ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

બિન સરકારી સંગઠનો રાહત કાર્યો માટે સીધા એફસીઆઈ પાસેથી ખાદ્યાન્ન સામગ્રી ખરીદી શકશે

Posted On: 08 APR 2020 8:47PM by PIB Ahmedabad

રાષ્ટ્ર વ્યાપી લૉકડાઉનના આ સમયગાળા દરમિયાન બિન સરકારી સંગઠનો (એનજીઓ) અને સમાજ સેવી સંસ્થાનો હજારો ગરીબ અને વંચિત લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. આ સંગઠનોને ખાદ્યાન્ન સામગ્રીનો અવિરત પુરવઠો મળતો રહે તેની ખાતરી કરવા માટે સરકાર એફસીઆઈને સુચના આપી છે કે તે ઈ-હરાજીની પ્રક્રિયામાં ગયા વગર જ મુક્ત બજાર વેચાણ યોજના (Open Market Sale Scheme – OMSS)ના ભાવે આવા સંગઠનોને ઘઉં અને ચોખા ઉપલબ્ધ કરાવી રહી છે. અત્યાર સુધીમાં માત્ર રાજ્ય સરકારો અને રોલર ફ્લોર મિલ જેવા નોંધાયેલ જથ્થાબંધ વપરાશકર્તાઓને જ OMSSના ભાવ હેઠળ એફસીઆઈ પાસેથીખરીદી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સંગઠનો એક સમયે નિશ્ચિતભાવ પર એફસીઆઈ પાસેથી 1થી 10 એમટી સુધીની ખરીદી કરી શકે છે.

એફસીઆઈની પાસે દેશમાં 2000થી વધુ ભંડારોનું નેટવર્ક છે અને ભંડારોના આવા મોટા નેટવર્ક પાસેથી આમુસીબતના સમયમાં આ સંગઠનોને ખાદ્યાન્ન સામગ્રી વિના અવરોધ મળી રહેવાની ખાતરી કરવામાં આવશે. તે ગરીબો અને સ્થળાંતર કરતા શ્રમિકોને ભોજન પૂરું પાડવાના ધર્માદાના કામમાં રાહત શિબિરોને સહાયતા કરશે. આ સંસ્થાઓ દ્વારા ઉપાડવામાં આવેલ ખાદ્યાન્ન સામગ્રીની માહિતી સંલગ્ન ડીએમને પૂરી પાડવામાં આવશે જેથી કરીને ખાદ્યાન્નનો સાચા ઉદ્દેશ્ય માટેનો ઉપયોગ સુનિશ્ચિત કરી શકાય. દેશભરમાં ખાદ્યાન્ન સામગ્રીના જથ્થાની હેરફેરની ઝડપી ગતિને જાળવી રાખવા માટે એફસીઆઈ દ્વારા લોકડાઉનની શરૂઆતમાં જ વધુ જથ્થો ધરાવતા રાજ્યોમાંથી 2.2 મિલિયન ટન જથ્થો મોકલી દેવામાં આવ્યો છે. તેણે રાજ્ય સરકારોને અગાઉથી જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત વહેંચણી માટે 1 મિલિયન ટન જેટલો ખાદ્યાન્ન સામગ્રીનો જથ્થો મોકલી આપ્યો છે.

એફસીઆઈએ 24.૦૩.2020 સુધીમાં રાજ્ય સરકારોની જરૂરિયાતો પૂરી કરવા માટે નિયમિત એનએફએસએ– NFSA ફાળવણી અંતર્ગત તેમને આશરે ૩.2 મિલિયન ટન ખાદ્યાન્ન સામગ્રીનો જથ્થો પણ પૂરો પાડ્યો છે. દેશના તમામ રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ખાદ્યાન્ન ભંડારોની સ્થિતિ પર નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે અને એ બાબતની ખાતરી કરવામાં આવી રહી છે કે તમામ જગ્યાઓ પર ભંડારોની પૂરતી માત્રામાં ઉપલબ્ધતા જળવાઈ રહે. 07.04.2020 સુધી એફસીઆઈની પાસે 54.42 મિલિયન મેટ્રિક ટન (MMT)ખાદ્યાન્ન સામગ્રી (૩૦.62 એમએમટી ચોખા અને 23.80 એમએમટી ઘઉં)નો સંગ્રહ છે. પીડીએસ (PDS) અને અન્ય સરકારી યોજનાઓ માટે પૂરતા પ્રમાણમાં ખાદ્યાન્ન સામગ્રીનો જથ્થો મળે તેની ખાતરી કરવાની સાથે જએફસીઆઈ એ બાબતની પણ ખાતરી કરી રહી છે કેકિંમતોમાં વધારો કરવાની સ્થિતિથી બચી શકાય તે માટે મુક્ત બજારોમાં પુરવઠો પણ તંદુરસ્તસ્તર પર જળવાઈ રહે. તે સાથે જ પુરવઠા અને ભાવમાં સ્થિરતા જાળવી રાખવા માટે તે સંલગ્ન ડીએમ/ડીસીની ભલામણોના આધાર પર OMSS અંતર્ગત નિયમિતપણે સીધા રાજ્ય સરકારોને ચોખા અને ફ્લોર મિલોને ઘઉંનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 1.45 એલએમટી ઘઉં અને 1.33 એલએમટી ચોખા પૂરા પાડવામાં આવી ચુક્યા છે. લૉકડાઉન દરમિયાન દેશમાં ખાદ્યાન્નનો સ્થિર અને નિયમિત પુરવઠો જાળવી રાખવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

GP/RP 


(Release ID: 1612582) Visitor Counter : 329