પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય

અંદાજે 85 લાખ PMUY લાભાર્થીઓએ એપ્રિલ 2020માં LPG સિલિન્ડર મેળવ્યા


આવશ્યક સેવા પૂરી પાડવા અને કોવિડ-19 સામે દેશની લડાઇમાં સહકાર આપવા માટે LPG સિલિન્ડર ડિલિવરીની પૂરવઠા સાંકળમાં જોડાયેલા લોકો અવિરત કામ કરી રહ્યા છે

Posted On: 12 APR 2020 1:50PM by PIB Ahmedabad

કોવિડ-19 સામે આર્થિક પ્રતિક્રિયાના ભાગરૂપે ભારત સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબલક્ષી વિવિધ પહેલ હાથ ધરવાની જાહેરાત કરી છે. કોરોનાવાયરસના કારણે ઉભા થયેલા આર્થિક વિક્ષેપોમાં ગરીબોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે દૂર કરવાના આશયથી આ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. આ યોજના અનુસાર, એપ્રિલથી જૂન 2020 દરમિયાન ત્રણ મહિના સુધી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મફત LPG સિલિન્ડર આપવામાં આવશે.

અત્યાર સુધીમાં, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 7.15 કરોડ PMUY લાભાર્થીઓના ખાતામાં PMGKY હેઠળ મફત LPG સિલિન્ડરની ડિલિવરી લેવા માટે રૂ. 5,606 કરોડ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. લાભાર્થીઓ દ્વારા આ મહિને 1.26 કરોડ સિલિન્ડરનું બુકિંગ કરવામાં આવ્યું છે જેમાંથી 85 લાખ સિલિડન્ડર PMUYના લાભાર્થીઓને ડિલિવર કરવામાં આવ્યા છે.

દેશમાં LPGના 27.87 કરોડ સક્રિય ગ્રાહકો છે જેમાંથી 8 કરોડથી વધુ PMUY લાભાર્થીઓના ખાતા છે. લૉકડાઉનથી અત્યાર સુધીમાં 50 થી 60 લાખ સિલિન્ડરની ડિલિવરી સમગ્ર દેશમાં દરરોજ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં લૉકડાઉનનો અમલ છે અને લોકો તેમના ઘરે સલામત રહે તે માટે LPGના ડિલિવરી બોય અને LPGની સંપૂર્ણ પૂરવઠા સાંકળના તમામ કર્મચારીઓ લોકોને તેમના ઘરે સ્વચ્છ ઇંધણ પહોંચાડવા માટે અવિરત મહેનત કરી રહ્યા છે.

પર્વતીય પ્રદેશોથી માંડીને પાણીવાળા વિસ્તારો અને રણોમાં આવેલા નાના ગામડાઓથી માંડીને જંગલમાં આવેલી વસાહતો સુધી, કોરોનાવાયરસ સામેના યોદ્ધાઓ અડગ રીતે તેમની ફરજ નિભાવી રહ્યા છે અને સમયસર ડિલિવરી પહોંચાડી રહ્યા છે. કસોટીના સમયમાં પણ, મોટાભાગના સ્થળોઓ સિલિન્ડરની ડિલિવરીનો પ્રતિક્ષા સમય 2 દિવસથી ઓછો છે. IOCL, BPCL અને HPCL જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એક વખતના વિશેષ પગલાંરૂપે, LPG ડીલરશીપમાં શોરૂમનો સ્ટાફ, ગોડાન-કીપર, મિકેનિક્સ અને ડિલિવરી બોય સહિત ફરજ નિભાવતા કોઇપણ કર્મચારીને દુર્ભાગ્યવશ કોવિડ-19ની અસરના કારણે ચેપ લાગે અને મૃત્યુ થાય તો રૂપિયા 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 31.03.2020 સુધીમાં LPG જોડાણ લગાવેલું હોય તેવા તમામ ગ્રાહકો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ લાભ લેવા માટે યોગ્યતા ધરાવે છે. આ યોજનાની શરૂઆત 1 એપ્રિલ 2020થી થઇ છે અને 30 જૂન 2020 સુધી ચાલશે. આ યોજના અંતર્ગત, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ગ્રાહકના પેકેજ અનુસાર 14.2 કિલો અથવા 5 કિલોના એક રીફિલની RSP જેટલી રકમ PMUY ગ્રાહકના લિંક કરેલા બેંક ખાતામાં અગાઉથી જ ટ્રાન્સફર કરી દે છે જેથી ડિલિવરી વખતે તેઓ આ રકમ ચુકવીને પોતાનું સિલિન્ડર મેળવી શકે.

GP/RP

*******



(Release ID: 1613627) Visitor Counter : 336