નીતિ આયોગ

અટલ ઈનોવેશન મિશન, નીતિ આયોગ અને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી)એ સાથે મળીને એટીએલ શાળાઓમાં CollabCAD શરૂ કર્યું


CollabCADથી વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર આધારિત થ્રીડી ડિઝાઈન્સ બનાવી શકશે

Posted On: 13 APR 2020 3:56PM by PIB Ahmedabad

અટલ ઈનોવેશન મિશન, નીતિ આયોગ અને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી)એ આજે સાથે મળીને CollabCAD નામનું સહયોગી નેટવર્ક શરૂ કર્યું છે. આ કોમ્પ્યુટર એનેબલ્ડ સોફ્ટવેર સિસ્ટમ ટુડી ડ્રાફ્ટિંગ અને ડિટેઇલિંગથી થ્રીડી પ્રોડક્ટ ડિઝાઈન સુધીનાં તમામ એન્જિનિયરિંગ સોલ્યુશન પૂરાં પાડશે.
આ પહેલનો ઉદ્દેશ દેશભરની અટલ ટિન્કરિંગ લેબ્સ (એટીએલ)ના વિદ્યાર્થીઓને સર્જનાત્મકતા અને કલ્પનાના મુક્ત પ્રવાહ સાથે થ્રીડી ડિઝાઈન્સ બનાવવા અને તેમાં સુધારા કરવા માટે મજબૂત મંચ પૂરો પાડવાનો છે. આ સોફ્ટવેર દ્વારા વિદ્યાર્થીઓ સ્ટોરેજ અને વિઝ્યુલાઈઝેશન માટે સમાન ડિઝાઈન ડેટાની પહોંચ સાથે તમામ નેટવર્કમાં અને એકસાથે ડેટા તૈયાર કરી શકશે.

દેશભરમાં સ્થપાયેલી એટીએલ બાળકોને તેમના નવતર વિચારો અને રચનાત્મકતાને વધુ નિખારવા માટેનો અવકાશ પ્રદાન કરે છે. એઆઈએમના એનઆઈસી સાથેના સહયોગથી શરૂ કરાયેલું CollabCAD વિદ્યાર્થીઓને થ્રીડી પ્રિન્ટિંગ વાપરવા થ્રીડી મોડેલિંગ અથવા સ્લાઈસિંગ માટે ઘરઆંગણે, ભારતમાં જ બનેલા એક અદ્યતન સોફ્ટવેરનો મજબૂત મંચ આપે છે.

એટીએલ માટે CollabCADનું કસ્ટમાઈઝ્ડ વર્ઝન એવાં ફીચર્સ ધરાવે છે, જે શાલાના વિદ્યાર્થીઓ માટે તેમના વિચારો અને સર્જનાત્મકતાને ભૌતિક સ્વરૂપોમાં ફેરવવા માટે સૌથી વધુ સુસંગત હોય, તેનાથી કોઈ અવરોધ વિના ડિઝાઈન કરી શકાય છે અને એથી, સર્જનાત્મકતા અને નવીનતા વિકસે છે.
CollabCADનો સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન આરંભ કરાવતી વેળાએ નીતિ આયોગના અટલ ઈનોવેશન મિશનના મિશન ડાયરેક્ટર શ્રી આર રમણને જણાવ્યું કે થ્રીડી પ્રિન્ટિંગ, નવી એકવીસમી સદીના નવસંશોધનોનો અભિન્ન હિસ્સો બનશે અને એઆઈએમ, નીતિ આયોગ 5000 જેટલી અટલ ટિન્કરિંગ લેબ્સમાં CollabCAD દ્વારા ડિઝાઈનિંગ સંભવ બનાવીને આ સોફ્ટવેર 25 લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીને ગૌરવ અનુભવે છે.

તેમણે ઉમેર્યું કે CollabCAD ડિઝાઈન મોડ્યુલ તરીકે ઓળખાતા વધુ એક મહત્ત્વના મોડ્યુલના આરંભની જાહેરાત કરતાં મને આનંદ થાય છે. આ એક અદભુત સોફ્ટવેર કેડ સિસ્ટમ છે, જે વિદ્યાર્થીઓ અસંખ્ય થ્રીડી ડિઝાઈન્સ બનાવી શકશે. હું ઈચ્છીશ કે બાળકો તેમની સર્જનાત્મકતા અને કલ્પનાને ખુલ્લી પાંખો આપે અને જ્યારે તેઓ ઘરેથી કામ કરતા હોય તેમજ શાળાઓ સામાન્યપણે ખૂલે તે સમયે એટીએલની લેબ્સમાં ડિઝાઈન બનાવતા હોય ત્યારે આ તકનો ઉપયોગ કરીને મહાન નવીનતાઓ સર્જે.દરમિયાન, એનઆઈસી દેશભરના વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે આ સોફ્ટવેર કેડ સિસ્ટમ મારફતે ડેટાનો વિશાળ સ્રોત પૂરો પાડીને ઓનલાઈન મોડ્યુલ ઉપલબ્ધ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

પોતાના વિચારો વ્યક્ત કરતાં, એનઆઈસીના ડાયરેક્ટર જનરલ ડૉ. નીતા વર્માએ કહ્યું કે આશરે 5000 શાળાઓ, જેમાં અટલ ટિન્કરિંગ લેબ્સ સ્થપાયેલી છે, તેમાં આ મેઇક ઈન ઈન્ડિયા થ્રીડી પ્રોડક્ટ CollabCAD ઉપલબ્ધ કરાવતાં એનઆઈસીને આનંદ થાય છે.

તેમણે જણાવ્યું કે, “આ ઘરઆંગણાની ત્રિ પરિમાણિય કોમ્પ્યુટર દ્વારા સંચાલિત ડિઝાઈન સિસ્ટમ છે, જે વર્ચ્યુઅલ થ્રીડી સ્પેસમાં મોડેલ્સ બનાવવામાં વપરાય છે અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ માટે સંપૂર્ણ પેકેજ બનાવવા દુકાનના ફ્લોર માટે એન્જિનિયરિંગ ડ્રોઇંગ્સ બનાવવા વપરાય છે. વિદ્યાર્થીઓ માટે આ મોડ્યુલ શરૂ કરવા એઆઈએમ, નીતિ આયોગ સાથે સહયોગની અમને તક મળી તે અમારે માટે ગૌરવપૂર્ણ બાબત છે.

ઉપરાંત, હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને દેશભરનાં બાળકો પોતાને ફળદાયી રીતે વ્યસ્ત રાખી શકે તે માટે તેમને સહેલાઈથી શીખી શકાય તેવાં ઉપયોગી સંસાધનો ઉપલબ્ધ બને તે સુનિશ્ચિત કરવા એટીએલ પ્રોગ્રામે ટિન્કર ફ્રોમ હોમઅભિયાન શરૂ કર્યું છે. આ પહેલનો ઉદ્દેશ બાળકોને પોતાની મેળે કરેલી પહેલ દ્વારા શીખવા માટે પ્રોત્સાહન આપીને તેમની સર્જનાત્મકતા અને નવીનતાને વધુ મઠારવાનો છે.

એઆઈએમએ ડેલ ટેકનોલોજીસ અને લર્નિંગ લિન્ક્સ ફાઉન્ડેશન સાથેની ભાગીદારીમાં ગેઇમ ડેવલપમેન્ટ મોડ્યુલનો પણ આરંભ કર્યો હતો. આ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, જ્યાં વિદ્યાર્થીઓ ઘરેથી નવપ્રવર્તનના પ્રયાસો કરે તે દરમિયાન તેમની શીખવાની યાત્રા શરૂ કરી શકે છે. આ પ્લેટફોર્મ દ્વારા તેઓ પોતાની ગેઇમ્સ બનાવતાં શીખી શકે છે અને તેને અન્ય લોકોને મોકલી પણ શકે છે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને રમત રમનારમાંથી રમત બનાવનારમાં પરિવર્તિત કરે છે.

તે જ રીતે, ટિન્કર ફ્રોમ હોમ અભિયાનના ભાગરૂપે CollabCAD અને ગેઇમિંગ મોડ્યુલ શરૂ કરવાથી વિદ્યાર્થીઓ પોતાના ઘરે સલામત જગ્યાએથી શીખવા તેમજ રાષ્ટ્ર નિર્માણની યાત્રામાં પોતાનું યોગદાન આપવા પ્રોત્સાહિત થાય છે.

અટલ ઈનોવેશન મિશન (એઆઈએમ) વિશે નીતિ આયોગના નેજા હેઠળનું અટલ ઈનોવેશન મિશન, નવપ્રવર્તન અને ઉદ્યોગસાહસિકતાના માહોલને પ્રોત્સાહિત કરવાની ભારતની એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. એઆઈએમએ શાળાકીય કક્ષાએ, દેશભરના તમામ જિલ્લાઓમા એએટીએલ સ્થાપ્યાં છે. એઆઈએમએ એટીએલ સ્થાપવા માટે આજ સુધીમાં દેશભરનાં 33 વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી કુલ 14,916 શાળાઓ પસંદ કરી છે.

RP

*****



(Release ID: 1614170) Visitor Counter : 201