્સિસ ઓફ કલ્ચરવિશે જાણકારી મેળવવાની લોકોને તક સાંપડશે. કોલકાતામાં ઇતિહાસ અને સંસ્કૃતિનો સમન્વય થયો છે. આ એક એવું મહાનગર છે, જે વિવિધ વિદેશી અને રાષ્ટ્રીય પ્રવાહોના સમન્વયની છાપ ધરાવે છે, જ્યાં સાંસ્કૃતિક વારસો હજુ પણ સમૃદ્ધ છે. વેબિનારમાં કોલકાતાએ વિવિધતામાં એકતાની જ્યોત કેવી રીતે પ્રજ્જવલિત રાખી છે એના પર ચર્ચા થશે અને વધારે જાગૃતિ લાવવા પ્રવાસન સંબંધિત અભિગમ દ્વારા જુદાં જુદાં સ્થળોને પણ દર્શાવી શકાશે. આ વેબિનારમાં ઇફ્તેખાર અહાસન, રામાનુજ ઘોષ, રિત્વિક ઘોષ અને અનિર્બાન દત્તા મુખ્ય વક્તાઓ હશે, જેઓ કોલકાતાના રોમાંચક શહેરની ઝાંખી સહભાગીઓને કરાવશે.

નોંધણી કરાવવા માટે ક્લિક કરો: https://bit.ly/WebinarCalcutta

કોવિડ-19 સંપૂર્ણ માનવજાત પર મોટી અસર ધરાવે છે. એનાથી ભારતની સાથે દુનિયાનાં લગભગ મોટા ભાગનાં દેશો ઓછાવધતા અંશે પ્રભાવિત થયા છે. એક ક્ષેત્ર તરીકે પ્રવાસનને સ્વાભાવિક રીતે મોટી અસર થઈ છે, કારણ કે સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. પ્રવાસન મંત્રાલયનું માનવું છે કે, આ અભૂતપૂર્વ સમયમાં ટેકનોલોજી માનવીય સંપર્ક જાળવી શકે છે અને ટૂંક સમયમાં પ્રવાસન ક્ષેત્ર માટે સારો સમય આવશે એવા વિશ્વાસને જીવંત રાખી શકે છે.  આ બાબતને ધ્યાનમાં રાખીને મંત્રાલયે દેખો અપના દેશવેબિનાર સીરિઝ શરૂ કરી છે.


(Release ID: 1614767) Visitor Counter : 171