રસાયણ અને ખાતર મંત્રાલય
સિપેટ ઉદ્યોગો / કેન્દ્રોએ સ્થાનિક વહીવટીતંત્ર / સરકાર કોવિડ-19ના રાહત કાર્ય માટે રૂ. 86.5 લાખનું યોગદાન આપ્યું
સિપેટના કર્મચારીઓએ પીએમ કેર્સ ફંડમાં પોતાના એક દિવસના પગાર પેટે રૂ. 18.25 લાખ આપ્યાં
Posted On:
10 APR 2020 2:00PM by PIB Ahmedabad
ભારત સરકારના કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ મંત્રાલય હેઠળની સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પ્લાસ્ટિક્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (સિપેટ)એ વિવિધ સ્થાનિક વહીવટીતંત્રો, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને રાજ્ય સરકારોને તેમના મહામારી કોવિડ-19નો સામનો કરવાના પ્રયાસોમાં મદદરૂપ થવા માટે રૂ. 85.50 લાખનું અનુદાન આપ્યું છે. આ ઉપરાંત, સિપેટના તમામ કર્મચારીઓએ સાથે મળીને તેમનો એક દિવસનો પગાર, એટલે કે કુલ રૂ. 18.25 લાખ પ્રાઈમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઈમર્જન્સી સિચ્યુએશન્સ (પીએમ કેર્સ) ફંડમાં આપ્યાં છે.
ભારત સરરકારે કોવિડ-19ના ફેલાવાને અટકાવવા માટે લાગુ કરેલા લૉકડાઉનને પગલે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ગરીબો, નબળા વર્ગ અને સ્થળાંતર કરનારા શ્રમિકોને ખોરાક અને આશરો આપવા માટે સિપેટ દ્વારા મળેલા અનુદાનનો ઉપયોગ કરાશે. પ્રત્યેક કેન્દ્ર દ્વારા અપાયેલા અનુદાનની વિગતો નીચે મુજબ છે:
ક્રમ
|
સિપેટ કેન્દ્રનું નામ
|
રકમ (રૂ. લાખમાં)
|
|
અનુક્રમ
|
સિપેટ કેન્દ્રનું નામ
|
રકમ (રૂ. લાખમાં)
|
1
|
સિપેટ : આઈપીટી, અમદાવાદ
|
2.00
|
14
|
સિપેટ : સીએસટીએસ, દહેરાદૂન
|
5.00
|
2
|
સિપેટ : આઈપીટી, ભુવનેશ્વર
|
2.50
|
15
|
સિપેટ : સીએસટીએસ અને પીડબલ્યુએમસી, ગુવાહાટી
|
2.00
|
3
|
સિપેટ : આઈપીટી, ચેન્નાઈ
|
5.00
|
16
|
સિપેટ : સીએસટીએસ, હાજીપુર
|
7.00
|
4
|
સિપેટ : આઈપીટી, કોચી
|
2.50
|
17
|
સિપેટ : સીએસટીએસ, હલ્દિયા
|
3.00
|
5
|
સિપેટ : આઈપીટી, લખનઉ
|
5.00
|
18
|
સિપેટ : સીએસટીએસ, હૈદરાબાદ
|
2.00
|
6
|
સિપેટ : એસએઆરપી - એઆરએસટીપીએસ, ચેન્નાઈ
|
2.00
|
19
|
સિપેટ : સીએસટીએસ, મદુરાઈ
|
2.00
|
7
|
સિપેટ : એલએઆરપીએમ, ભુવનેશ્વર
|
2.50
|
20
|
સિપેટ : સીએસટીએસ, મુરથલ
|
5.00
|
8
|
સિપેટ : સીએસટીએસ, અગરતાલા
|
3.00
|
21
|
સિપેટ : સીએસટીએસ, મૈસુરુ
|
2.00
|
9
|
સિપેટ : સીએસટીએસ, બડ્ડી
|
5.00
|
22
|
સિપેટ : સીએસટીએસ, રાંચી
|
3.00
|
10
|
સિપેટ : સીએસટીએસ, બાલાસોર
|
2.50
|
23
|
સિપેટ : સીએસટીએસ, વલસાડ
|
2.00
|
11
|
સિપેટ : સીએસટીએસ, ભોપાલ
|
11.00
|
24
|
સિપેટ : સીએસટીએસ, વિજયવાડા
|
2.00
|
12
|
સિપેટ : સીએસટીએસ, ભુવનેશ્વર
|
2.50
|
25
|
સિપેટ : સીએસટીએસ, કોરબા
|
2.00
|
13
|
સિપેટ : સીએસટીએસ, ચંદ્રપુર
|
3.00
|
કુલ અનુદાન
|
85.50
|
કોવિડ-19 સમયે રાહતનાં પગલાંના ભાગરૂપે સિપેટનાં કેન્દ્રો પણ વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. સિપેટ : સીએસટીએસ, ગ્વાલિયરે તેનું સ્કિલ ટ્રેઇનિંગ સેન્ટર સિપેટના કર્મચારીઓ અને અધિકારીઓ સહિત જિલ્લા મેજિસ્ટ્રેટ / કલેક્ટરને સોંપ્યું છે અને તેને તેમાં પેરામેડિકલ ટીમને સેવા સહાય આપવા માટે ચોવીસ કલાક અને સાત દિવસ કાર્યરત રહેતું 72 પથારી ધરાવતું ક્વૉરન્ટાઈન સેન્ટર ઊભું કરાયું છે.
GP/RP
(Release ID: 1612997)
Visitor Counter : 162
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada