વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

કોરોનાવાયરસને લડત આપવા આસામની ગ્રામીણ મહિલાઓએ હેન્ડ સેનેટાઈઝર જેવા ઉત્પાદનો અને માસ્ક ઘરે તૈયાર કર્યા

Posted On: 13 APR 2020 11:16AM by PIB Ahmedabad

સીએસઆઈઆર - નોર્થ ઈસ્ટ ટેકનોલોજી પાર્કના નેજા હેઠળ કાર્યરત, જોરહટના રૂરલ વુમન ટેકનોલોજી પાર્કે (RWTP) વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)ના સીડ ડિવિઝનના સહયોગથી ગ્રામીણ મહિલાઓને હેન્ડ સેનેટાઈઝર્સ, હોમમેડ માસ્ક અને પ્રવાહી ડીસઈનફેકટન્સ બનાવડાવ્યા છે, જે આ વિસ્તારનાં નજીકનાં ગામોના ગરીબ લોકોને કોરોનાવાયરસ સામેની લડતમાં સહાય માટે વિના મૂલ્યે આપવામાં આવી રહ્યાં છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)ના પ્રૉ. આશુતોષ શર્માએ જણાવ્યું હતું કે, “કોરોનાવાયરસ જેવા પડકારનો સામનો કરવા માટે સમુદાયનો મજબૂત સહયોગ જરૂરી બને છે. સ્વ-સહાય જૂથો અને સમર્પિત સ્વૈચ્છિક સંસ્થાઓ હાલની સ્થિતિ વચ્ચે જાગૃતિ પેદા કરવા માટે તથા સુસંગત ઉપાયો હાથ ધરવા માટે ખૂબ જ મહત્વનાં સાધન બનીને તથા ટેકનોલોજીનો ઓછો ઉપયોગ થતો હોય તેવાં માસ્ક અને ડિસઈન્ફેકટન્ટ બનાવવામાં અને વહેંચવામાં ખૂબ જ ઉપયોગી નિવડે છે.”

આ વિસ્તારની ગ્રામીણ મહિલાઓને પરંપરાગત ‘ગમોચા’ (આસામનો પરંપરાગત સુતરાઉ ટુવાલ) માંથી રૂરલ વુમન ટેકનોલોજી પાર્કે મારફતે ઘેર બેઠાં માસ્ક બનાવવાની તાલિમ આપવામાં આવી છે. ઘરે બનાવવાનાં માસ્કની ડિઝાઈન નક્કી કર્યા પછી આશરે 150 ગમોચા ખરીદવામાં આવ્યા હતા અને સિવવાના બે સંચાની વ્યવસ્થા કરવામાં આવી હતી. (એક ગમોચામાંથી 6 હોમમેડ માસ્ક બનાવામાં આવ્યા હતાં.)

એવી દરખાસ્ત કરવામાં આવી છે કે દરેક મહિલાને માસ્ક દીઠ રૂ. 15 આપવામાં આવે. આ ઉપરાંત 200 લીટર ડિસઈન્ફેકટન્ટનુ ઉત્પાદન કરવામાં આવ્યું છે. ડેટોલ, ઈથોનોલ, ગ્લિસીરીન જેવાં ડિસઈન્ફેકટન્ટ બનાવવા માટે કાચા માલની ખરીદી કરવામાં આવી છે. આ ડિસઈન્ફેકટન્ટ પણ નજીકના ગામોમાં વસતા પરિવારોના સભ્યો અને ગરીબ લોકોને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. 

24 માર્ચના રોજ રૂરલ વુમન ટેકનોલોજી પાર્કે (RWTP) બંધ કરવામાં આવ્યો તે પહેલાં સામેલ થયેલી મહિલાઓએ 50 લીટર હેન્ડ સેનેટાઈઝર અને 160 લીટર લિકવિડ ડિસઈન્ફેકટન્ટનુ ઉત્પાદન કર્યું હતું. જેની વહેચણી આ કામગીરીમાં જોડાયેલી 60 મહિલાઓ તથા તેમના પરિવારોને કરવામાં આવી હતી. રૂરલ વુમન ટેકનોલોજી પાર્કેના સભ્યોએ કોરોનાવાયરસ અંગે આસામીઝ ભાષામાં પોસ્ટર્સ અને પત્રિકાઓ પણ તૈયાર કરી છે. એમાં જણાવવામાં આવ્યુ છે કે વર્તમાન પરિસ્થિતિમાં કોરોનાનો પ્રસાર રોકવા શું કરવુ અને શુ ના કરવુ જોઈએ. કોરોનાવાયરસને રોકવા માટે કેવાં સાવચેતીનાં પગલાં લેવાં જોઈએ. 

 વધુ માહિતી માટે કૃપયા સંપર્ક કરો:
•    શ્રી જતીન કાલિટા પ્રિન્સિપલ સાયન્ટીસ્ટ, સીએસઆરઆઈ-એનઈઆઈએસટી, જોરહટ, 
ઈ-મેઈલ -kalitajk74[at]gmail[dot]com, મોબાઈલ : +91-9435557824
•    ડૉ. ઈન્દુ પૂરી, સાયન્ટીસ્ટ “F”, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, indub.puri[at]nic[dot]in, 
મોબાઈલ : 9810557964
 
GP/RP



(Release ID: 1613899) Visitor Counter : 178