માનવ સંસાધન વિકાસ મંત્રાલય
ભારત સરકાર દ્વારા કોવિડ-19ના વ્યવસ્થાપન માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયના દીક્ષા (DIKSHA) પોર્ટલ પર ‘ઇન્ટીગ્રેટેડ ગવર્નમેન્ટ ઓનલાઈન ટ્રેનીંગ– iGOT’ નામનું એક ટ્રેનીંગ મોડ્યુલ શરુ કરવામાં આવ્યું
આ પોર્ટલનો ઉદ્દેશ્ય મહામારીને અસરકારક રીતે પહોંચી વળવા માટે આગળની હરોળના કર્મચારીઓની ક્ષમતા નિર્માણમાં વધારો કરવાનો છે
Posted On:
09 APR 2020 12:24PM by PIB Ahmedabad
ભારત એ કોવિડ-19 રોગચાળા વિરુદ્ધ લડી રહ્યો છે અને ભારતના આગળની હરોળના કર્મચારીઓ પહેલેથી જ કોવિડ રાહતકાર્યોમાં લાગેલા છે અને પ્રશંસનીય કામગીરી નિભાવી રહ્યા છે. આમ છતાં,પ્રથમ હરોળને બદલવા માટે અને આ રોગચાળાના આગામીતબક્કાઓમાં પોઝીટીવકોવિડ કેસમાં થનારા ઘાતાંકીય અને ભૌમિતિકવધારાને પહોંચી વળવા માટે એક બહુ વિશાળ દળની જરૂર પડવાની છે.
તેઅનુસાર આગળની હરોળના કર્મચારીઓની તાલીમની જરૂરિયાતને પહોંચી વળવા માટે ભારત સરકારે કોવિડ-19ના વ્યવસ્થાપન માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયના દીક્ષા – DIKSHA પ્લેટફોર્મ પર ‘ઇન્ટીગ્રેટેડ ગવર્નમેન્ટ ઓનલાઈન ટ્રેનીંગ – iGOT’ નામનાએક ટ્રેનીંગ મોડ્યુલનો પ્રારંભ કર્યો છે. તેનો ઉદ્દેશ્ય આ રોગચાળાને અસરકારક રીતે પહોંચી વળવા માટે આગળની હરોળના કર્મચારીઓની ક્ષમતા નિર્માણ કરવાનો છે. iGOT ઉપર ડૉક્ટર્સ, નર્સ, પેરામેડીક્સ, સ્વચ્છતા કર્મચારીઓ, ટેકનિશિયન્સ, ઓક્ઝીલરી નર્સિંગ મીડવાઈવ્ઝ (ANMs), રાજ્ય સરકારના અધિકારીઓ, સિવિલ ડીફેન્સ અધિકારીઓ, જુદા જુદા પોલીસ સંસ્થાનો, નેશનલ કેડેટ કોર્પ્સ (NCC), નહેરુ યુવા કેન્દ્ર સંગઠન (NYKS), રાષ્ટ્રીય સેવા યોજનાઓ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભારત સ્કાઉટ અને ગાઈડ તેમજ તે સમયના અન્ય સ્વયંસેવકો.
આ પોર્ટલની વેબસાઈટ લીંક છે https://igot.gov.in/igot/. આ પ્લેટફોર્મ અનુકૂળતાના સમય અને સાઈટના આધારે તાલીમ મોડ્યુલ પૂરા પડશે જેથી કરીને આ મહામારી સામે લડવા જરૂરી વર્કફોર્સ માટે કોવિડ પ્રતિભાવ મોટાપાયે સત્વરે પહોંચાડી શકાય.
(Release ID: 1612496)
Visitor Counter : 507
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam