વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

શ્રી ચિત્રા તિરૂનલ ઈન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (SCTIMST) ખાતે કામ કરતા વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસ સામેની લડત માટે ડિસઈન્ફેકશન ગેટ વે અને ફેસ માસ્કસના નિકાલ માટે ડિસ્પોઝીબલ બિન વિકસાવ્યું


વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રૉ. આશુતોષ શર્મા ભારપૂર્વક જણાવે છે કે “સંક્રમણની ચેઈન તોડવા લોકો, વસ્ત્રો, સપાટીઓ અને ઉપયોગમાં લેવાયેલી અને નિકાલ કરી શકાય તેવા સુરક્ષાત્મક વસ્ત્રોનો નિકાલ ખૂબ મહત્વનો છે.”

Posted On: 10 APR 2020 12:04PM by PIB Ahmedabad

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળના કાર્યરત સ્વાયત્ત સંસ્થા શ્રી ચિત્રા તિરૂનલ ઈન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (SCTIMST) ત્રિવેન્દ્રમ, કેરળ ખાતે કામ કરતા વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસ મહામારીને લડત આપવા બે ટેકનોલોજી વિકસાવી છે.

આ બે ટેકનોલોજીમાંની એક ચિત્રા ગેટ વેનુ ડિઝાઈનીંગ લોકોને એક પછી એક વ્યક્તિને ચેપ મુકત કરવાના હેતુથી મેડિકલ ઈન્સ્ટુમેન્ટેશન ડિવિઝનના બે વૈજ્ઞાનિક જુથીન કૃષ્ણ અને સુભાષ વીવીએ નામના બે વૈજ્ઞાનિકોએ કર્યું છે. આ એકથી બીજા સ્થળે લઈ જવાય તેવી એક પદ્ધતિ છે, જે હાઈડ્રોજન પેરોક્સાઈડનો નો ધુમાડો અને અલ્ટ્રાવાયોલેટ કીરણો આધારિત ચેપ મુક્ત કરવવાની સગવડ ધરાવતી પધ્ધતિ છે. હાઈડ્રોજન પેરોકસાઈડનો ધુમાડો વ્યક્તિના હાથ, શરીર અને કપડાંને ચેપ મુક્ત કરે છે. આ સમગ્ર પધ્ધતિને ઈલેક્ટ્રોનિક વ્યવસ્થા મારફતે નિયંત્રિત કરી શકાય છે. ચેમ્બરમાં બેસાડેલાં સેન્સર વ્યક્તિના પ્રવેશને ડીટેક્ટ કરે છે અને હાઈડ્રોજન પેરોક્સાઈડનો ધુમાડો નીકળવાની શરૂઆત થાય છે. વ્યક્તિએ ,મ્બરમાં એકથી બીજા છેડા સુધી ચાલવાનુ રહે છે. જ્યારે વ્યક્તિ બહાર નીકળી જાય છે, ત્યારે સિસ્ટમમાં હાઈડ્રોજન પેરોક્સાઈડનો ધુમાડો નીકળવાનુ બંધ થઈ જાય છે અને ચેમ્બરની અંદર અલ્ટ્રા વાયોલેટ લેમ્પ ચાલુ થાય છે અને તે ચેમ્બરને ચેપ મુક્ત કરે છે.નિર્ધારિત સમય પછી અલ્ટ્રા વાયોલેટ લાઈટ આપમેળે બંધ થઈ જાય છે અને તે પછી ચેમ્બર બીજી વ્યક્તિ માટે તૈયાર થઈ જાય છે.

આ સમગ્ર પ્રક્રિયામાં માત્ર 40 સેકન્ડ લાગે છે. આ સિસ્ટમની દિવાલો પર મોનિટરીંગ માટે પારદર્શક ગ્લાસ પેનલ હોય છે અને એમાં ઉપયોગ વખતે લાઈટ ઝબકતી રહે તેવી વ્યવસ્થા હોય છે. આ સાધનની ડિઝાઈન અને જાણકારી એચએમટી મશીનયુલ્સ, એરનાકુલમ, કેરાલાને તબદીલ કરવામાં આવી છે.

બીજી ટેકનોલોજી ચિત્રા ‘યુવી આધારિત ફેસમાસ્ક ડીસપોઝિબલ બીન’ છે, જેની ડિઝાઈન શ્રી ચિત્રા તિરૂનલ ઈન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (SCTIMST)ના સુભાષ વીવીએ કરી છે. ‘યુવી આધારિત ફેસમાસ્ક ડિસપોઝેબલ બિન’નો ઉપયોગ હૉસ્પિટલના હેલ્થ વર્કર્સ કરી શકે છે અને જ્યાં વપરાયેલા ફેસ માસ્ક, માથા ઉપર પહેરવાનાં આવરણો, ફેસશીલ્ડને કારણે ચેપ થવાની સંભાવના રહેતી હોય તેવા જાહેર સ્થળોએ ચેપની ચેઈનને તેડવા માટે થઈ શકે છે.

 હાલમાં કોરોનાવાયરસ ફેલાયો હોવાને કારણે ફેસમાસ્ક્સ પોતાની સાથે રાખવી પડે તેવી વસ્તુ બની ગઈ છે, પરંતુ વપરાયેલાં માસ્કસ જોખમી બની જતાં હોય છે. આથી તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તે જરૂરી બની જાય છે. આ વેસ્ટ (કચરા)ને એકત્ર કરનારા લોકોને કોરોનાવાયરસનો ચેપ લાગવાનુ જોખમ રહે છે. વપરાયેલાં માસ્કસને કચરા પેટીમાં ફેંકી દેવાના બદલે વપરાયેલા માસ્કને ચેપ મુક્ત કરવામાં આવે તે જરૂરી છે. આ સાધનની ડિઝાઈન અને જાણકારી એચએમટી મશીનયુલ્સ, એરનાકુલમ, કેરાલાને તબદીલ કરવામાં આવી છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રૉ. આશુતોષ શર્મા ભારપૂર્વક જણાવે છે કે “લોકો, વસ્ત્રો, સપાટીઓ અને ઉપયોગમાં લેવાયેલા અને નિકાલ કરી શકાય તેવા સુરક્ષાત્મક વસ્ત્રોનો નિકાલ સંક્રમણની ચેઈન તોડવા માટે નિકાલ કરવાની બાબત ખૂબ જ મહત્વ ધરાવે છે.”

(વધુ માહિતી માટે કુ. સ્વપ્ના વામદેવમ, જનસંપર્ક અધિકારી એસસીટીઆઈએમએસટીનો

Mob: 9656815943, Email: pro@sctimst.ac.in સંપર્ક કરો)

GP/RP


(Release ID: 1612940) Visitor Counter : 188