રેલવે મંત્રાલય

ભારતીય રેલવેએ 1 મિલિયનથી વધારે જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ગરમાગરમ ભોજનનું વિતરણ કર્યું


કોવિડ-19ને કારણે લૉકડાઉન દરમિયાન 313 સ્થળો પર ભોજનનું નિઃશુલ્ક વિતરણ

IRCTC, RPF, ઝોનલ રેલવે અને GRPએ એનજીઓ સાથે જોડાઈને નિઃશુલ્ક ભોજન પૂરું પાડવાના પડકારને ઝીલી લીધો

Posted On: 11 APR 2020 2:59PM by PIB Ahmedabad

રેલવેની આઇઆરસીટીસી, આરપીએફ, ઝોનલ રેલવેઝ અને અન્ય જેવી ઘણી સંલગ્ન સંસ્થાઓમાંથી ભારતીય રેલવેના કર્મચારીઓ કોવિડ-19ના કારણે લૉકડાઉન જાહેર થયા પછી જરૂરિયાતમંદ લોકો સુધી રાંધેલું ગરમાગરમ ભોજન પ્રદાન કરવા નિઃસ્વાર્થ અને સ્વૈચ્છિક સેવા કરી રહ્યાં છે, જે રેલવેની અવિરતપણે સામાજિક સેવાની પ્રતિબદ્ધતાને સુસંગત છે. રેલવે લંચ માટે પેપરની પ્લેટ સાથે રાંધેલુ ભોજન મોટી સંખ્યામાં લોકોને આપે છે અને સાંજે ડિનર માટે ફૂડ પેકેટનું મોટી સંખ્યામાં વિતરણ કરે છે. આ ભોજન આઇઆરસીટીસીના રસોડાઓમાં, આરપીએફ સંસાધનો તથા બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ)ના યોગદાનથી 28મી માર્ચ, 2020થી બની રહ્યું છે.

રેલવેના કર્મચારીઓ દ્વારા ભોજનનું વિતરણ આજે એક મિલિયનના આંકડાને વટાવી ગયું હતું અને કુલ 10.2 લાખ લોકોને ભોજન આપવામાં આવ્યું છે. ભોજનનું આ વિતરણ ગરીબો, બાળકો, કૂલીઓ, પરપ્રાંતીય કામદારો, ફસાયેલા વ્યક્તિઓ તથા રેલવે સ્ટેશનોની આસપાસ ભોજનની શોધવામાં આવતી વ્યક્તિઓને તેમજ રેલવે સ્ટેશનોથી થોડા અંતરે સ્થિત લોકો વચ્ચે થઈ રહ્યું છે. જ્યારે રેલવેના કર્મચારીઓ જરૂરિયાતમંદો વચ્ચે ભોજન વહેંચી રહ્યાં છે, ત્યારે તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતાનું પાલન કરી રહ્યાં છે.

જ્યારે નવી દિલ્હી, બેંગલોર, હુબલી, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ, ભુંસાવળ, હાવરા, પટણા, ગયા, રાંચી, કટિહાર, દીન દયાળ ઉપાધ્યાય નગર, બાલાસોર, વિજયવાડા, ખુરદા, કટપદી, તિરુચિરાપલ્લી, ધનબાદ, ગૌહાટી, સમસ્તિપુર, પ્રયાગરાજ, ઇટારસી, વિશાખાપટનમ, ચેંગાલપટુ, પૂણે, હાજીપુર, રાયપુર અને ટાટાનગરમાં આઇઆરસીટીસીના રસોડાનો સક્રિય સાથસહકાર મળ્યો છે, ત્યારે આ તમામ રસોડો ઉત્તર, પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ અને દક્ષિણ મધ્ય જેવા વિવિધ ઝોનમાં પથરાયેલા છે. એમાંથી ગઈકાલ એટલે કે 10મી એપ્રિલ, 2020  સુધી આશરે 10.2 લાખ લોકોને રાંધેલુ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. આમાંથી 60 ટકા ભોજન આઇઆરસીટીસીએ, આશરે 2.3 લાખ લોકોનો ભોજન આરપીએએ એના સંસાધનોમાંથી અને આશરે 2 લાખ ભોજન રેલવેની સંસ્થાઓ સાથે કાર્યરત એનજીઓએ પૂરું પાડ્યું હતું.

ભોજનનું વિતરણ આરપીએફ, જીઆરપી, વિવિધ ઝોનનાં વાણિજ્યિક વિભાગો, રાજ્ય સરકારો અને બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ) સાથે થઈ રહ્યું છે. સંબંધિત ઝોનનાં GMs/DRMs અને ડિવિઝન જિલ્લા વહીવટીતંત્રો અને એનજીઓની મદદ સાથે રેલવે સ્ટેશનોની આસપાસનાં વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોની ભોજનની જરૂરિયાત પૂર્ણ કરવા સ્ટેશનની નજીકનાં વિસ્તારો ઉપરાંત આઇઆરસીટીસીના આ પ્રયાસોની પહોંચ વધારવા આઇઆરસીટીસીના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં પણ છે.

રેલવે સુરક્ષા દળ (આરપીએફ) આઇઆરસીટીસી, એનજીઓ અને એના પોતાના રસોડાઓમાંથી જરૂરિયાતમંદ લોકો વચ્ચે ભોજનનું વિતરણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રેલવેએ 28.03.2020ના રોજ 74થી વધારે સ્થળો પર 5419 જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવાની શરૂઆત કરી  હતી. પછી અત્યાર સુધી આ આંકડામાં સતત વધારો થયો છે. આરપીએફએ ગઈકાલ સુધી અંદાજે 6.5 લાખ લોકોને ભોજન આપ્યું હતું. આ ભોજનનાં વિતરણમાં આઇઆરસીટીસીએ બનાવેલા ભોજનનો હિસ્સો સારો છે.

અહીં ઉલ્લેખનીય છે કે, રેલવે મંત્રી અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયૂષ ગોયલે જરૂરિયાતમંદ લોકોને ભોજન અને અન્ય સહાય કરવામાં રેલવે કર્મચારીઓનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી. ત્યારબાદ આઇઆરસીટીસીના સ્ટાફે પીએમ કેર્સ ફંડમાં રૂ. 20 કરોડ પણ જમા કરાવ્યાં હતાં જેમાં રૂ. 1.5 કરોડ 2019-20ના સીએસઆરફંડમાંથી, રૂ. 6.5 કરોડ 2020-21ના સીએસઆર ફંડમાંથી તથા રૂ. 12 કરોડનું દાન સામેલ હતું. આ યોગદાનની પ્રધાનમંત્રી મોદીએ પ્રશંસા કરીને ટ્વીટ કર્યું હતું કે, “હું @IRCTCofficial પરિવારની પ્રશંસા કરું છું, જેમણે કોરોનાવાયરસને પરાસ્ત કરવા માટે આ યોગદાન આપ્યું છે. #IndiaFightsCorona”

GP/RP


(Release ID: 1613346) Visitor Counter : 257