PIB Headquarters

કોવિડ-19 પર PIBનું દૈનિક બુલેટીન

Posted On: 10 APR 2020 7:01PM by PIB Ahmedabad

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ અને ફેક્ટ ચેક)

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના 6412 કેસોની પુષ્ટિ થઇ છે અને 199ના મોત નોંધાયા છે. 503 દર્દી સાજા થયા/ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. 146 સરકારી લેબ, 67 ખાનગી લેબ અને 16000થી વધુ એકત્રીકરણ કેન્દ્રો સાથે પરીક્ષણની ક્ષમતા વધારવામાં આવી. વધુમાં, ઝડપી નિદાન કીટ્સની મંજૂરી આપવામાં આવી અને ઉપયોગ માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તેમજ આ અંગે આદેશ પહેલાંથી જ આપી દેવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613131

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારત મહામારી સામે લડવા મિત્ર દેશોને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત મહામારી સામે લડવા પોતાના મિત્ર દેશોની શક્ય તમામ મદદ કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહૂને ટ્વીટ પર જવાબ આપ્યો હતો. નેતાન્યાહૂએ ઇઝરાયેલના ક્લોરોક્વિનને પુરવઠો પૂરો પાડવા ભારતના નિર્ણય બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612860

પ્રધાનમંત્રી કાર્યાલયે કોવિડ-19ને નિયંત્રણમાં લેવા 11 સક્ષમ જૂથોના પ્રયાસોની સમીક્ષા કરી

કોવિડ-19ના પ્રસારના પરિણામ સ્વરૂપે ઊભા થયેલા પડકારો ઝીલવા અધિકારીઓના સક્ષમ જૂથની બેઠક આજે પ્રધાનમંત્રીના અગ્ર સચિવના અધ્યક્ષપદ હેઠળ યોજાઈ હતી. આ બેઠક રોગચાળાની અસરનો સામનો કરવા હાલ ચાલુ પ્રયાસો પર નજર રાખવા પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા વિવિધ સ્તરે નિયમિત સમયાંતરે યોજાતી શ્રેણીબદ્ધ સમીક્ષામાં તાજેતરની હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612981

ગૃહ મંત્રાલયે કોવિડ-19 સામે લડવા લૉકડાઉનનાં તમામ પગલાનાં કડક પાલનની સુનિશ્ચિત કરવા અને કોઈ પણ સામાજિક/ધાર્મિક કાર્યક્રમ/સમારંભ ન યોજાય એ સુનિશ્ચિત કરવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના આપી

એપ્રિલ, 2020ના મહિનામાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19 મહામારી સામેના સંઘર્ષમાં લૉકડાઉનનાં તમામ પગલાંઓનું કડક પાલન સુનિશ્ચિત કરવા અને કોઈ પણ પ્રકારનાં સામાજિક/ધાર્મિંક મિલન/સમારંભને મંજૂરી ન આપવાની સૂચના આપી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612982

પ્રધાનમંત્રી અને નેપાળના પ્રધાનમંત્રી વચ્ચે ટેલીફોન પર વાતચીત થઇ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કે. પી. શર્મા ઓલી વચ્ચે ટેલીફોન પર વાતચીત થઇ હતી. બંને મહાનુભવોએ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોવિડ-19 મહામારીના કારણે ઉભા થઇ રહેલા આરોગ્ય અને આર્થિક પડકારોથી બંને દેશ અને પ્રદેશના લોકોને સલામત રાખવા અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. તેમણે મહામારીને અંકુશમાં લેવા માટે પોત-પોતાના દેશોમાં લેવાયેલા પગલાં અંગે પણ ચર્ચા કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612967

પ્રધાનમંત્રી અને જાપાનના પ્રધાનમંત્રી વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શિન્ઝો આબે સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી. બંને મહાનુભવો વચ્ચે વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોવિડ-19 મહામારીના કારણે ઉભા થઇ રહેલા વૈશ્વિક આરોગ્ય અને આર્થિક પડકારો અંગે ચર્ચા થઇ હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612920

પ્રધાનમંત્રીએ કહ્યું, પડકારજનક સમયમાં ભારત-બ્રાઝીલની ભાગીદારી સૌથી વધુ મજબૂત બની છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ પડકારજનક સમયમાં ભારત-બ્રાઝીલની ભાગીદારી સૌથી વધુ મજબૂત બની છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝીલના રાષ્ટ્રપતિ જૈર એમ. બોલસોનારોના ટ્વીટનો પ્રત્યુત્તર આપ્યો હતો જેમાં તેમણે બ્રાઝીલને હાઇડ્રોકસીક્લોરોક્વિનનો જથ્થો પૂરો પાડવાના ભારતના નિર્ણય માટે તેમણે પોતાનો આભાર વ્યકત કર્યો હતો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612922

કેન્દ્રીય ગૃહ મંત્રીએ બીએસએફ સાથે ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશ સરહદો પર સરહદી સુરક્ષાની વ્યવસ્થાની સમીક્ષા કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ગઇકાલે બીએસએફ કમાન્ડ અને સેક્ટર હેડક્વાર્ટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશની સરહદો પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ગૃહ મંત્રીએ વધુમાં સૂચના આપી હતી કે, સરહદી વિસ્તારોમાં ખેડૂતોને કોવિડ-19 વિશે જાણકારી આપવી પડશે અને આ વિસ્તારોમાં એના પ્રસારને અટકાવવા નિવારણાત્મક પગલાં લેવા પડશે. ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં બીએસએફએ સુનિશ્ચિત કરવું પડશે કે લોકોએ અજાણતા વાડને ઓળંગવી ન જોઈએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613039

સરકારે વેન્ટિલેટર, PPE, કોવિડ પરીક્ષણ કીટ્સ અને ફેસ તેમજ સર્જિકલ માસ્કની આયાત પર મૂળભૂત કસ્ટમ ડ્યૂટી અને આરોગ્ય સેસમાંથી મુક્તિ આપી

કોવિડ-19ના કારણે ઉભી થયેલી પરિસ્થિતિના સંદર્ભમાં, વેન્ટિલેટર્સ અને અન્ય ચીજવસ્તુઓની તાકીદે ઉભી થયેલી જરૂરિયાતને ધ્યાનમાં રાખતા સરકારે વેન્ટિલેટર્સ અને અન્ય ચીજવસ્તુઓની આયાત પર મૂળભૂત કસ્ટમ ડ્યૂટી (જકાત) અને આરોગ્ય સેસમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે જેનો તાત્કાલિક અસરથી અમલ થશે: વેન્ટિલેટર્સ, ફેસ માસ્ક, સર્જિકલ માસ્ક, વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (PPE) કોવિડ-19 પરીક્ષણ કીટ્સ અને આ ચીજોના ઉત્પાદકો માટે ઇનપુટ્સ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612764

કોવિડ-19 સાથે સંબંધિત તબીબી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં સંકળાયેલા એમએસએમઈને પ્રાથમિકતાનાં ધોરણે સુવિધા આપવી જોઈએ શ્રી નીતિન ગડકરી

મંત્રીએ જણાવ્યું હતું કે, દેશને એકસાથે બે મોરચે લડવાની જરૂર છે. એક, કોવિડ રોગચાળા સામે અને બીજી, અર્થતંત્રનાં મોરચે. તેમણે જણાવ્યું હતું કે, કોવિડ 19ને કારણે વેન્ટિલેટર, પીપીઈ કિટ, માસ્ક અને સેનિટાઇઝર જેવી તબીબી સામગ્રીની માગ છેલ્લાં એક મહિનામાં એકાએક વધી છે અને એમએસએમઈ આ ચીજવસ્તુઓનું ઉત્પાદન વધારીને આ ગેપને ભરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા એમએસએમઈ ઉદ્યોગોએ પ્રાથમિકતાના ધોરણે તબીબી સામગ્રીઓનું ઉત્પાદન વધારવું જોઈએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612844

રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ઇશ્યુ કરાયું હોય તેવા બિન NFSA લાભાર્થીઓને ખાદ્યાન્ન પૂરું પાડવામાં આવશે

ભારત સરકારે ભારતીય ખાદ્યાન્ન નિગમ (FCI)ને નિર્દેશ આપ્યા છે કે, સમગ્ર દેશમાં રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યું હોય તેવા NFSA હેઠળ ન આવરી લેવામાં આવેલા તમામ લાભાર્થીઓને ત્રણ મહિના સુધી વ્યક્તિ દીઠ 5 કિલો ખાદ્યાન્ન 21 રૂપિયા કિલો ઘઉં અને 22 રૂપિયા કિલો ચોખાના ભાવે એકસમાન રીતે આ યોજના હેઠળ પૂરું પાડવામાં આવે. રાજ્યોને આ જથ્થો જૂન 2020 સુધી ત્રણ મહિના સુધી દર મહિને અથવા એકવખતમાં મેળવવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612768

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગર્ભધારણ અગાઉ અથવા પછી લિંગની પસંદગી પર પ્રતિબંધ મૂકે છે એ ગર્ભાધાન પહેલા અને પ્રસૂતિ પૂર્વે નિદાનનો તકનિકી કાયદો રદ કર્યો નથી

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પીસીએન્ડપીએનડીટી કાયદાને રદ કરવામાં આવ્યો નથી, જે ગર્ભધારણ અગાઉ કે પછી લિંગની પસંદગી કરવા પર પ્રતિબંધ મૂકે છે. દરેક અલ્ટ્રાસાઉન્ડ ક્લિનિક, જેનેટિક કાઉન્સેલિંગ સેન્ટર, જેનેટિક લેબોરેટરી, જેનેટિક ક્લિનિક એન્ડ ઇમેજિંગ સેન્ટરને કાયદા અંતર્ગત નિર્ધારિત રોજગારીને આધારે તમામ અનિવાર્ય રેકોર્ડ રાખવા પડશે. આ ફક્ત સંબંધિત અધિકૃત અધિકારીઓને આપેલી અરજીની સમયમર્યાદા છે, જેને 30 જૂન, 2020 સુધી વધારવામાં આવી છે. પીસી અને પીએનડીટી કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં (નૈદાનિક કેન્દ્રોને) કોઈ છૂટ નથી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1612759

કેન્દ્રીય કૃષિ મંત્રીએ રાજ્યોના કૃષિ મંત્રી સાથે કરેલી વીડિયો કોન્ફરન્સના ફોલો-અપના સંદર્ભમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કેટલાક નિર્ણયોની જાણ કરી

સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યોએ ટેકાના ભાવની યોજના હેઠળ કઠોળ અને તેલિબીયાંની ખરીદી ચાલુ કરવા માટે જે તે રાજ્યે સત્વરે જાહેરાત કરવી. આ ખરીદી તેના પ્રારંભની તારીખથી 90 દિવસ સુધી ચાલુ રહેવી જોઈએ. કેન્દ્રના કૃષિ, સહકાર, અને ખેડૂત કલ્યાણ વિભાગે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને બજાર દરમ્યાનગીરી યોજનાની વિગતો સર્કયુલેટ કરી દીધી છે. રાજ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે બજાર દરમિયાનગીરી યોજનામાં જે ખર્ચ થશે તેનો 50 ટકા ખર્ચ (ઉત્તર પૂર્વના રાજ્યોના કિસાસામાં 75 ટકા) ભારત સરકાર ભોગવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612846

રેલવે મંત્રાલય દ્વારા મીડિયા માટે સૂચના

છેલ્લા બે દિવસ દરમિયાન, ટ્રેનો દ્વારા સંભવિત મુસાફરોના વિવિધ પ્રોટોકોલ વગેરે અંગે સમાચાર માધ્યમોમાં કેટલાક અહેવાલો જોવા મળી રહ્યાં છે. તેમાં ચોક્કસ તારીખે શરૂ થનારી ટ્રેનોની સંખ્યા અંગે પણ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. સમાચાર માધ્યમોના ધ્યાન ઉપર લાવવાનું કે આ સંબંધિત અંતિમ નિર્ણય હજુ લેવાનો બાકી છે અને આવી બાબતોના બિનસત્તાવાર અહેવાલો વર્તમાન અસામાન્ય સમયગાળામાં લોકોને બિનજરૂરી અને ટાળી શકાય તેવા અફવાઓ તરફ દોરી રહ્યાં છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612917

લૉકડાઉન દરમિયાન દેશના તમામ ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો પહોંચાડવાના રેલવેના અવિરત પ્રયાસો

23 માર્ચ 2020થી અત્યાર સુધીમાં રેલવે તંત્રએ અંદાજે 6.75 લાખ જીવન જરૂરી ચીજોના જથ્થાનું પરિવહન કર્યું છે જેમાં અંદાજે 4.50 લાખ વેગન ખાદ્યાન્ન, મીઠું, ખાંડ, ખાદ્યતેલ, કોલસો અને પેટ્રોલિયમ ઉત્પાદન જેવી વસ્તુઓ પણ સામેલ છે. 2 થી 8 એપ્રિલ, 2020 દરમિયાન એક સપ્તાહમાં રેલવેએ કુલ 258503 વેગન જીવન જરૂરી ચીજોના જથ્થાની ડિલિવરી કરી છે જેમાંથી 155512 વેગન આવશ્યક વસ્તુઓ હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613013

180થી વધુ લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સે 1,66,000 કિમીથી વધુ અંતર કાપીને આવશ્યક તબીબી પૂરવઠાની ડિલિવરી કરી

કોવિડ-19ના કારણે લાગુ કરાયેલા લૉકડાઉન દરમિયાન લાઇફલાઇન ઉડાન અંતર્ગત 180થી વધુ ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું છે જેમાંથી 114 ફ્લાઇટ્સ એર ઇન્ડિયા અને અલાયન્સ એર દ્વારા ચલાવવામાં આવી છે જ્યારે 58 ફ્લાઇટ્સનુ પરિચાલન ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવ્યું છે. ખાનગી એરલાઇન્સે 2675 ટન આવશ્યક તબીબી માલસામાનની ડિલિવરી કરી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613034

HRD મંત્રી દ્વારા ભારતના ઓનલાઈન શિક્ષણ ઇકોસિસ્ટમને સુધારવા માટે આઈડિયાના ક્રાઉડ સોર્સિંગ માટે એક અઠવાડિયુ ચાલે તેવા ભારત પઢે ઓનલાઈનકાર્યક્રમનો પ્રારંભ

આ અભિયાનનો ઉદ્દેશ્ય ભારતમાં શ્રેષ્ઠ બુદ્ધિમાનોને આમંત્રિત કરવાનો અને ઓનલાઈન શિક્ષણના અવરોધો પાર કરીને સીધા માનવ સંસાધન વિકાસ મંત્રાલય સાથે જોડાઈ તેને સૂચનો/ઉપાયો વહેંચવાનો અને સાથે જ ઉપલબ્ધ ડિજિટલ શિક્ષણ મંચોને પ્રોત્સાહન આપવાનો છે. આ અંગેના વિચારો 16 એપ્રિલ 2020 સુધીમાં ટ્વીટર પર #BharatPadheOnline નો ઉપયોગ કરીને અને @HRDMinistry તથા @DrRPNishank ને નોટિફાય કરીને તેમજ bharatpadheonline.mhrd[at]gmail[dot]com પર શેર કરી શકાશે;

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612998

કોરોના વાયરસ સામેની લડત માટે એમ્પ્લોઇઝ પ્રોવિન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને 10 દિવસમાં ઈપીએફ ઉપાડવાના 1.37 લાખ દાવાનો નિકાલ કર્યો

કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કામ કરતી વૈધાનિક સંસ્થા એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને (EPFO) આપીએફ યોજનામાં ખાસ સુધારો કરીને કરાયેલી નવી જોગવાઈ મુજબ સભ્યોને કોરોનાવાયરસ સામે લડત આપવા સહાયરૂપ થવા દેશભરમાં 1.37 લાખ દાવાનુ પ્રસેસિંગ કરીને રૂ. 279.65 કરોડની ચૂકવણી કરી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612961

જલિયાવાલા બાગ સ્મારક પ્રવાસીઓ માટે 15.06.2020 સુધી બંધ રાખવામાં આવશે

કોવિડ-19 કટોકટીના કારણે સ્મારકના સમારકામમાં અસર પડી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612993

કોવિડ-19 મહામારી સામે લડવા માટે ICAI, ICSI and ICAIએ પીએમ કેર ભંડોળમાં 28.80 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું

કૉર્પોરેટ બાબતોના મંત્રાલય અંતર્ગત આવતી ત્રણ વ્યાવસાયિક સંસ્થાઓ, ધી ઇન્સ્ટીટયૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઑફ ઇન્ડિયા, ઇન્સ્ટીટયૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયા અને ઇન્સ્ટીટયૂટ ઑફ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઑફ ઇન્ડિયા કોવિડ-19 મહામારીમાં અસરગ્રસ્ત થયેલા લોકોને મદદ પૂરી પાડવા માટે આગળ આવ્યા છે અને તેમણે પીએમ કેર (PM CARE) ભંડોળમાં 28.80 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612924

 

સિપેટ ઉદ્યોગો / કેન્દ્રોએ સ્થાનિક વહીવટીતંત્ર / સરકાર કોવિડ-19ના રાહત કાર્ય માટે રૂ. 86.5 લાખનું યોગદાન આપ્યું

ભારત સરકારના કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ મંત્રાલય હેઠળની સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પ્લાસ્ટિક્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (સિપેટ)એ વિવિધ સ્થાનિક વહીવટીતંત્રો, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને રાજ્ય સરકારોને  તેમના મહામારી કોવિડ-19નો સામનો કરવાના પ્રયાસોમાં મદદરૂપ થવા માટે રૂ. 85.50 લાખનું અનુદાન આપ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612997

કોવિડ-19 સામે લડવા માટે દુર્ગપૂરના CSIR-CMERI દ્વારા ડિસઇન્ફેક્શન વૉક-વે અને રોડ સેનિટાઇઝર તૈયાર કરાયું

નોવલ કોરોનાવાયરસ (કોવિડ-19) બીમારીએ અત્યારે સમગ્ર દુનિયામાં ઉત્પાત મચાવ્યો છે ત્યારે, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન કાઉન્સિલ (CSIR) દ્વારા S&T ઉકેલો આપવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દુર્ગપૂર ખાતે આવેલી CSIRની અગ્રણી લેબમાંથી એક ગણાતી CSIR- સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ (CMERI) દ્વારા એવી ટેકનોલોજી અને ઉત્પાદનો તૈયાર કરવામાં આવ્યા છે આ વાયરસનો ફેલાવો અટકાવવામાં મદદરૂપ થઇ શકે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612932

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • કેરળ: 4 બ્રિટિશ નાગરિકો આજે સાજા થયા; હવે કોઇપણ વિદેશી સારવાર હેઠળ નથી. કારસગોડ જિલ્લામાં 15 લોકોને આજે રજા આપવામાં આવી. 12 નવા કેસ અને 13 દર્દી સાજા થયા હોવાનું ગઇકાલે નોંધાયું હતું. કુલ 258 દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે;
  • તામિલનાડુ: તામિલનાડુ સરકારે તબીબી નિષ્ણાતોની ટીમો તૈયાર કરી હતી તેમણે રાજ્યમાં વધુ 2 અઠવાડિયા લૉકડાઉન લંબાવવાની ભલામણ કરી. પુડુચેરીમાં 2 પોઝિટીવ કેસ નોંધાયા; કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ 7 કેસ થયા.
  • કર્ણાટક: આજે નવા 10 કેસ નોંધાયા; મૈસૂરમાં 5, બેંગલોર શહેરમાં 2, બેંગલોર ગ્રામ્યમાં 2 અને કાલબુર્ગીમાં 1. કુલ 207 કેસોની પુષ્ટિ થઇ. અત્યાર સુધીમાં 6નાં મોત નીપજ્યાં અને 30 દર્દીને રજા આપવામાં આવી.
  • આંધ્રપ્રદેશ: ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન ટાટાએ મુખ્યમંત્રીને પત્ર લખીને કોવિડ-19 સામેની લડાઇમાં રાજ્યને મદદ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી. કર્નૂલમાં કોવિડ-19 નિદાન લેબ શરૂ કરવા માટે રાજ્યએ ICMRને દરખાસ્ત મોકલી. અનંતપૂરમાં આજે બે કેસ નોંધાયા. કુલ પોઝિટીવ કેસની સંખ્યા 365 થઇ; 10 સાજા થયા.
  • તેલંગાણા: વેમુલાવાડામાં એક કેસ નોંધાયો; અત્યાર સુધીમાં કુલ 472 કેસ નોંધાયા. રાજ્યએ લોકોને કહ્યું કે જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે ફરજિયાત માસ્ક પહેરવા કહ્યું.
  • ગુજરાત: ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં નવા 46 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 308 થઇ. 46 નવા નોંધાયેલા કેસનું શહેર અનુસાર વિવરણ – અમદાવાદ 11, વડોદરા 17, પાટણ 2, રાજકોટ 5, કચ્છ 2, ભરૂચ 4, ગાંધીનગર 1, ભાવનગર 4.
  • રાજસ્થાન: રાજસ્થાનમાં કોવિડ-19ના વધુ 26 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ, જેથી કુલ કેસની સંખ્યા 489 થઇ. નવા નોંધાયેલા કેસમાંથી 25 ની સંપર્ક હિસ્ટ્રી છે, જ્યારે 1 કેસની વિગતો શોધવામાં આવી રહી છે તેમ રાજસ્થાન આરોગ્ય વિભાગે જણાવ્યું.
  • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશ સરકારે 15 જિલ્લામાં 46 કોરોના હોટસ્પોટ જાહેર કર્યા. આ જિલ્લાઓમાં કુલ 75 કોરોના પોઝિટીવ કેસ મળી આવ્યા છે.
  • મહારાષ્ટ્ર: DHFL ગ્રૂપના કપિલ વાધવાન અને અન્ય 22- પરિવારના સભ્યો અને તેમના ઘરેલુ કામકાજ માટેના માણસો- વિરુદ્ધ મહારાષ્ટ્રના મહાબળેશ્વર પોલીસ સ્ટેશનમાં લૉકડાઉનના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ FIR નોંધવામાં આવી. અત્યાર સુધીમાં, પૂણેના નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (NIV) ખાતે 16 એન્ટિબોડી આધારિત ઝડપી પરીક્ષણોને માન્યતા આપવામાં આવી અને તેમાંથી 8 સંતોષજનક હોવાનું જાણવા મળ્યું.
  • અરુણાચલ પ્રદેશ: અરુણાચલના મંત્રીમંડળે ધારાસભ્યોના પગારમાં 30%નો કાપ મૂકવાનો નિર્ણય લીધો જે 1 એપ્રિલ 2020થી એક વર્ષ સુધી અમલી રહેશે. આ રીતે બચેલું ભંડોળ કોવિડ-19 વિરુદ્ધ લડાઇમાં ઉપયોગમાં લેવાશે.
  • આસામ: આસામના DGPએ બિહુ સમુદાયને વિનંતી કરી કે, કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખતા રંગોલી બિહુ દરમિયાન ધ્વજારોહણ વખતે માત્ર 5 લોકો ભેગા થાય.
  • મણીપૂર: ચીનથી આવેલી ચુરાચંદપૂરની છોકરી મ્યાનમાર માર્ગે મણીપૂર સુધી પહોંચી, લૉકડાઉન દરમિયાન રાજ્યમાં ગેરકાયદે પ્રવેશવા બદલ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ.
  • મિઝોરમ: મિઝોરમના મુખ્યમંત્રીએ કુલ 11 જિલ્લા માટે મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી કોવિડ-19 માટે રૂ. 2.33 કરોડનું રાહત ભંડોળ મંજૂર કર્યું, ઐઝવાલને 62 લાખ રૂપિયાથી વધુ રકમ મળી.
  • મેઘાલય: આરોગ્ય વિભાગે માહિતી આપી કે, મેઘાલયમાં અધિકૃતતા આપ્યા વગર કોઇપણ લેબોરેટરી કોવિડ-19 માટે નમૂના એકત્ર કરવાની અથવા તેનું પરીક્ષણ કરવાની કામગીરી નહીં કરે.
  • નાગાલેન્ડ: નાગાલેન્ડ સરકારે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ થાય ત્યારે રાજ્યની મુલાકાત લેવાનું વિચારી રહેલા લોકોને મુસાફરી મુલતવી રાખવા માટે માર્ગદર્શિકા બહાર પાડી; જેઓ આવશે તેમને ક્વૉરેન્ટાઇન કરવામાં આવશે.
  • સિક્કીમ: સિક્કીમ શ્રમ વિભાગ સરકાર સાથે નોંધાયેલા હોય તેવા દરેક બાંધકામ અને અન્ય કન્સ્ટ્રક્શનના કામદારો (B&OCW)ના ખાતામાં રૂ. 2000 ટ્રાન્સફર કરશે
  • ત્રિપૂરા: ત્રિપૂરામાં વિદ્યાર્થીઓ ઘરે બેસીને વર્ગોમાં ભાગ લેશે. ત્રિપૂરાના મુખ્યમંત્રીએ કહ્યું કે, વિવિધ મીડિયા હાઉસનો સંપર્ક કરશે.

******

Fact Check on #Covid19

******

RP


(Release ID: 1613158) Visitor Counter : 330