માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંક’ દ્વારા ભારતના ઓનલાઈન શિક્ષણ ઇકોસિસ્ટમને સુધારવા માટે આઈડિયાના ક્રાઉડ સોર્સિંગ માટે એક અઠવાડિયુ ચાલે તેવા ‘ભારત પઢે ઓનલાઈન’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો


આ અંગેના વિચારો 16 એપ્રિલ 2020 સુધીમાં ટ્વીટર પર #BharatPadheOnline નો ઉપયોગ કરીને અને @HRDMinistry તથા @DrRPNishank ને નોટિફાય કરીને તેમજ bharatpadheonline.mhrd@gmail.com પર શેર કરી શકાશે

આ અભિયાનનો ઉદ્દેશ્ય ભારતના શ્રેષ્ઠ બુદ્ધિમાનોને આમંત્રિત કરવાનો અને ઓનલાઈન શિક્ષણના અવરોધો પાર કરીને સીધા માનવ સંસાધન વિકાસ મંત્રાલય સાથે જોડાઈ તેને સૂચનો/ઉપાયો વહેંચવાનો અને સાથે જ ઉપલબ્ધ ડિજિટલ શિક્ષણ મંચોને પ્રોત્સાહન આપવાનો છે – શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંક’

Posted On: 10 APR 2020 2:43PM by PIB Ahmedabad

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંક’ દ્વારા આજે નવી દિલ્હીમાં ભારતના ઓનલાઈન શિક્ષણ ઇકોસિસ્ટમને સુધારવા માટે મોટી સંખ્યામાં વિચારો એકત્રિત કરવા માટે એક અઠવાડિયા સુધી ચાલનારા ‘ભારત પઢે ઓનલાઈન’ કેમ્પેઈનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ કેમ્પેઈનનો ઉદ્દેશ્ય એક તરફ ઉપલબ્ધ ડિજિટલ શિક્ષણ મંચોને પ્રોત્સાહન પૂરું પાડવાનો અને બીજી તરફ ઓનલાઈન શિક્ષણમાં આવતા અવરોધોને દૂર કરવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય સાથે પ્રત્યક્ષ પણે પોતાના સૂચનો/ઉપાયોને વહેંચી શકે તે માટે ભારતના તમામ બુદ્ધિમાનોને આમંત્રિત કરવાનો છે. શ્રી નિશંકે જણાવ્યું હતું કે વિચારોને bharatpadheonline.mhrd[at]gmail[dot]com પર અને ટ્વીટર ઉપર #BharatPadheOnline નો ઉપયોગ કરીને 16 એપ્રિલ 2020 સુધી મોકલી શકાશે. ટ્વીટરનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિએ @HRDMinistry અને @DrRPNishank ને ટેગ કરવા જરૂરી છે જેથી કરીને વિચારોની સુચના અમને મળતી રહે, તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ જણાવ્યું કે તેઓ વ્યક્તિગત રીતે સૂચનો જાણવા માંગશે.

પોખરીયાલે જણાવ્યું હતું કે તેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ અમારા મુખ્ય લક્ષ્યાંકિત પ્રેક્ષક છે અને તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેઓ વર્તમાન ઓનલાઈન શિક્ષણ પ્રણાલીઓને સુધારવા માટે આ કેમ્પેઈનમાં હૃદયપૂર્વક ભાગ લેશે. તેમણે જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ વર્તમાન સમયમાં શાળામાં અથવા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓ જ દરરોજ વર્તમાન સમયમાં ઉપસ્થિત આ ડિજિટલ પ્લેટફોર્મ કે જે વિવિધ કોર્સ ઉપલબ્ધ કરાવે છે તેની સાથે સંકળાયેલા છે. તેઓ વર્તમાન ઓનલાઈન પ્લેટફોર્મમાં કઈ વસ્તુઓની અછત છે અને અમે તેને કઈ રીતે વધુ અસરકારક બનાવી શકીએ તેમ છીએ તે અંગે વિચારોનું આદાનપ્રદાન કરી શકે છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે સમગ્ર દેશમાં શિક્ષકો પણ આગળ આવી શકે છે અને શિક્ષણના ક્ષેત્રમાં તેમના અનુભવો અને તજજ્ઞતા સાથે પોતાનું યોગદાન આપી શકે છે. આ માટેનો સંવાદ એ પ્રશ્ન પૂછીને શરુ કરી શકાય કે તેમને શું લાગે છે કે એક આદર્શ ઓનલાઈન શિક્ષણ ઈકોસિસ્ટમ કયા પ્રકારનું હોવું જોઈએ? અથવા ભારતના વર્તમાન ઓનલાઈન શિક્ષણ પરિદ્રશ્યની શું મર્યાદાઓ છે? પરંપરાગત વર્ગખંડોમાં તેઓ કેવા પડકારોનો સામનો કરી રહ્યા છે કે જેને ઓનલાઈન શિક્ષણ દ્વારા ઉકેલી શકાય તેમ છે?

શ્રી નિશંકે એકવાર ફરી તમામ ભારતીય સાથીઓને ભારતમાં ઓનલાઈન શિક્ષણને સક્રિય કરવા માટેની આ નવીન પહેલમાં ભાગ લેવા માટે વિનંતી કરી હતી.

GP/RP


(Release ID: 1612998) Visitor Counter : 518