ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે કોવિડ-19 સામે લડવા માટે લાગુ કરવામાં આવેલ લૉકડાઉનના પ્રતિબંધોના કારણે સમુદ્રમાં માછલી પકડવા/મત્સ્ય પાલન ઉદ્યોગ અને તેના સંચાલન તથા તેની સાથે જોડાયેલા શ્રમિકોને છૂટ આપવા માટે 5મું પરિશિષ્ટ જાહેર કર્યું

Posted On: 10 APR 2020 10:38PM by PIB Ahmedabad

ગૃહ મંત્રાલય (એમએચએ) દ્વારા કોવિડ-19 વિરુદ્ધની લડાઈને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવેલ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના સંદર્ભમાં તમામ મંત્રાલયો/ વિભાગોને (https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1607997) યથાયોગ્ય દિશા-નિર્દેશોનું એક વિશેષ પરિશિષ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

5માં પરિશિષ્ટમાં ખવડાવવા અને સારસંભાળ, લણણી, પ્રક્રિયા, પેકિંગ, કોલ્ડ ચેઈન, વેચાણ અને માર્કેટિંગ સહિત માછલી પકડવા (સમુદ્રમાં) / મત્સ્ય પાલન ઉદ્યોગ; હેચરી, ફીડ પ્લાન્ટ, વ્યાસાયિક માછલીઘર, માછલી. ઝીંગા અને માછલી ઉત્પાદનો, મત્સ્ય બીજ / ચારો વગેરે સાથે જોડાયેલ કામગીરી અને આ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ કારીગરોને લૉકડાઉનની પાબંદીઓમાંથી રાહત આપવામાં આવી છે.

RP


(Release ID: 1613246) Visitor Counter : 235