કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય

કોવિડ-19 સામે દેશની લડાઇમાં મદદરૂપ થવા માટે કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલયે બહુવિધ પગલાં લીધા


રાજ્યોને MSDE કૌશલ્ય ઇકોસિસ્ટમ હેઠળ તાલીમ આપવામાં આવેલા 1,75,000 આરોગ્ય ક્ષેત્રના પ્રોફેશનલ્સની માહિતી સોંપવામાં આવી;

ક્વૉરેન્ટાઇન કેન્દ્રો/ આઇસોલેશન વૉર્ડ્સના હેતુઓ માટે રાજ્યોને 33 ફિલ્ડ સંસ્થાઓની સુવિધાનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું

જન શિક્ષણ સંસ્થા દ્વારા અંદાજે 5 લાખ માસ્ક તૈયાર કરાયા

તમામ સંસ્થાઓને કહેવામાં આવ્યું કે લૉકડાઉનના સમય દરમિયાન તેમની સાથે જોડાયેલા તમામ એપ્રેન્ટિસને સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે

Posted On: 14 APR 2020 11:33AM by PIB Ahmedabad

કોવિડ-19 સામે દેશની લડાઇમાં મદદરૂપ થવા માટે વિવિધ હિતધારકો દેશને મુશ્કેલીઓમાંથી બહાર આવવા માટે મદદરૂપ થઇ રહ્યા છે ત્યારે કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય (MSDE) દ્વારા સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે.

  1. MSDEએ વિવિધ રાજ્યોમાં 1,75,000 આરોગ્ય ક્ષેત્રના પ્રોફેશનલ્સના સંપર્કની વિગતો (મોબાઇલ નંબર અને ઇમેલ એડ્રેસ) તમામ મુખ્ય સચિવોનો મોકલી દીધી છે. આ પ્રોફેશનલ્સને MSDE કૌશલ્ય ઇકોસિસ્ટમ અંતર્ગત તાલીમ આપવામાં આવી છે જેઓ આરોગ્ય કર્મચારીઓ, ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન, સામાન્ય ડ્યૂટી આસિસ્ટન્ટ, ફિલેબોટોમી ટેકનિશિયન, ગૃહ આરોગ્ય સહાય ટેકનિશિયન વગેરે છે. તેમની સેવાઓનો ઉપયોગ વિવિધ રાજ્ય દ્વારા કોવિડ-19 માટે આઇસોલેશન અને ક્વૉરેન્ટાઇન ફરજો માટે કરવામાં આવશે. NSDC દ્વારા દરેક રાજ્યમાં નોડલ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ જરૂરિયાત અનુસાર લોકોને કાર્યરત કરવા માટે રાજ્ય વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે.

 

  1. MSDE હેઠળ મહા નિદેશક (તાલીમ) દ્વારા 31 માર્ચ 2020ના રોજના સંદેશાવ્યવહારમાં તમામ મુખ્ય સચિવોને કહેવામાં આવ્યું હતું કે, ક્વૉરેન્ટાઇન કેન્દ્રો/ આઇસોલેશન વૉર્ડ્સ અને હંગામી તબીબી શિબિરો વગેરે માટે રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થા (NSTI) જેવી 33 ફિલ્ડ સંસ્થાઓનો ઉપયોગ કરવામાં આવે. આ ઉપરાંત, રાજ્યોને એવી પણ સલાહ આપવામાં આવી હતી કે તેઓ આ હેતુ માટે પોતાના રાજ્યોમાં આવેલા ITIનો ઉપયોગ આવી સુવિધાઓ માટે કરી શકે છે. કુલ 15,697 ITI છે જેમાંથી 3,055 સરકારી ક્ષેત્રમાં અને 12,642 ખાનગી ક્ષેત્રમાં છે. રાજ્યો દ્વારા નીચે દર્શાવેલા સંસાધનોનો ઉપયોગ કરવાનું પહેલાંથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે:

1. NSTI (W) પાણીપતને આઇસોલેશન વૉર્ડ્સ માટે ઓળખી કાઢવામાં આવ્યું છે (41 ઓરડા અને 16 ટૉઇલેટ).

2. NSTI (W), તિરુવનંતપુરમમાં 19 ઓરડા અને 12 ટૉઇલેટ તેમજ 6 બાથરૂમ છે જે જિલ્લા વહીવટીતંત્રને સોંપવા માટે તૈયાર છે.

3. NSTI કાલીકટમાં 46 ઓરડા અને 16 ટૉઇલેટ તેમજ 14 બાથરૂમ છે જે જિલ્લા વહીવટીતંત્રને સોંપવા માટે તૈયાર છે.

4. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા NSTI લુધિયાણાને વિસ્થાપિત શ્રમિકો માટે 200 વ્યક્તિના આશ્રયસ્થાન તરીકે ઓળખી કાઢવામાં આવ્યું છે.

5. NSTI દહેરાદૂનની હોસ્ટેલને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આઇસોલેશન વૉર્ડ માટે ઓળખી કાઢવામાં આવી છે.

6. NSTI ચેન્નઇની હોસ્ટેલને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આઇસોલેશન વૉર્ડ માટે ઓળખી કાઢવામાં આવી છે.

7. ઓડિશામાં ITI  અને NSTI સિવાય, 38 પોલિટેકનિક અને કોલેજનો ઉપયોગ આઇસોલેશન વૉર્ડ્સ તરીકે થઇ રહ્યો છે.

8. જિલ્લા વહીવટીતંત્ર ઇચ્છે તે પ્રમાણે જરૂરિયાત અનુસાર ઉપયોગમાં લેવા માટે અન્ય NSTI અને ITI તૈયાર છે.

  1. કોવિડ-19નો ફેલાવો રોકવા માટે, MSDE દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અધિકારીઓના દિશાનિર્દેશો હેઠળ જન શિક્ષણ સંસ્થા (JSS)ને માસ્ક તૈયાર કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. વર્તમાન તારીખ સુધીમાં ઉપલબ્ધ માહિતી અનુસાર, 17 રાજ્યોમાં 99 જિલ્લામાં ફેલાયેલા 101 JSS દ્વારા લૉકડાઉનના સમય દરમિયાન તેમના સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર માટે 5 લાખ માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. MSDEના મહા નિદેશક (તાલીમ) દ્વારા 64 ITI અને 18 NSTIની યાદી તમામ મુખ્ય સચિવોને મોકલવામાં આવી છે જેની સેવાઓનો ઉપયોગ માસ્ક તૈયાર કરવા માટે થઇ શકે છે. 18 ITI અને 2 NSTI પહેલાંથી જ માસ્ક તૈયાર કરવામાં જોડાયેલા છે.

 

  1. NSTI દ્વારા આપવામાં આવતી અન્ય સહાયક સેવાઓ નીચે દર્શાવ્યા અનુસાર છે:
    1. NSTI, લુધિયાણા દ્વારા શહેરના સેનિટાઇઝેશન માટે એરો બ્લાસ્ટર મશીન તૈયાર કરવામાં આવ્યું છે અને તે જિલ્લા વહીવટીતંત્રને સોંપવામાં આવ્યું છે.
    2. ડૉ. આંબેડકર મેમોરિયલ ITI (મહારાષ્ટ્રના પૂણે કેન્ટોન્મેન્ટ બોર્ડ દ્વારા સંચાલિત) દ્વારા 6 કોરોના ડિસઇન્ફેક્શન ચેમ્બર તૈયાર કરવામાં આવ્યા છે.
    3. અરુણ પ્રતિમા પાઠક મેમોરિયલ પ્રાઇવેટ લિમિટેડ, જેહાનાબાદ, બિહાર દ્વારા સાર્વજનિક ટનલ સેનિટાઇઝર મશીન તૈયાર કરવામાં આવ્યું છે અને બિહારના જેહાદાબાદમાં જિલ્લા સરકારી હોસ્પિટલ ખાતે આ મશીન લગાવવામાં આવ્યું છે.
    4. ફેસ માસ્ક, સેનિટાઇઝર વિતરણ, સ્થાનિક ગામડાઓનું સેનિટાઇઝેશન, લોકોમાં જાગૃતિના કાર્યક્રમો ચાલી રહ્યા છે.
    5. ITI કાનપુર, કેરળ દ્વારા જિલ્લા વહીવટીતંત્રને તેમની સંસ્થાના વાહનો આપવામાં આવ્યા છે.
  2. MSDE દ્વારા PM CARES ભંડોળમાં તમામ અધિકારી/ સ્ટાફના સભ્યોએ ઓછામાં ઓછો એક દિવસનો પગાર યોગદાન પેટે આપ્યો છે. વધુમાં, રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ કાઉન્સિલ, સેક્ટર સ્કિલ કાઉન્સિલ અને તાલીમ પ્રદાતાઓ દ્વારા CSR ભંડોળ મારફતે યોગદાન આપવામાં આવી રહ્યું છે. પગાર અને CSR દ્વારા કુલ રૂ. 3.23 કરોડનું ભંડોળ યોગદાન પેટે એકત્ર થયું છે. વધુમાં 2022 ITI દ્વારા રૂ. 1.47 કરોડ PM CARES ભંડોળમાં અત્યાર સુધીમાં યોગદાન પેટે આપવામાં આવ્યા છે.

 

  1. MSDE દ્વારા નિયુક્ત અને વૈકલ્પિક વ્યાપાર હેઠળ તમામ સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે, લૉકડાઉનના સમય દરમિયાન તેમની સાથે જોડાયેલા તમામ એપ્રેન્ટિસને પૂરેપૂરું સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવે. આ ઉપરાંત, મંત્રાલય પણ આ હેતુથી સંસ્થાઓને માન્ય દરે વળતર પેટે સ્ટાઇપેન્ડની રકમ ચૂકવશે.

 

  1. મંત્રાલય દ્વારા PMKVY 2016-20 માટે પૂર્વોત્તરના 8 રાજ્યો માટે ઉમેદવારોની નોંધણી કરાવવા માટે તાલીમ પ્રદાતાઓ માટે નોંધણીની તારીખ લંબાવીને 31 મે 2020 કરવામાં આવી છે. વધુમાં, 2019-20ના વર્ષ માટે આપવામાં આવેલા લક્ષ્યમાં તાલીમ આપવાનો સમયગાળો 31 મે 2020થી લંબાવીને 31 ઑગસ્ટ 2020 સુધી કરવામાં આવ્યો છે.

 

  1. અત્યારે ITI બંધ હોવાથી, નીચે દર્શાવેલા પગલાં તાલીમની પ્રક્રિયા માટે લેવામાં આવ્યા છે:
  1. ભારતકૌશલ્ય પોર્ટલ, ક્વેસ્ટ એપ, NIMI વર્ચ્યુઅલ ક્લાસરૂમ વગેરે જેવા ઑનલાઇન સંસાધનો મારફતે તાલીમ ચાલુ છે.
  2. રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન તાલીમાર્થીઓને ઇન્સ્ટ્રક્ટર્સ દ્વારા અસાઇન્મેન્ટ આપવામાં આવ્યું છે.
  3. ઇન્સ્ટ્રક્ટર્સ વૉટ્સએપ ગ્રૂપના માધ્યમથી સતત તાલીમાર્થીઓના સંપર્કમાં છે અને તેમના અસાઇન્મેન્ટ માટે સતત માર્ગદર્શન આપી રહ્યા છે.


(Release ID: 1614345) Visitor Counter : 170