સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

કેવીઆઇસીએ ડબલ લેયરના ખાદીના માસ્ક વિકસાવ્યાં; મોટી સંખ્યામાં ઓર્ડર્સ મેળવ્યાં


કેવીઆઇસી જમ્મુ અને કાશ્મીરને ટૂંક સમયમાં 7.5 લાખ માસ્કનો પુરવઠો પૂરો પાડશે

કેવીઆઇસીના ચેરમેને કેવીઆઇસી કેન્દ્રોને જિલ્લા કલેક્ટરોને 500 માસ્ક નિઃશુલ્ક આપવાની અપીલ કરી

Posted On: 12 APR 2020 5:31PM by PIB Ahmedabad

ખાદી અને કુટિર ઉદ્યોગ પંચ (કેવીઆઇસી)એ ડબલ લેયરના ખાદીના માસ્ક સફળતાપૂર્વક વિકસાવ્યાં છે અને મોટી સંખ્યામાં એનો પુરવઠો પૂરો પાડવા માટે ઓર્ડર મેળવ્યાં છે. પોતાની સફળતામાં વધારો કરતા કેવીઆઇસીએ તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર સરકાર પાસેથી 7.5 લાખ ખાદી માસ્કનો પુરવઠાનો ઓર્ડર મેળવ્યો હતો, જેમાંથી એકલા 5 લાખ માસ્કનો પુરવઠો જમ્મુ જિલ્લાને પૂરો પાડવામાં આવશે, 1.40 લાખ માસ્ક ફુલવામા જિલ્લાને આપવામાં આવશે, એક લાખ માસ્ક ઉધમપુર જિલ્લાને અને 10,000 કુપવાડા જિલ્લાને આપવામાં આવશે. આ માસ્ક 20 એપ્રિલ સુધીમાં આ જિલ્લાઓનાં ડેવલપમેન્ટ કમિશનરને સહાય કરવા માટે પૂરા પાડવામાં આવશે. કોટનનાં પુનઃઉપયોગ કરી શકાય એવા આ માસ્ક 7 ઇંચ (લંબાઈ) બાય 9 ઇંચ (પહોળાઈ)ના છે, જેમાં ત્રણ પ્લેટ છે, બાંધવા માટે ખૂણા પર ચાર પટ્ટી છે.

કેવીઆઇસીના ચેરમેન શ્રી વી કે સક્સેનાએ કહ્યું હતું કે, “કેવીઆઇસીએ આ માસ્કનું ઉત્પાદન કરવા માટે બે લેયરની ખાદીનો ઉપયોગ કર્યો છે, કારણ કે એનાથી 70 ટકા ભેજ અંદર જળવાઈ રહે છે, ત્યારે એમાંથી હવા સરળતાપૂર્વક પસાર થાય છે. એટલે આ શ્રેષ્ઠ માસ્ક સરળતાપૂર્વક ઉપલબ્ધ થશે, જે ફેસ માસ્કનાં વિકલ્પ સ્વરૂપે ખિસ્સામાં રાખી પણ શકાશે.”

શ્રી સક્સેનાએ જણાવ્યું હતું કે, “આ માસ્ક વધારે વિશેષ છે, કારણ કે તેઓ હાથથી વણેલી ખાદીના કાપડમાંથી બનેલા છે, જેમાંથી શ્વાસ લેઈ શકાય છે, એનો પુનઃઉપયોગ સરળતાપૂર્વક કરી શકાય છે. વળી આ માસ્ક ધોઈ શકાય છે અને બાયોડિગ્રેટેડબલ પણ છે.”

અત્યારે જમ્મુ નજીક નગ્રોટ્ટામાં ખાદી સ્ટિચિંગ સેન્ટર માસ્ક સ્ટિચિંગ સેન્ટરમાં પરિવર્તિત થઈ ગયું છે, જે દરરોજ 10,000 માસ્કનું ઉત્પાદન કરે છે, ત્યારે બાકીનાં ઓર્ડર્સ શ્રીનગરમાં અને એની આસપાસ સ્થિત સ્વયં સહાય જૂથો (એસએચજી) અને ખાદી સંસ્થાઓમાં વહેંચી દેવામાં આવ્યાં છે.

એક મીટર ખાદીમાં બે સ્તર ધરાવતા 10 માસ્ક બનશે. 7.5 લાખ માસ્ક બનાવવા માટે આશરે 75,000 મીટર ખાદીનો ઉપયોગ થશે. એનાથી ખાદીના કારીગરોની આજીવિકાની તકોમાં વધારો થશે. જમ્મુ અને કાશ્મીરની ખાદી સંસ્થાઓ ઊનમાંથી કાપડ બનાવે છે એટલે માસ્ક બનાવવા કોટન હરિયાણા અને ઉત્તરપ્રદેશની સંસ્થાઓ પાસેથી ખરીદવામાં આવ્યું છે અને જિલ્લા વહીવટીતંત્ર પાસેથી વિશેષ મંજૂરી મેળવીને એને જમ્મુ અને કાશ્મીરમાં મોકલવામાં આવ્યું છે.

દરમિયાન સમગ્ર દેશમાં સ્થાનિક વહીવટીતંત્રને ટેકો આપવા કેવીઆઇસીનાં ચેરમેન દ્વારા તમામ ખાદી સંસ્થાઓને સંબંધિત જિલ્લાઓના જિલ્લા કલેક્ટરને ઓછામાં ઓછા 500 માસ્ક ફ્રીમાં આપવાની વિનંતી કરી છે, જેથી એનો ઉપયોગ કરી શકાય અને માસ્કને માગને પૂર્ણ કરવામાં મદદ મળે. કેવીઆઇસી 2400 સક્રિય ખાદી સંસ્થાઓ ધરાવે છે અને આ કામગીરીથી દેશમાં 12 લાખ માસ્ક પ્રદાન થશે. આ અપીલ પછી ઘણી ખાદી સંસ્થાઓએ જિલ્લા કલેક્ટરને 500 માસ્ક પ્રદાન કરવાની કામગારી શરૂ કરી છે. શ્રી સક્સેનાએ વધુમાં ઉમેર્યું હતું કે, “કોરોના રોગચાળા સામે લડવા ચહેરા પર માસ્ક અતિ આવશ્યક અને મહત્ત્વપૂર્ણ સામગ્રી છે. આ માસ્ક ડીટી ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યાં છે, જે ભારતનું એકમાત્ર સોલ્યુશન છે, જે ગુણવત્તા પૂર્ણ કરે છે અને વધારે માગને પૂરી કરી શકે છે, ત્યારે તબીબી માર્ગદર્શિકાઓને સચોટતાપૂર્વક પૂર્ણ કરે છે.”

GP/RP



(Release ID: 1613683) Visitor Counter : 214