શ્રમ અને રોજગાર મંત્રાલય

કોરોનાવાયરસ મહામારી દરમિયાન એમ્પલોઈઝ સ્ટેટ ઈનસ્યોરન્સ કૉર્પોરેશને રાહતનાં વિવિધ કદમ ઉઠાવ્યાં


1042 આઇસોલેશન બેડ સાથેની 8 ESIC હૉસ્પિટલોને કોવિડ-19ની વિશેષ હૉસ્પિટલ જાહેર કવામાં આવી

Posted On: 09 APR 2020 5:02PM by PIB Ahmedabad

કોરોનાવાયરસ મહામારીને કારણે દેશ હાલમાં ખૂબ જ પડકારયુક્ત સ્થિતિનો સામનો કરી રહ્યો છે. સામાજિક અંતર જાળવવા માટે દેશના ઘણા ભાગોને લૉકડાઉન જાહેર કરવામાં આવ્યા છે. આ કટોકટીને પહંચી વળવા એમ્પલોઈઝ સ્ટેટ ઈનસ્યોરન્સ કોર્પોરેશને તેના સહયોગીઓ તથા જાહેર જનતાને રાહત પૂરી પાડવા માટે વિવિધ કદમ ઉઠાવ્યાં છે.

નીચે દર્શાવેલાં 1042 પથારીની સગવડ ધરાવતાં ભારતનાં એસિક હૉસ્પિટલોને કોરોનાવાયરસ માટેની ખાસ (ડેડિકેટેડ) હૉસ્પિટલ જાહેર કરવામાં આવ્યાં છે.

  1. ESIC હૉસ્પિટલ, અંકલેશ્વર, ગુજરાત                    -       100 પથારી
  2. ESIC હૉસ્પિટલ, ગુરગાંવ, હરિયાણા                     -       80 પથારી
  3. ESIC હૉસ્પિટલ, વાપી, ગુજરાત                 -       100 પથારી
  4. ESIC હૉસ્પિટલ, ઉદેપુર, રાજસ્થાન                     -       100 પથારી
  5. ESIC હૉસ્પિટલ, જમ્મુ                                  -       50 પથારી
  6. ESIC હૉસ્પિટલ, બડ્ડી, હિમાચલ પ્રદેશ                   -       100 પથારી
  7. ESIC હૉસ્પિટલ, આદિત્યપૂર, ઝારખંડ                   -       42 પથારી
  8. ESIC હૉસ્પિટલ, ઝોકા, પશ્ચિમ બંગાળ                   -       470 પથારી

ઉપર દર્શાવેલી સગવડ ઉપરાંત આશરે 1112 આઈસોલેશન બેડની સગવડ દેશની મોટા ભાગની બાકીની ESIC હૉસ્પિટલોમાં કરવામાં આવી છે. વધુમાં, આઈસી/ એચડીયુ બેડની 197 વેન્ટીલેટર્સની સગવડ ધરાવતી કુલ 555 બેડની સગવડ આ હોસ્પિટલોમાં કરવામાં આવી છે. ESIC હોસ્પિટલ, ફરીદાબાદ (હરિયાણા) માં કોરોનાવાયરસની ટેસ્ટીંગ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

નીચે દર્શાવેલી સ્થળોની ESIC હોસ્પિટપલમાં કવોરેન્ટાઈ સુવિધા (કુલ 1184 પથારી) ઉભી કરવામાં આવી છેઃ

ESIC હૉસ્પિટલ, અલવર (રાજસ્થાન              -       444 પથારી

ESIC હૉસ્પિટલ, બીતા, પટના ( બિહાર)          -       400 પથારી

ESIC હૉસ્પિટલ, ગુલબારા (કર્ણાટક)              -       240 પથારી

ESIC હૉસ્પિટલ, કોરબા (છત્તીસગઢ)             -       100 પથારી

 

હાલના કપરા સમયમાં એસિક (ESIC) ના લાભાર્થીઓને પડતી હાડમારીઓ દૂર કરવાના ઉદ્દેશથી ESIC દ્વારા લાભાર્થીઓને લૉકડાઉનના ગાળા દરમિયાન ખાનગી હૉસ્પિટલોમાંથી દવાઓ ખરીદવા માટેની છૂટ આપી છે અને હવે પછી ESIC હોસ્પિટલ આ રકમની પરત ચૂકવણી કરશે.

હાલના કપરા સમયમાં ઈએસઆઈસીના લાભાર્થીઓની હાડમારી ઓછી કરવા માટે એસીકે લાભાર્થીઓને લૉકડાઉનના ગાળા દરમિયાન ખાનગી કેમિસ્ટના ત્યાંથી દવા ખરીદવાની છૂટ આપી છે. ત્યારબાદ ESIC આ નાણાંની પરત ચૂકવણી કરશે.

જો કોઈ હૉસ્પિટલને સમર્પિત કોરોનાવાયરસ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી હોય અને સંપૂર્ણપણે કોરોનાના શંકાસ્પદ/ કન્ફર્મ કેસની સારવાર કરતી હશે તો લાભાર્થીને સેકન્ડરી/ એસએસટી / કન્સલ્ટેશન / પ્રવેશ/ ચકાસણી માટે ટાઈ-અપ કરાયેલી હૉસ્પિટલમાં રીફર કરવામાં આવશે. ESIC લાભાર્થીઓ તેની પાત્રતા દર્શાવીને રેફરલ લેટર વગર સીધા ટાઈ-અપ કરાયેલી હૉસ્પિટલ સંપર્ક કરી શકશે. કોરોનાવાયરસ સંબંધિત બાબતોમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની હેલ્થ ઓથોરિટી સાથે અસરકારક સંકલન થઈ શકે તે માટે દરેક ESIC હોસ્પિટલો માટે નૉડલ ઓફિસરો નોમિનેટ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ESIC હોસ્પિટલો નિયમિત ધોરણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા અપડેટ કરાયેલી માર્ગરેખાઓનુ પાલન કરી રહી છે. એસિકના વડા મથકની કચેરી મારફતે દેશ ભરની આવી તમામ ESIC હોસ્પિટલોમાં અમલમાં મૂકવામાં આવતા આવાં તમામ પગલાંનું વીડિયો કોન્ફરન્સીંગ મારફતે મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

માસ્ક, વ્યક્તિગત સુરક્ષા સાધનો (પીપીઈ), અને કિટ્સ વગેરેનો નો પૂરતો પૂરવઠો મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ચેપ દૂર કરવાની ફ્રીકવન્સી, એસિક હેલ્થ ઈન્સ્ટિટ્યૂશનના સંકુલનું સેનિટાઈઝેશન અને જંતુરહિત કરવાની ક્મગારીને અનુકૂળતા પૂર્વક વધારવામાં આવી છે.

કોરોનાવાયરસના ચેપ મેનેજમેન્ટ માટે મેડીકલ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફ કામગીરી માટે અભિમુખ રહે તેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. ESIC હોસ્પિટલો જે તે રાજ્યોની સ્ટેટ ઓથોરિટી સાથે સંકલનમાં રહીને કોરોનાવાયરસ મહામારી અંગેની બાબતો હલ કરી રહી છે.

નિયમ 60-61 હેઠળ વીમો લીધેલી જે વ્યક્તિઓ કાયમી ખોડને કારણે વીમા પાત્ર નોકરી ગૂમાવી ચૂક્યા હોય તે ઉપરાંત વીમો લીધેલી નિવૃત્ત વ્યક્તિઓ દર મહિને રૂ. 10 પ્રમાણે એક વર્ષ માટેની આગોતરી ઉચ્ચક રકમ ચૂકવીને હોસ્પિટલનો લાભ લઈ શકે છે. હાલમાં લૉકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે લાભાર્થીઓને આપવામાં આવેલા વેલિડીટી કાર્ડની મુદત પૂરી થઈ ગઈ હોય અથવા તો કાર્ડ રદ થઈ ગયા હોય અને આ લાભાર્થીઓ આગોતરી વાર્ષિક ઉચ્ચક રકમ આપવાનું આ લૉકડાઉનને કારણે ચૂકી ગયા હોય તો આવા લાભાર્થીઓને ઈએસઆઈના નિયમ 60 અને 61 (સેન્ટ્રલ રૂલ્સ) મુજબ તા.30-06-2020 સુધી સર્વિસ પૂરી પાડવામાં આવશે. જે કર્મચારીઓએ ફેબ્રુઆરી માસનો ફાળો આપવાનો સમય 15 માર્ચના રોજ પૂરો થતો હોય તો તેને એપ્રિલ અને માર્ચ સુધી લંબાવવામાં આવશે અને તેમની પાસેથી કોઈ દંડ અથવા વ્યાજ કે નુકશાની વિલંબના ગાળા દરમિયાન વસૂલવામાં આવશે નહીં. આ ઉપરાંત જે લાભાર્થીઓએ એપ્રિલ 2019થી સપ્ટેમ્બર 2019 સુધીના યોગદાનના ગાળાનો ફાળો આપ્યો નહીં હોય તો તે યોગદાનનો સમય પૂરો થયા પછી 42 દિવસની અંદર ફાળો આપી શકશે. આ કર્મચારીઓને આ યોગદાન ફાઈલ કરવા માટે 15-05-2020 સુધીની છૂટ આપવામાં આવી છે.

RP

*****



(Release ID: 1612751) Visitor Counter : 278