રસાયણ અને ખાતર મંત્રાલય

પ્રધાનમંત્રી જનૌષધિ કેન્દ્રના લોકો કોરોના યોદ્ધા તરીકે કામ કરી રહ્યાં છેઃ માંડવિયા

Posted On: 12 APR 2020 5:21PM by PIB Ahmedabad

કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે, હાલનાં મુશ્કેલ સ્થિતિસંજોગોમાં પ્રધાનમંત્રી જનૌષધિ કેન્દ્રો (પીએમજેએકે)નાં લોકો કોરોના યોદ્ધા તરીકે કામ કરી રહ્યાં છે અને દેશની સેવા કરી રહ્યાં છે.

મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, દેશભરમાં 6300 જનૌષધિ કેન્દ્રો પર વાજબી કિંમતે દવાઓ ઉપલબ્ધ છે એ સુનિશ્ચિતતા કરવામાં આવી છે.

શ્રી માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલની સ્થિતિમાં યુદ્ધનાં ધોરણે વેરહાઉસ રાતદિવસ કામ કરી રહ્યાં છે.

કોવિડ-19નાં પ્રસારને કારણે સમગ્ર દેશમાં લાગુ લોકડાઉન દરમિયાન પ્રધાનમંત્રી ભારતીય જનૌષધિ કેન્દ્રોના ફાર્માસિસ્ટો દેશનાં સામાન્ય નાગરિકોને વાજબી કિંમતે ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ પૂરી પાડે છે.

અત્યારે સમગ્ર દેશમાં 726 જિલ્લાઓમાં 6300થી વધારે પીએમજેએકે છે કાર્યરત છે.

પ્રધાનમંત્રી ભારતીય જનૌષધિ પરિયોજના (પીએમબીજેપી) યોજનાનું સંચાલન ભારત સરકારનાં રસાયણ અને ખાતર મંત્રાલયનો ફાર્માસ્યુટિકલ્સ વિભાગ કરે છે, જેનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમાં કોઈ પણ વ્યક્તિને ગુણવત્તાયુક્ત અને વાજબી દવાઓ પૂરી પાડવાનો છે.

વાજબી કિંમતની દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા ગુરુગ્રામમાં એક સેન્ટ્રલ વેરહાઉસ, ગૌહાટી અને ચેન્નાઈમાં બે પ્રાદેશિક વેરહાઉસ તથા આશરે 50 વિતરકો તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે. દવાઓના પુરવઠા પર નિયંત્રણ જાળવવા માટે મજબૂત એસએપી આધારિત એન્ડ ટૂ એન્ડ પોઇન્ટ ઓફ સેલ્સ સોફ્ટવેર સ્થાપિત કરવામાં આવ્યું છે. મોબાઇલ એપ્લિકેશન “જન ઔષધિ સુગમ” સામાન્ય જનતા માટે ઉપલબ્ધ છે, જે નજીકના જનૌષધિ કેન્દ્ર વિશે જાણકારી આપે છે અને દવાઓની કિંમત સાથે ઉપલબ્ધતા વિશે માહિતી આપે છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર અને આઇ-ફોન સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે.

લોકડાઉનના સમયગાળામાં પ્રધાનમંત્રી ભારતીય જનૌષધિ પરિયોજના (પીએમબીજેપી) કોરોનાવાયરસથી લોકોનું રક્ષણ કરવામાં મદદ કરવા તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતીપ્રદ પોસ્ટ દ્વારા જાગૃતિ પણ લાવી રહ્યાં છે. તમે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ વગેરે પર @pmbjpbppi અમને ફોલો કરીને અપડેટ મેળવી શકશો.
GP/RP
 



(Release ID: 1613668) Visitor Counter : 194