પંચાયતી રાજ મંત્રાલય

દેશમાં કોરોનાવાયરસનો પ્રસાર અટકાવવા ગ્રામ પંચાયતોએ વિવિધ પગલાં લીધા


ઉત્તમ પ્રણાલિઓમાં વેબસાઈટ, સોશિયલ મિડીયા, પોસ્ટરો અને ભીંત ઉપરનાં લખાણો દ્વારા લોક જાગૃતિ અને ડિસઈન્ફેક્ટન્ટ છાંટીને, સ્થાનિક ધોરણે બનાવાયેલા સુરક્ષા વસ્ત્રો ગામ લોકોમાં વહેંચી કરીને, વિનામૂલ્યે રેશન આપીને તથા જરૂરિયાતમંદ લોકોને આવશ્યક ચીજોની ઘર આંગણે સહાય પહોંચાડવા જેવા પગલાં ભરવામાં આવ્યા છે

Posted On: 14 APR 2020 5:42PM by PIB Ahmedabad

કોરોનાવાયરસ મહામારી સંબંધે ભારત સરકારનું પંચાયતી રાજ મંત્રાલય રાજ્ય સરકારો સાથે ઘનિષ્ઠ સંપર્કમાં રહીને વિવિધ પગલાં ભરી રહી છે. રાજ્ય સરકારોના તથા જિલ્લા તંત્રના ઘનિષ્ઠ સંપર્ક અને માર્ગદર્શન મારફતે એ બાબતને ખાત્રી રાખવામાં આવે છે કે લૉકડાઉનની જે શરતો પાળવાની છે તેનો ભંગ થાય નહીં અને સોશિયલ ડીસ્ટન્સીંગનું ચોકસાઈપૂર્ણ પાલન કરીને કોરોનાવાયરસને ફેલાતો અટકાવવું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

પંચાયતના વ્યક્તિગત સ્તરે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે, જેનું ઉદાહરણ લઈને અન્ય પંચાયતો પણ આવી ઉત્તમ પ્રણાલિઓને અનુસરી શકે છે. આમાંની કેટલીક નીચે મુજબ છેઃ

રાજસ્થાન - રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં સોશિયલ મિડીયા વોટ્સએપ્પ ગ્રુપનો ઉપયોગ ગામડાંના જન સમુદાયમાં જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે. ઠેર ઠેર પોસ્ટરો લગાવીને પાયાના સ્તરે લોકોને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. નિયમિતપણે સ્વચ્છતા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે તથા સોડિયમ હાઈડ્રોક્લોરાઈડનો રોડ ઉપર નિયમિતપણે છંટકાવ હનુમાનગઢ જિલ્લાની મક્કાસર ગ્રામ પંચાયતે કરવામાં આવી રહ્યો છે. ગ્રામ પંચાયત, તેના સભ્યો એટલે કે નાગરિકોને ફેસ માસ્કસનું વિતરણ કરી રહી છે અને ગામ લોકોને જાણ કરવામાં આવે છે તેમની આંખો, નાક અને મોંઢાને સ્પર્શ કરવો નહીં. વારંવાર સાબુથી હાથ ધોવા અને વ્યક્તિગત અંતર જાળવી રાખવું. ગામ લોકોને રેશનની વહેંચણી કરવા ઉપરાંત છૂટા મૂકી દેવાયેલા પશુઓ માટે ઘાસચારો પણ એક સામાજિક સેવા સંગઠન દ્વારા આપવામાં આવી રહ્યો છે.

બિહાર – ઇન્ડો-નેપાળ સરહદથી માત્ર 14 કી.મી. દૂર આવેલા સિંઘવાણી ગ્રામ પંચાયત લોકોને ઉદાહરણરૂપ દાખલો પૂરો પાડી રહી છે. આ ગામમાં વૉલ પેઈન્ટીંગ મારફતે જાગૃતિ પેદા કરવામાં આવે છે.

છત્તીસગઢ – રાજ્યના કંકેર જિલ્લામાં ગ્રામવાસીઓ અને સ્થળાંતર કરીને આવેલા મજૂરોને સોશિયલ ડીસ્ટન્સીંગ અંગે પ્રેરણા આપવામાં આવે છે અને રોગ પ્રસરે નહીં તે માટે કેવા પગલાં લેવા તે અંગે જાણકારી આપવામાં આવે છે. મનરેગા કૃષિ મજૂરો અને કામદારોને પીઆર અધિકારીઓ સોશિયલ ડીસ્ટન્સીંગ અને હાથ ધોવા અંગે જાગૃત બનાવી રહ્યા છે.

તામિલનાડુ- અહીંની કન્નૂર ગ્રામ પંચાયતમાં સેનીટાઈઝેશન કરવામાં આવ્યું છે. રેશન અને આવશ્યક ચીજો મેટુપટ્ટી ગ્રામ પંચાયતમાંથી લેતી વખતે સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવામાં આવે છે. કોઈમ્બતુર જિલ્લાના પોલ્લચી નોર્થ બ્લોકના ગામ વેદાકી પલ્લાયમમાં ડીસઈન્ફેકન્ટનો છંટકાવ કરવામાં આવ્યો છે. તિરૂવલ્લુર જિલ્લાના બ્લોક પુલ્લારમ્બકમ પોઈન્ટમાં દયનિય સ્થિતિમાં જીવતા સમુદાયોને વાહન દ્વારા શાકભાજીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિરૂદુનગર બ્લોકમાં સામુહિક સફાઈ અને ડીસઈન્ફેકશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. થિરૂવન્નામલાઈ જિલ્લાના દરેક મકાનમાં ડીસઈન્ફેકન્ટનો છંટકાવ કરવામાં આવે છે. આ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓને ત્રણ પ્રકારના પીપીઈ કીટસનું વિતરણ કરવામાં આવ્યું છે.

ઓડિશા - લૉકડાઉન દરમિયાન કટક, ભૂવનેશ્વર અને ભદ્રકમાં વંચિત લોકોને વિવિધ ગ્રામ પંચાયતો તરફથી ભોજન પિરસવામાં આવ્યું છે. ભંડારીપોકરી ગ્રામ પંચાયતમાં લાભાર્થીઓને ભોજન સુરક્ષા સહાય તરીકે રૂ.1000નું વિતરણ કરવામાં આવ્યું છે. ભદ્રક ગ્રામ પંચાયત હેઠળના પંચાયત વિસ્તારમાં ઓડીશા ફાયર સર્વિસ મારફતે સેનીટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ‘વધુ રોજગારી, ઓછી ભીડ’ નું સૂત્ર આપીને શાકભાજીના ખેતી કરનાર ખેડૂતો મારફતે ગ્રામ પંચાયતે નજીકના સદર બ્લોકમાં સ્થાનિક જરૂરિયાતો માટે સોશિયલ ડીસ્ટન્સીંગનું ધોરણ જાળવીને વિતરણ કરવામાં આવ્યું હતું. બિલાસપુર જિલ્લાના ભામટા બ્લોકમાં ગ્રામ પંચાયતના સરપંચે લોકોમાં જાગૃતિ પેદા કરવાની કામગીરી બજાવી હતી અને કોરોનાવાયરસનો પ્રસાર રોકવા માટે સુરક્ષાત્મક પગલાં લીધા હતા, તેમજ શાળાઓ, આંગણવાડીઓ, ગ્રામ પંચાયત ઓફિસ, મંદિરો, મકાનો, ગલીઓ વગેરે તથા સરકારી સંસ્થાઓના તમામ મકાનોનું સેનીટાઈઝીંગ કરવાની કામગીરી કરી હતી. મહિલા સરપંચે ગ્રામજનોને માસ્કસ અને સેનીટાઈઝર પૂરાં પાડ્યા હતા તથા સ્થળાંતર કરીને આવેલા મજૂરોને સ્થાનિક યુવકોની મદદથી રેશનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તેલંગણા - સમગ્ર તેલંગણા રાજ્યમાં જિલ્લા સ્તરે જાગૃતિ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ સરપંચો, કોર્પોરેટરો, જિલ્લા પરિષદના સભ્યો, મ્યુનિસિપલ ચેરમેન, તલાટીઓ વગેરેને કોરોનાવાયરસ સંબંધિ પ્રોટોકોલની તાલિમ આપવામાં આવી છે. રંગારેડી જિલ્લાની એસબી પલ્લી ગ્રામ પંચાયતમાં જાહેર સેવા સાથે સંકળાયેલા સ્વયં સેવકો અને સરકારી અધિકારીઓએ ગામમાં પ્રવેશતાં પહેલાં પોતાને તો સેનીટાઈઝ કર્યા હતા. શકરપલ્લી મંડળના અધ્યક્ષે જાતે સીવીને માસ્ક બનાવ્યા હતા અને કોટાપલ્લી ગ્રામ પંચાયતના લોકોને તેનું વિતરણ કર્યું હતું. મેડક જિલ્લાના સાલકરમપેટ ગામના એમપીડીઓએ જે લોકો લૉકડાઉન દરમિયાન બેંક સુધી પહોંચી શકે તેમ ન હતા તેવા લાભાર્થીઓ માટે સીધા પેન્શન વિતરણની કામગીરી બજાવી હતી.

મહારાષ્ટ્ર - મહારાષ્ટ્રમાં સ્થળાંતર કરીને આવેલા મજૂરો પોતાના વતનમાં પગે ચાલીને પાછા જઈ રહ્યા હતા તેમને આશ્રય આપીને ભાત તથા પીવાનું પાણી અધિકારીઓ મારફતે પૂરૂ પાડવામાં આવ્યું હતું.

કર્ણાટક - ઉત્તર કન્નડ જિલ્લાના ભટકલ તાલુકાની જાલી નગર પંચાયતે કેટલીક પ્રશંસાપાત્ર કામગીરી કરી છે. આ નગર પંચાયતે લૉકડાઉન પહેલાં જ સક્રિયતા દાખવીને કોરોનાવાયરસને રોકવા માટે પગલાં લીધા હતા. આ કામગીરી દેશમાં સૌ પ્રથમ કરવામાં આવી હતી. નજીકમાં આવેલો ભટકલ બીચ કે જ્યાં સ્થાનિક લોકો, માછીમારો અને પ્રવાસીઓ સામાન્ય રીતે એકત્ર થતા હોય છે ત્યાં પંચાયતના પ્રમુખે નગરની હદ સીલ કરીને ઓછામાં ઓછા લોકો બીચ ઉપર પહોંચે તે માટેની વ્યૂહરચના અપનાવી હતી. તેમણે પડોશની ગ્રામ પંચાયતને પણ આ પ્રકારની કામગીરી હાથ ધરવા પ્રેરણા અને સહયોગ પૂરો પાડ્યો હતો. તેમણે પત્રિકાઓ છપાવીને લોકોને કોરોનાવાયરસ સામે પ્રતિકારના પગલાં કેવી રીતે લેવા તે અંગે જાણકારી આપી હતી.

લદાખ - કારગીલ જિલ્લાના દ્રાસ બ્લોકની ચૌકિયાર ગ્રામ પંચાયતમાં અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. (આ સ્થળને અત્યંત ઠંડો પ્રદેશ ગણવામાં આવે છે) આ ઉપરાંત લેહ જિલ્લાના ડીસકેટ નૂબરા ગ્રામ પંચાયતમાં આરોગ્યલક્ષી ચેક-અપ કરવામાં આવ્યું હતું અને લદાખમાં કોરોન્ટાઈન સુવિધા ઉભી કરવામાં આવી હતી.

ઝારખંડ - કોડરમા જિલ્લાના દૂર દૂરના ગામોમાં જંગલ વિભાગના કર્મચારીઓએ રેશનની મફત વહેંચણી કરી હતી.

કેરળ - એન્નારકુલમ જિલ્લાના વેદકકેકરા ગ્રામ પંચાયતમાં એક વેબસાઈટ શરૂ કરવામાં આવી છે, જે ઈમર્જન્સી રિસ્પોન્સની કામગીરી માટે પ્લેટફોર્મ તરીકે કામ કરે છ.

આંદામાન અને નિકોબાર ટાપુઓ - સરકારે અહિંયા જે લોકોને ખરેખર સહાયની જરૂર છે તેમને ઓળખીને રાહત સામગ્રી પહોંચાડી છે. આ સામગ્રીમાં શાકભાજી, રેશનની ચીજો, ચિકન, બેકરી પ્રોડક્ટસ અને પીવાના પાણીનો સમાવેશ થાય છે. કેટલાક પરિવારોને તો નાણાંકિય સહાય પણ પૂરી પાડવામાં આવી છે. સમગ્ર ટાપુ પર ઘેર-ઘેર ફરીને સર્વે કરવામાં આવ્યો છે. સ્વયં સેવકો સપ્તાહના સાતેય દિવસ અને ચોવીસે કલાક કામ કરીને લોકોના આરોગ્યનું ધ્યાન રાખે છે. નેઈલ કેન્દ્રા ગ્રામ પંચાયતમાં સેનીટાઈઝેશન કામદારોએ સમગ્ર બજારને સેનીટાઈઝ કર્યું હતું, જેમાં દુકાનો, શાકભાજી બજાર, પંચાયત ભવન અને જાહેર સ્થળોનો સમાવેશ થતો હતો.

ગોવા - સત્તારી (ઉત્તર ગોવા) ના સોનલ ગામના નાગરિકોએ લાકડાંનો એક દરવાજો બનાવ્યો છે. ગામના યુવાનો આ દરવાજે સપ્તાહના સાતેય દિવસ અને ચોવીસે કલાક સેવા આપી રહ્યા છે. ગામની અંદર આવશ્યક ચીજો ઉપલબ્ધ કરવામાં આવી હોવાથી અહિંના નાગરિકોએ બહાર જવું પડતું નથી.

RP

******


(Release ID: 1614538) Visitor Counter : 281