કૃષિ મંત્રાલય

કેન્દ્રીય કૃષિ મંત્રીએ રાજ્યોના કૃષિ મંત્રી સાથે કરેલી વીડિયો કોન્ફરન્સના ફોલો-અપના સંદર્ભમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કેટલાક નિર્ણયોની જાણ કરી


રાજ્યો કઠોળ અને તેલિબીયાંની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવાની તારીખ જાહેર કરશે

નાશજન્ય બાગાયતી પ્રોડકટસ, બિયારણ, દૂધ અને ડેરી ઉત્પાદનો સહિતની આવશ્યક ચીજો પૂરી પાડવા માટે ટ્રેનો શરૂ થશે

Posted On: 09 APR 2020 7:54PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે કોરોનાવાયરસ મહામારી બાબતે લૉકડાઉનને કારણે ઉભા થયેલા ખેડૂતો અને ખેત પ્રવૃત્તિઓ સંબંધી મુદ્દા અંગે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કૃષિ મંત્રીઓ સાથે વીડીયો કોન્ફરન્સ યોજી હતી. અગાઉ થયેલી ચર્ચાઓ અને તેના ફોલો-અપ તરીકે નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્યા છે અને તેની જાણ આજે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કરવામાં આવી છેઃ

  • સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યોએ ટેકાના ભાવની યોજના હેઠળ કઠોળ અને તેલિબીયાંની ખરીદી ચાલુ કરવા માટે જે તે રાજ્યે સત્વરે જાહેરાત કરવી. આ ખરીદી તેના પ્રારંભની તારીખથી 90 દિવસ સુધી ચાલુ રહેવી જોઈએ.
  • કેન્દ્રના કૃષિ, સહકાર, અને ખેડૂત કલ્યાણ વિભાગે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને બજાર દરમ્યાનગીરી યોજનાની વિગતો સર્કયુલેટ કરી દીધી છે, જેથી ખેતી અને બાગાયતની પાકની નાશવંત પેદાશોને પોષણયુક્ત ભાવ મળી રહેવાની ખાત્રી રહે. રાજ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે બજાર દરમિયાનગીરી યોજનામાં જે ખર્ચ થશે તેનો 50 ટકા ખર્ચ .(ઉત્તર પૂર્વના રાજ્યોના કિસાસામાં 75 ટકા) ભારત સરકાર ભોગવશે.આ અંગે વિસ્તૃત માર્ગ રેખાઓ દર્શાવતો સરક્યુલર રાજ્ય સરકારોને આજે જ મોકલી દેવામાં આવ્યો છે.

અન્ય પ્રગતિ

  • તા. 24-03-2020ના લૉકડાઉન દરમ્યાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી (પીએમ કિસાન) યોજના હેઠળ આશરે 7.92 કરોડ ખેડૂત પરિવારોને ફાયદો થયો છે અને અત્યાર સુધીમાં રૂ. 12548 કરોડની રકમ છૂટી કરી દેવામાં આવશે.
  • રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જારી કરવામાં આવેલી માર્ગ રેખાઓ અનુસાર 4 એપ્રિલ, 2020થી ખેડૂત, ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઈઝેશન્સ અને સહકારી સંસ્થાઓ પાસેથી મોટા ખરીદનાર, મોટા રિટેઈલર્સ અને પ્રોસેસર્સ સીધા માર્કેટીંગને પ્રોત્સાહન આપી રાજ્ય ખેત બજાર માર્કેટીંગ સમિતિઓને નિયમન મર્યાદિત કરવા જણાવવામાં આવ્યું છે. તામિલનાડુ, કર્ણાટક અને ઝારખંડ જેવાં રાજ્યોએ જારી કરવામાં આવેલી માર્ગ રેખાઓ અનુસાર આ દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે.
  • રેલવેએ લૉકડાઉન શરૂ થયુ ત્યારથી આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે તે માટે 59 રૂટ ઉપર ખાસ 109 પાર્સલ ટ્રેનો નોટિફાય કરી દીધી છે. આ સાથે ખૂબ ઝડપથી ભારતના લગભગ તમામ મહત્વનાં શહેરોને આવશ્યક અને નાશવંત ચીજોના પરિવહન માટે જોડી દેવામાં આવ્યાં છે. અહીં એ બાબત નોંધવી જોઈએ કે આ સર્વિસીસનો વ્યાપ હજૂ વધારવામાં આવશે.
  • આ અગાઉ ઇ-નામ એપલીકેશનમાં લોજીસ્ટીક મોડ્યુલનો ઉમેરો કરવામાં આવ્યા છે અને 200થી વધુ લોકોએ તો તેનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે.

RP

* * * * * * * * *



(Release ID: 1612846) Visitor Counter : 209