વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
કોવિડ 19 કટોકટી દરમિયાન એઆરસીઆઈએ હેન્ડ સેનિટાઇઝર બનાવીને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને આપ્યું
Posted On:
03 APR 2020 5:38PM by PIB Ahmedabad
બજારમાં હેન્ડ સેનિટાઇઝર્સની ખેંચને ધ્યાનમાં રાખીને ભારત સરકારનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગો (ડીએસટી) અંતર્ગત કાર્યરત સ્વાયત્ત સંશોધન અને વિકાસ સંસ્થા અને હૈદરાબાદ સ્થિત ઇન્ટરનેશનલ એડવાન્સ્ડ રિસર્ચ સેન્ટર ફોર પાવડર મેટલર્જી એન્ડ ન્યૂ મટિરિયલ્સ (એઆરસીઆઈ)એ વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના ધારાધોરણો મુજબ હેન્ડ સેનિટાઇઝર્સનું ઉત્પાદન કર્યું છે તથા હૈદરાબાદમાં પોલીસ અધિકારીઓ, સંસ્થાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ વચ્ચે એનું વિતરણ કર્યું છે. વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને સ્ટાફના સ્વયંસેવકોની ટીમ આગળ આવી હતી અને આશરે 40 લિટર સેનિટાઇઝર્સનું ઉત્પાદન કર્યું હતું.
ઉત્પાદન, પેકેજિંગ અને વિતરણનો સંપૂર્ણ વિચાર ફક્ત 6 કલાકમાં પૂર્ણ થયો હતો. દરમિયાન લોકડાઉનના ઓર્ડરની જાહેરાત થઈ હતી અને ઘણા વિદ્યાર્થીઓ તેમના વતન માટે નીકળી ગયા હતા. તેમાંથી મોટા ભાગના પ્રવાસ કરનાર લોકોને સલામતી માટે હેન્ડ સેનેટાઇઝરની બોટલ અને ફેસ માસ્ક આપવામાં આવ્યો હતો. સેનિટાઇઝર્સનું વિતરણ સીક્યોરિટીના તમામ સ્ટાફ, કેન્ટીનમાં કામ કરતાં લોકો, વૈજ્ઞાનિકો અને કોમન એરિયા તથા એન્ટ્રી ગેટ પર કાર્યરત લોકો વચ્ચે કરવામાં આવ્યું હતું. આપત્તિ વ્યવસ્થાપનમાં પ્રદાન કરવાની ઇચ્છા, એકબીજાની કાળજી રાખવાની ભાવના અને ચિંતાની લાગણીને પગલે અતિ ટૂંકા ગાળાની અંદર ટીમ સ્પિરિટની ભાવના પેદા થઈ હતી, જેના કારણે આ સફળતા શક્ય બની ગઈ હતી.
પરિણામે સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરવા અવિરતપણે કાર્યરત પોલીસ કર્મચારીઓએ લીધેલા જોખમને ધ્યાનમાં રાખીને એઆરસીઆઈના ડાયરેક્ટર ડૉ. જી પહ્મનાભમે ટીમને સેનિટાઇઝર વધારે બનાવવાની સૂચના આપી હતી, જેથી એનું પોલીસ કર્મચારીઓ વચ્ચે વિતરણ કરી શકાય. એમની સૂચના મુજબ નોંધપાત્ર પ્રમાણમાં સેનિટાઇઝર તૈયાર કરવામાં આવ્યું હતું અને એઆરસીઆઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. આર વિજય દ્વારા રાચાકોંડના કમિશનરેટના ડીસીપી શ્રી સુનપ્રીત સિંઘને સુપરત કર્યું હતું.
જ્યારે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે વૈજ્ઞાનિકોએ આપેલા સાથસહકારની પ્રશંસા કરી હતી, ત્યારે શક્ય હોય એટલા કર્મચારીઓને વધુ પ્રમાણમાં સેનિટાઇઝર્સ અને માસ્ક પ્રદાન કરવાની વિનંતી કરી હતી. એઆરસીઆઈએ મોટી સંખ્યામાં સેનિટાઇઝરનું ઉત્પાદન કરવા તમામ વ્યવસ્થા કરી છે અને તેમને 100 એમએલની બોટલમાં સરળતાપૂર્વક પ્રદાન કર્યું છે, જેને પોલીસ કર્મચારી તેમના પાકીટમાં સરળતાપૂર્વક રાખી શકે છે. દરેક બોટલને પોલીસ કર્મચારી એક અઠવાડિયાથી વધારે સમય સુધી રાખી શકશે.
ડૉ. પહ્મનાભને ટીમના તમામ સભ્યોની પ્રશંસા કરી હતી, જેમણે આ પ્રયાસમાં પ્રદાન કર્યું હતું તેમજ તેમને અને અન્ય વૈજ્ઞાનિકોને કોવિડ-19 સામે સંઘર્ષ કરવા વધારે વિચારો રજૂ કરવા પ્રોત્સાહન આપ્યું હતું.
કોરોનાવાયરસના જોખમકારક પ્રસારને અટકાવવા હાથ, દાદરાની રેલિંગ, દરવાજાનાં હાથા, આઇઆરઆઇએસ બાયોમેટ્રિક કી, સામાન્ય ઉપકરણ, ઓફિસના વાહનો વગેરેને નિયમિતપણે સેનિટાઇઝર વડે સાફ કરવાની ભલામણ કરવામાં આવે છે.
(Release ID: 1612556)
Visitor Counter : 161