વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

કોવિડ-19 પર વિજ્ઞાન-આધારિત વેબસાઇટ શરૂ થઈ


આ બહુસંસ્થાકીય, બહુભાષી સાયન્સ સંચાર પહેલનું નામ ‘કોવિડજ્ઞાન’ છે

આ સુવિધામાં કેમ્પસ ઇમેલ હેલ્પડેસ્ક, કેમ્પસ મેસેજિંગ સર્વિસ, ફોન હેલ્પલાઇન અને સહકર્મચારી સપોર્ટ લાઇન સામેલ છે

Posted On: 13 APR 2020 6:40PM by PIB Ahmedabad

કોવિડ-19 દ્વારા દેશને મોટો ફટકો પડવાનો ડર છે. આ કટોકટીના સંજોગોમાં દેશના વૈજ્ઞાનિક અને એન્જિનીયર આ રોગચાળાના તમામ પાસાઓને સમજવા માટે એક વિશિષ્ટ સ્તરે ખભેખભો મિલાવીને કામ કરી રહ્યાં છે.

એમાં સામેલ વિષયોમાં નોવેલ કોરોનાવાયરસ (સાર્સ-કોવી-2)નાં સંપૂર્ણ શુદ્ધ વ્યવહારથી લઈને કોરોના ફ્લૂની સંચરણ ક્ષમતા, એની સામે લડાઈને આગળ વધારવાની વ્યૂહરચના, એનું નિદાન, ઇનોવેટિવ ટેકનોલોજી, સામનો કરવા માટે શારીરિક અંતર જાળવવાનું પાસું અને સંચારનું મહત્ત્વપૂર્ણ મૂલ્યાંકન સામેલ છે.

જાહેર ડોમેનમાં આ રોગચાળાના વૈજ્ઞાનિક અને તથ્યાત્મક પાસાઓની જાણકારી મેળવવા માટે કોવિડજ્ઞાન નામની એક બહુ-સંસ્થાગત, બહુભાષીય, વિજ્ઞાન સંચાર પહેલ હાથ ધરવામાં આવી છે.

આ પહેલ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટરલ રિસર્ચ (ટીઆઈએફઆર), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી) અને ટાટા મેમોરિયલ સેન્ટર (ટીએમસી)નો મૌલિક વિચાર છે. આ વિસ્તૃત પ્રયાસમાં અન્ય ઘણી મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ સહભાગી છે, જેમ કે વિજ્ઞાન પ્રસાર, ઇન્ડિયા બાયોસાયન્સ અને બેંગલોર લાઇફ સાયન્સ ક્લસ્ટર (બીએલઆઈએસસી), જેમાં ઇન્સ્ટિય્ટ ફોર સ્ટેમ સેલ સાયન્સ એન્ડ રિજનરેટિવ મેડિસિન (ઇન્સ્ટેમ), સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીક્યુલર પ્લેટફોર્મ (સી-કેમ્પ) અને નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સિસ (એનસીબીસી) પણ સામેલ છે.

આ પહેલનાં એક પરિણામ સ્વરૂપે એક વેબસાઇટનો શુભારંભ થયો છે, જેને 03 એપ્રિલ, 2020ના રોજ લાઇવ કરવામાં આવી છે. કોવિડજ્ઞાન નામની આ વેબસાઇટ કોવિડ-19ના રોગચાળા સામે લડવા માટે સંસાધનોનાં સંગ્રહને એકસાથે લાવવામાં એક હબ સ્વરૂપે પણ કામ કરે છે. આ સંસાધન ભારતમાં જનસમર્થિત સંશોધન સંસ્થાઓ અને સંબંધિત કાર્યક્રમોના માધ્યમથી ઉત્પન્ન થાય છે. અહીંથી પ્રાપ્ત સામગ્રી, રોગ અને એના પ્રસારની સર્વોત્તમ ઉપલબ્ધ વૈજ્ઞાનિક સમજણ પર નિર્ભર કરે છે.

સૂચના એક પ્રામાણિક સ્ત્રોત હોવા ઉપરાંત આ વેબસાઇટનો પ્રારંભિક ઉદ્દેશ જનજાગૃતિ લાવવાનો અને આ બિમારી માટે સમજણ વિકસાવવાનો અને રોગચાળાના પ્રસારને ઓછો કરવા સંભવિત સાધનો માટે એક સંપૂર્ણ દ્રષ્ટિકોણ પ્રદાન કરવાનો છે. આ ઉપરાંત આ કોવિડ-19 સાથે સંબંધિત જાણકારીના મોટા સ્ત્રોત સ્વરૂપે પણ મદદ કરશે. એને સાચી જાણકારી પ્રદાન કરવા માટે બહુપરિમાણીય પાસાઓ સાથે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોની સાથે ઓડિયો/પોડકાસ્ટ સ્વરૂપો, ઇન્ફોગ્રાફિક્સ, પોસ્ટર, વીડિયો, એફએફક્યુ અને મિથબુસ્ટરના માધ્યમથી વાતચીત તથા અહીં સુધી કે વૈજ્ઞાનિક સંશોધનપત્રોના લિન્કને પણ સામેલ કરવામાં આવી છે.

આ વેબસાઇટ જાણકારીથી સંપન્ન હોવાની સાથે વપરાશકર્તાઓ માટે અનુકૂળ છે તેમજ પ્રામાણિક, વિશ્વસનિય અને ભરોસામંદ પણ છે. આ વેબસાઇટ શરૂ થયા પછી વૈજ્ઞાનિક સમુદાય દ્વારા એને ફેસબુક અને ટ્વિટર જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી વ્યાપક સ્વરૂપે એના વિશે જાણકારી આપવામાં આવી છે. એને વધારે બહુમુખી બનાવવા માટે એમાં ઘણી ભારતીય ભાષાઓમાં સામગ્રીઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

વેબસાઇટનું આઈડી છેઃ https://covid-gyan.in

 

આ દરમિયાન અન્ય એક વિશિષ્ટ પહેલ સ્વરૂપે બેંગાલુરુ સ્થિતિ બે મુખ્ય વૈજ્ઞાનિક સંસ્થાઓના વિદ્યાર્થી સ્વયંસેવક-સ્ટેમ સેલ સાયન્સ એન્ડ રિજનરેટિવ મેડિસિન (ઇન્સ્ટેમ) અને નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સિસ (એનસીબીએસ)એ કોવિડ-19 રોગચાળાને લઈને ભય અને ચિંતાઓ દૂર કરવા માટે પોતાના સંકુલોમાં ઘણી આંતરિક સંચાર ચેનલો અને સહાયતા સમૂહોની સ્થાપના કરી છે.

આ સુવિધાઓમાં કેમ્પસ ઈમેલ સહાયતા કેન્દ્ર, કેમ્પસ સંદેશ સેવા, ફોન હેલ્પલાઇન અને સહકર્મચારી સહાયતા લાઇન સામેલ છે, જેનો આગામી વર્ષોમાં પણ કેમ્પસમાં જળવાઈ રહેવાની સંભાવના છે. લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે, યુવા સંશોધનકર્તાઓના સમૂહ દ્વારા વિવિધ સ્વયંસેવક સમૂહોની સ્થાપના કરવામાં આવી છે. સાથે સાથે વિવિધ ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના વૈજ્ઞાનિક પડકારોની સાથે વિશિષ્ટ સંશોધન/પ્રોગ્રામિંગ/ડિઝાઇન કૌશલ્યની પ્રાપ્તિ માટે પણ સતત પ્રયાસ થઈ રહ્યાં છે.

(સંપર્કસૂત્ર – સંપર્ક કાર્યાલય, બેંગલોર લાઇફ સાયન્સ ક્લસ્ટર

અમૃતા ત્રિપાઠી: tripathya@instem.res.in

માહિન અલી ખાન: mahinnak@ccamp.res.in)

 

****


(Release ID: 1614281) Visitor Counter : 242