ગ્રામીણ વિકાસ મંત્રાલય
સ્વ-સહાય જૂથની મહિલાઓ સંચાલિત સામુદાયિક રસોડા કોરોનાવાયરસને કારણે થયેલા લૉકડાઉનમાં સમાજના અત્યંત ગરીબ અને ગ્રામીણ વિસ્તારોમાં દયનીય જીવન જીવતા લોકોને ભોજન પૂરૂ પાડી રહ્યાં છે
દેશભરનાં સ્વ-સહાય જૂથો વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરીને આવશ્યક સેવાઓ સતત ચાલુ રહે તેની ખાતરી રાખી રહ્યાં છે. મહિલાઓ પ્રથમ હરોળના આરોગ્ય કર્મીઓની સાથે મળીને બાળકો, કિશોરો તથા માતાના આરોગ્ય તેમજ પોષણ સંબંધી કામગીરીઓમાં સહાય કરે છે
Posted On:
13 APR 2020 1:11PM by PIB Ahmedabad
કોરોનાવાયરસની વૈશ્વિક મહામારીના પરિણામે સમગ્ર દેશમાં લૉકડાઉન લાદવામાં આવ્યો છે. તેને કારણે મોટી સંખ્યામાં લોકો ભૂખનો ભોગ બન્યાં છે. આ અભૂતપૂર્વ મહામારીમાં જેમને અત્યંત વિપરિત અસર થઈ છે તેમાં દરરોજ મજૂરી કરીને પેટીયુ રળતા મજૂરો, સ્થળાંતર કરતા મજૂરો, ઘર વગરના લોકો, ગરીબો તથા અને હરતા ફરતા લોકોનો સમાવેશ થાય છે. આવા જરૂરિયાત ધરાવતા લોકોને ભોજન પૂરૂ પાડવા માટે સામુદાયિક રસોડાં એક અનુભવ આધારિત ઉપાય પૂરવાર થઈ રહ્યો છે. સામુદાયિક રસોડાં ઉભાં કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ જે લોકોને પોસાતુ નથી તેવા લોકોને સસ્તુ અને પોષક ભોજન પૂરૂ પાડવાનો છે. સ્વ-સહાય જૂથો (SHG)નુ નેટવર્ક દરેક ગામમાં હોય છે અને તે સ્થાનિક સ્વરાજની સંસ્થા સાથે જોડાયેલાં હોય છે. સામુદાયિક રસોડાના સંચાલનમાં અને તેને ચલાવવા માટે તે મહત્વનુ પરિબળ બની રહ્યાં છે. કોમ્યુનિટી કીચન અથવા તો અથવા તો દીદી કાફે તરીકે ઓળખાતાં આવાં 10,000 રસોડાં બિહાર, ઝારખંડ, કેરાલા, મધ્ય પ્રદેશ, અને ઓડિશા જેવા પાંચ રાજ્યો તેમજ અન્ય કેટલાંક રાજ્યોમાં ઉભાં કરવામાં આવ્યાં છે. આ રસોડાં અલગ અલગ 75 જિલ્લામાં ફેલાયેલાં છે અને અને આશરે 70,000 ગરીબ અને જરૂરિયાત ધરાવતી વ્યક્તિઓને દરરોજ બે વખત ભોજન પૂરૂ પાડી રહ્યાં છે. અન્ય રાજ્યોમાં પણ આવાં નવાં રસોડાં શરૂ થઈ રહ્યાં છે. કેરળ એ કોરોનાવાયરસના મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ ધરાવતુ રાજય છે. સ્વ-સહાય જૂથો કુદુંબશ્રી સ્થાનિક સંસ્થાઓની સહાયથી સામુદાયિક રસોડુ ચલાવી રહી છે. એનો લાભ સ્થળાંતર કરીને આવેલા મજૂરો તથા ગરીબીનો ભોગ બનેલા લોકો લઈ રહયા છે. અહીં સ્વ-સહાય જૂથે જે પાયાનુ મેનુ તૈયાર કર્યુ છે તેમાં ઘી રાઈસ અને ચીકન કરીનો સમાવેશ થાય છે. ભોજન તૈયાર થઈ જાય તે પછી કોમ્યુનિટી કીચનમાં આ ભોજનનાં નાનાં પેકેટ તૈયાર કરવામાં આવે છે અને તેને ગ્રામીણ સમુદાયો માટે મોકલવામાં આવે છે. જે લોકોને હોમ ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવ્યાં હોય છે તેમને પણ આ રસોડાંમાંથી પોષક ભોજન પૂરૂ પાડવામાં આવી રહ્યુ છે. ત્રિપુરામાં કોમ્યુનિટી કિચન માટે ત્રિપુરા સરકારે રસોઈનો બિઝનેસ સાથે સંકળાયેલી મહિલાઓના જૂથ અથવા મોટા પ્રમાણમાં રસોઈ કરવાનો અનુભવ ધરાવતાં હોય તેવા સ્વ-સહાય જૂથોને કોન્ટ્રાક્ટ આપ્યો છે. અરૂણાચલ પ્રદેશમાં સ્વ-સહાય જૂથોની મહિલાઓએ વહિવટી તંત્ર પાસે રોકડ રકમ જમા કરાવી છે. આ મહિલાઓ કોરોનાવાયરસને કારણે લૉકડાઉનમાં ફરજ બજાવતા પોલિસ કર્મચારીઓને, સવારનો નાસ્તો, બપોરે ભોજન તથા ચા અને નાસ્તો પૂરો પાડી રહ્યાં છે. આ ઉપરાંત આ મહિલાઓ તેમને વિના મૂલ્યે માસ્ક અને ચાવલ-સબ્જી પૂરી પાડી રહી છે. ઓડિશા માં 6 લાખ મિશન શક્તિ સ્વ-સહાય જૂથોની આશરે 70 લાખ મહિલાઓ જરૂરિયાત મંદ લોકોને સહાય માટે સાથે મળીને કામ કરી રહી છે અને તેમને સૂકો નાસ્તો, કરિયાણુ, અને રાંધેલુ ભોજન સામુદાયિક રસોડામાંથી પૂરૂ પાડી રહી છે. મિશન શક્તિ કોમ્યનિટી કિચન મારફતે આશરે 45,000 લોકનો ભોજન પુરૂ પાડવામાં આવે છે. ઝારખંડ સરકારે રાજ્યમાં તાતી જરૂરિયાત ધરાવતા લોકો, દિવ્યાંગો, બાળકો તથા ગરીબમાં પણ ગરીબ હોય તેવા પરિવારના લોકોને વિના મૂલ્યે ભોજન પૂરૂ પાડવા માટે મુખ્યમંત્રી દીદી કીચન (MMDK) ચાલુ કર્યુ છે. હાલમાં રાજ્યમાં આશરે 4185 જેટલી પંચાયતો મારફતે લગભગ એટલી જ સંખ્યામાં કોમ્યુનિટી કિચન ચાલી રહ્યાં છે. જમ્મુ અને કાશ્મીરમાં સ્વ-સહાય જૂથોનુ નેટવર્ક સથળાંતર કરીને આવેલા અને આફતનો સામનો કરી રહેલા લોકોના સતત સંપર્કમાં છે અને તેમેની જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવી રહી છે. લૉકડાઉન વચ્ચે જરૂરિયાતમંદ લોકોને પોષણ અને આરોગ્ય માટેની આવશ્યક સેવાઓ જળવાઈ રહે તેની ખાતરી સ્વ-સહાય જૂથોની મહિલાઓ રાખી રહી છે. “ઘરે રહો, સલામત રહો” સૂત્રને સાકાર કરવુ હોય તો આવશ્યક માલ સામાન અને સેવા ઘરની નજીકમાં અથવા તો ઘર આંગણે મળી રહે તેવી વ્યવસ્થા કરવી જરૂરી બને રહે છે. આ જરૂરને સમજીને સમગ્ર દેશનાં સ્વ-સહાય જૂથોએ ફરજીયાત જાળવવાના સામાજિક અંતરના નિયમનુ પાલન કરતા રહીને વિવિધ કામગીરી હાથ ધરી આવશ્યક સેવાઓના પ્રવાહનુ સાતત્ય જાળવી રાખ્યું છે. આવી કામગીરીમાં ‘ રેડી ટુ ઈટ’ ટેક હોમ રેશનનુ ઉત્પાદન તથા ઘર આંગણે ડ્રાય રેશન તાજાં શાકભાજીની ડિલીવરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માસિક ધર્મ વખતે સર્વિસ તથા એનઆરએલએમ આજીવિકા ગ્રામિણ એક્સપ્રેસ યોજના (AGEY) નો ઉપયોગ પણ વિવિધ કામો હાથ ધરવા માટે કરાઈ રહ્યો છે. ઈલેકટ્રીક વાહન તથા અન્ય વાહનો વડે “વેજીટેબલ ઓન વ્હીલ્સ”, “ફલોટીંગ સુપર માર્કેટ” જેવી વ્યવસ્થાઓ કરીને સ્વ-સહાય જૂથ દીદીની મહિલાઓ પડકારજનક સમયમાં આ બધી સર્વિસીસ પૂરી પાડી રહી છે. આ બધી યોજનાઓ વડે તે પાંચ વર્ષથી ઓછી વય ધરાવતાં બાળકો, સગર્ભા મહીલાઓ, બાળકને સ્તનપાન કરાવતી મહીલાઓ તથા દયનીય સ્થિતિ ધરાવતા સુધી પહોંચી રહી છે અને તેમની જરૂરિયાતો પૂરી કરી રહી છે. જાહેર વિતરણની દુકાનોએ ભીડ થાય નહી તે માટે સ્વ-સહાય જૂથની મહિલાઓ કાર્ડ હોલ્ડરના કાર્ડ એકત્ર કરીને તેમના બદલે રાશન એકત્ર કરી ઘર સુધી પહોંચાડી રહી છે. એનઆરએલએમમાં સામુદાયિક સંસ્થાઓ માટે ગરીબ અને દયનીય સ્થિતિમાં જીવતા લોકોની તકલીફો ઘટાડવા માટેના ભંડોળ (VRF) ની જોગવાઈ કરેલી હોય છે. સામુદાયિક સંસ્થાઓ આ પ્રકારના ભંડોળનો ઉપયોગ કરીને આસામ, અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, ત્રિપુરા અને સિક્કિમ જેવા મોટા ભાગના ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં વિવિધ આહાર, ખાદ્યતેલ, અને નહાવા તથા કપડા ધોવાના સાબુ જેવા વ્યક્તિગત સ્વચ્છતા માટેની પ્રોડકટસના કીટ તૈયાર કરવામાં આવે છે અને તે ગામના ગરીબ પરિવારોને વહેંચવામાં આવે છે. ઓડીશા અને છત્તીસગઢમાં સ્વ-સહાય જૂથો દયનિય સ્થિત ઘટાડવા માટેના આ ભંડોળનો કિશોરીઓને પૂરતી સંખ્યામાં સ્વચ્છ સેનેટરી પેડ મળી રહે તે માટે કરે છે. બિહાર, ઓડિશા, અને છત્તીસગઢમાં એસએલઆરએમની સંગઠીત મહિલાઓએ પ્રથમ હરોળના આરોગ્ય કર્મચારીઓના સહયોગથી બાળકો, સગર્ભા મહિલાઓ અને પોસ્ટ નેટલ કેર માટે વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત આઈએફએ માઈક્રોન્યુટ્રિએન્ટ ટેબલેટસ પણ આપવામાં આવે છે. આ રાજ્યોમાં મહિલાઓએ 2118 સ્વ-સહાય જૂથની રચના કરી છે. અને તે પોતાના સમુદાયની 4130 સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ સુધી પહોંચીને તેમની કુપોષણ સહિતની તકલીફો દૂર કરી છે. આ મહિલાઓ સમાજ માટે જવાબદાર બનીને વિવિધ સર્વિસ પૂરી પાડતા રહીને કોરોનાવાયરસ સામેની લડાઈમાં સમર્પણ અને ત્યાગની ઉંડી ભાવનાથી પોતાનુ યોગદાન આપી રહી છે. . GP/RP
(Release ID: 1614029)
Visitor Counter : 375