શ્રમ અને રોજગાર મંત્રાલય

કોરોનાવાયરસ સામેની લડત માટે એમ્પ્લોઇઝ પ્રોવિન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને 10 દિવસમાં ઈપીએફ ઉપાડવાના 1.37 લાખ દાવાનો નિકાલ કર્યો

Posted On: 10 APR 2020 1:17PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કામ કરતી વૈધાનિક સંસ્થા એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને (EPFO) આપીએફ યોજનામાં ખાસ સુધારો કરીને કરાયેલી નવી જોગવાઈ મુજબ સભ્યોને કોરોનાવાયરસ સામે લડત આપવા સહાયરૂપ થવા દેશભરમાં 1.37 લાખ દાવાનુ પ્રસેસિંગ કરીને રૂ. 279.65 કરોડની ચૂકવણી કરી છે. આ રકમની ચૂકવણી શરૂ થઈ ગઈ છે. આજની સ્થિતિએ સંપૂર્ણપણે કેવાયસી કોમ્પલાયન્ટ હોય તેવી અરજીઓનો 72 કલાક કરતાં ઓછા સમયમાં નિકાલ કરવામાં આવે છે. જે સભ્યોએ કોઈ અન્ય કેટેગરીમાં અરજી કરી હશે તે સભ્યો પણ મહામારીને લડત આપવા માટે દાવો ફાઈલ કરી શકે છે અને દરેક સભ્ય તરફથી કેવાયસીના પાલનની સ્થિતિના આધારે દરેક સભ્યએ કરેલા દાવાનો વહેલામાં વહેલી તકે નિકાલ કરવામાં આવશે. 

કોરોનાવાયરસ સામે લડત આપવા માટે ખાસ નાણાં ઉપાડવાની જોગવાઈ એ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી પીએમજીકેવાય યોજનાનો એક હિસ્સો છે અને આ બાબતે એક તાકીદનુ જાહેરનામુ બહાર પાડીને તા. 28 માર્ચ, 2020ના રોજ પેરા 68 એલ (3)નો ઉમેરો કરવામાં આવ્યો હતો. આ જોગવાઈ હેઠળ ત્રણ માસના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થા જેટલી રકમનો અથવા તો ઈપીએફ ખાતામાં સભ્યના નામે જમા થયેલી રકમના 75 ટકા સુધી, બંનેમાંથી જે રકમ ઓછી હોય તેટલી રકમનો નોન-રિફન્ડેબલ ઉપાડ થઈ શકશે. સભ્ય આથી ઓછી રકમના ઉપાડ માટે પણ અરજી કરી શકે છે. આ રકમ એડવાન્સ હોવાને કારણે તેના પર આવકવેરો કપાશે નહિ. 

નાણાંના ઉપાડની મોટા પાયે માંગ થશે તેવી ધારણા રાખીને ઈપીએફઓ એક તદ્દન નવુ જ સોફ્ટવેર લઈને આવ્યું છે. તે નવેસરથી વિકસાવાયુ છે અને તા. 29 માર્ચ 2020ના રોજ 24 કલાકમાં જ અમલી બનાવાયુ છે. વધુમાં સામાજિક અંતર અંગેના નિયંત્રણનો અમલ થઈ શકે તે હેતુથી અરજી માત્ર પેપરલેસ સ્વરૂપે જ કરવાની રહેશે. જે સભ્યો કે જેમની કેવાયસી જરૂરિયાતો તમામ પ્રકારે પૂર્ણ થયેલી હોય તેમના દાવાનો નિકાલ કરવાની પદ્ધતિ સીધી ઓટો મોડમાં કામ કરે તેવી પદ્ધતી રજૂ કરવાનુ પણ નક્કી કરાયુ છે. કોરોનાવાયરસ મહામારીએ ગંભીર જોખમો ઉભાં કર્યાં છે અને હાલના કપરા સમયમાં નાણાંની તાતી જરૂરીયાતને ધ્યાનમાં રાખીને એડવાન્સ આપવાની પ્રક્રિયાના પ્રોસેસિંગને ઉચ્ચ અગ્રતા આપવામાં આવી છે.

 મહામારી સામે લડત આપવાના હેતુથી એડવાન્સ મેળવવાના દાવા ઓનલાઈન ફાઈલ કરી શકાશે અને તમામ ઈપીએફ ખાતાં કેવાયસી કોમ્પલાયન્ટ હોય તે પૂર્વ શરત ગણાશે. કેવાયસી કોમ્પલાયન્સને આસાન કરવા માટે ઈપીએફઓએ જન્મ તારીખમાં સુધારો કરવાના માપદંડની પ્રક્રિયાને પણ સરળ બનાવી છે. તેનાથી મહામારી સામે લડત આપવા માટે દાવો ઓનલાઈન સુપરત કરી શકાશે. ઈપીએફઓ સભ્યના આધાર કાર્ડમાં નોંધાયેલી જન્મ તારીખને માન્ય પૂરાવો ગણીને ઈપીએફઓ રેકર્ડમાં સુધારો કરી લેવા માટે સ્વીકારી લેશે. એવા તમામ કેસ કે જેમાં જન્મ તારીખમાં 3 વર્ષથી ઓછો ફેરફાર હોય તે હવે ઈપીએફઓ દ્વારા સ્વીકારી લેવામાં આવે છે. 
 (Release ID: 1612961) Visitor Counter : 109