સંરક્ષણ મંત્રાલય

ભારતીય નૌકા દળે મુંબઈમાં ફસાયેલા સ્થળાંતર કરનારા શ્રમિકોને કરિયાણું પૂરું પાડ્યું

Posted On: 09 APR 2020 6:31PM by PIB Ahmedabad

કોવિડ-19ના કારણે મુંબઈમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન જરૂરિયાતમંદોની સહાયતા કરવા માટે ભારતીય નૌકા દળે રાજ્ય સરકારના અધિકારીઓને ફસાયેલા સ્થળાંતર કરનારા શ્રમિકો વચ્ચે વહેંચવા માટે 04 અને 08 એપ્રિલના રોજ ખાદ્યાન્ન સામગ્રીવાળા કરિયાણાના પેકેટ પૂરા પાડ્યા હતા.

લૉકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં મુંબઈમાં ફસાયેલા સ્થળાંતર કરનારા શ્રમિકોને રાહત આપવા માટે મુંબઈ શહેરના જિલ્લા કલેકટરની કચેરીએ ૦૩ એપ્રિલ 2020ના રોજ ભારતીય નૌસેના દળને મદદ કરવાની વિનંતી કરવામાં આવી હતી. આ વિનંતી પર કાર્યવાહી કરતા પશ્ચિમી નૌકા દળની પાંખે 04 એપ્રિલ 2020ના રોજ તાત્કાલિક આશરે 250 કરિયાણાના પેકેટ્સની વ્યવસ્થા કરી હતી. આ પેકેટ્સમાં પૂરતી માત્રામાં ખાદ્યાન્ન સામગ્રી હતી અને તેમને મુસાફિર ખાના નજીક સ્થાનિક સત્તાધીશોને અને એશિયાટિક લાયબ્રેરી નજીક કલેકટર કચેરીમાં સોંપવામાં આવ્યા હતા. કફ પરેડ અને કલબા દેવી ખાતે વિતરણ કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા.

સ્થાનિક અધિકારીઓને 08 એપ્રિલ 2020ના રોજ વધારાના 500 કરિયાણાના પેકેટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા અને તેમને કામઠીપૂરા ક્ષેત્રમાં ફસાયેલા બાંધકામ કરનારા શ્રમિકોની વચ્ચે વિતરિત કરવામાં આવ્યા હતા.

RP



(Release ID: 1612822) Visitor Counter : 86