રેલવે મંત્રાલય

ભારતીય રેલવેએ કોવિડ-19નો પડકાર ઝીલવા 2500થી વધારે ડૉક્ટરો અને 35000 પેરામેડિક સ્ટાફને તૈનાત કરશે


વિવિધ ઝોન હંગામી ધોરણે વધારે ડૉક્ટરો અને પેરામેડિક્સની ભરતી કરી રહ્યાં છે

કોવિડ-19ના દર્દીઓની સારવાર કરવા માટે રેલવે હોસ્પિટલોમાં 17 ડેડિકેટેડ હોસ્પિટલો અને 33 હોસ્પિટલ બ્લોકમાં આશરે 5000 બેડ કોઈ પણ કટોકટીને પૂર્ણ કરવા સજ્જ

ભારતીય રેલવેનાં 5000 ટ્રેન કોચને કોવિડ-19 માટે ક્વૉરન્ટાઇન/આઇસોલેશન સુવિધાઓ તરીકે પરિવર્તિત કરાશે; 3250 કોચનું રૂપાંતરણ કરવાની કામગીરી પૂર્ણ થઈ

કોચ કારખાનાં, રેલવે વર્કશોપ, કોચિંગ ડેપો અને હોસ્પિટલોની પ્રશંસનીય કામગીરી; રાષ્ટ્રીય પ્રયાસોમાં પૂરક બનવા સ્થાનિક સ્તરે પીપીઈ પ્રકારનાં ઓવરોલ્સ, સેનિટાઇઝર્સ અને માસ્ક વગેરેનું ઉત્પાદન કર્યું

Posted On: 08 APR 2020 5:34PM by PIB Ahmedabad

કોવિડ-19 સામે સંઘર્ષને જાળવી રાખીને ભારતીય રેલવેએ ભારત સરકારનાં હેલ્થકેર પ્રયાસોમાં પૂરક બનવા શક્ય તમામ પ્રયાસો હાથ ધર્યા છે. આ પ્રકારનાં વિવિધ પગલાંઓમાં કોવિડ-19 સામે જરૂરિયાતો પૂર્ણ કરવા હાલની રેલવે હોસ્પિટલોને સજ્જ કરવી, કટોકટીની જરૂરિયાતો પૂર્ણ કરવા હોસ્પિટલના બેડ અંકિત કરવા, વધારાનાં ડૉક્ટર અને પેરામેડિક્સની ભરતી કરવી, આઇસોલેશન કોચ તરીકે પેસેન્જર કોચમાં સુધારો કરવો, તબીબી ઉપકરણોની ઉપલબ્ધતા કરવી, પીપીઇ અને વેન્ટિલેટર્સ વગેરેનું ઇન-હાઉસ ઉત્પાદન કરવું સામેલ છે.

રેલવેનો આરોગ્ય વિભાગ કોવિડ-19 સામેની ભારતની લડાઈમાં ભારત સરકારનાં હેલ્થકેરના પ્રયાસોમાં પૂરક બનવા તૈયાર છે અને સજ્જ છે. અહીં નોંધી શકાશે કે, રેલવે 586 હેલ્થ યુનિટ, 45 સબ ડિવિઝનલ હોસ્પિટલો, 56 ડિવિઝનલ હોસ્પિટલો, 8 પ્રોડક્શન યુનિટ હોસ્પિટલો અને 16 ઝોનલ હોસ્પિટલોનું નેટવર્ક ધરાવે છે, જે દેશભરમાં ફેલાયેલું છે. હવે આ સુવિધાઓના મહત્ત્વપૂર્ણ હિસ્સાને કોરોના વાયરસ સામે લડવા માટે સમર્પિત કરવામાં આવશે.

કુલ 2546 ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ, ફાર્માસિસ્ટ અને સ્ટાફની અન્ય કેટેગરી સહિત 35153 પેરામેડિક સ્ટાફ સાથે રેલવે કોવિડ-19 સામે લડવા કોઈ પણ પડકારને ઝીલવા તૈયાર છે. એક નવી પહેલમાં રેલવે હેલ્થ સેવાઓ દેશભરમાં કેન્દ્ર સરકારનાં તમામ કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે. આ સેવાઓમાં ચોક્કસ સ્પેશિયાલ્ટીઝમાં પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી કેર સામેલ છે.

ભારતીય રેલવેએ કોવિડ-19 સામે લડવા નીચેની પહેલો હાથ ધરી છેઃ

  1. ક્વૉરન્ટાઇન/આઇસોલેશન સુવિધાઓ પૂરી કરવા કોચનું રૂપાંતરણ: ભારતીય રેલવેએ દેશભરમાં 5000 ટ્રેન કોચને કોવિડ-19 માટે 80000 બેડ માટે ક્વૉરન્ટાઇન/આઇસોલેશન સુવિધાઓ તરીકે કામ કરવા રૂપાંતરિત કર્યા છે. ઝોનલ રેલવે દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. 3250 કોચનું રૂપાંતરણ પૂર્ણ થયું છે.
  2. કોવિડના દર્દીઓની સારવાર માટે 5000 બેડ અંકિત કરવામાં આવ્યાં છે: રેલવે હોસ્પિટલોમાં 17 ડેડિકેટેડ હોસ્પિટલો અને 33 હોસ્પિટલ બ્લોકમાં આશરે 5,000 બેડ કોવિડ-19ના દર્દીઓ માટે અંકિત કરવામાં આવ્યાં છે. આ હોસ્પિટલો અને બ્લોક આ કામ માટે તૈયાર કરવામાં આવ્યાં છે.
  3. 11,000 ક્વૉરન્ટાઇન બેડ: કોવિડ-19 સામે લડવા ભારતીય રેલવેના વિવિધ સંકુલોમાં 11,000 ક્વૉરન્ટાઇન બેડ ઊભા કરવામાં આવ્યાં છે.
  4. તબીબી ઉપકરણ – વેન્ટિલેટર્સ અને પીપીઇની ઉપલબ્ધતાઃ પર્યાપ્ત સંખ્યામાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ), વેન્ટિલેટર્સ વગેરેની ઉપલબ્ધતા કોવિડ-19 સામેની લડાઈમાં મહત્ત્વપૂર્ણ બની રહેશે. રેલવે ઝોને અને ઉત્પાદન એકમોએ કોવિડ-19 સામે લડવામાં પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વેન્ટિલેટર્સ, પીપીઇ અને તબીબી ઉપકરણની ખરીદી કરવા માટે કામગીરી હાથ ધરી છે.
  5. આ બાબત નોંધી શકાશે કે રેલવેએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ)નું ઇન-હાઉસ ઉત્પાદન શરૂ કર્યું છે. આ દરરોજ આશરે 1000 પીપીઇનું ઉત્પાદન કરવા આતુર છે, જેને વધારી શકાશે.
  6. રેલવે હેલ્થ સેવાઓ કેન્દ્ર સરકારનાં તમામ કર્મચારીઓને મળે છેઃ રેલવે હેલ્થ સેવાઓ દેશભરમાં કેન્દ્ર સરકારનાં તમામ કર્મચારીઓને ઉપલબ્ધ છે. આ માટે તેમણે રેલવે હોસ્પિટલો/આરોગ્ય કેન્દ્રોમાં તેમનું આઇડેન્ટિટી કાર્ડ દેખાડવાની જરૂર છે.

GP/RP

 

****(Release ID: 1612449) Visitor Counter : 263