નીતિ આયોગ

નીતિ આયોગના વાઇસ ચાન્સેલર અને સભ્યો તેમજ EAC-PMના ચેરમેન દ્વારા સ્વેચ્છાએ એક વર્ષ માટે પોતાના વેતનમાં ૩૦%ની કપાત લઈને પીએમ કેર ભંડોળમાં યોગદાન આપ્યું

Posted On: 15 APR 2020 5:03PM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારીને પગલે અને આ રાષ્ટ્રીય આપત્તિ વિરુદ્ધની લડાઈમાં સરકારના પ્રયત્નોમાં સહભાગી થવા માટે નીતિ આયોગના વાઇસ ચાન્સેલર અને સભ્યો દ્વારા તેમજ EAC-PMના ચેરમેન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે તેઓ એક વર્ષ સુધી પોતાના વેતનમાં ૩૦%નો કપાત લેશે.

આ નાણાં પ્રધાનમંત્રીના આકસ્મિક સ્થિતિમાં નાગરિકોને રાહત અને મદદ આપવા માટેના ભંડોળ (PM CARE)માં દાન કરવામાં આવશે.

GP/RP(Release ID: 1614756) Visitor Counter : 118