કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

ડૉ. જીતેન્દ્રસિંહે કોવિડ-19ના પગલે કેન્દ્રીય ભંડાર દ્વારા તૈયાર કરવામાં આવેલી 2200 આવશ્યક ચીજવસ્તુની કીટ્સ દિલ્હીમાં જરૂરિયાતમંદ પરિવારોમાં વિતરણ કરવા માટે આપી

Posted On: 08 APR 2020 3:43PM by PIB Ahmedabad

કોવિડ-1 મહામારીના કારણે ભારતના આદરણીય પ્રધાનમંત્રીએ કરેલી વિનંતીને ધ્યાનમાં રાખીને કાર્મિક, જાહેર ફરિયાદ, પેન્શન્સ કેન્દ્રીય મંત્રાલયો અને DoNER દ્વારા લૉકડાઉનની જાહેરાત પછી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવી રહ્યા છે. કાર્મિક અને તાલીમ વિભાગ (DoPT) હેઠળ આવતા કેન્દ્રીય ભંડાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને “આવશ્યક ચીજવસ્તુની કીટ્સ”નું વિતરણ કરવાની અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી.

પૂર્વોત્તર પ્રદેશ વિકાસ (સ્વતંત્ર પ્રભાર), PMO, કાર્મિક, જાહેર ફરિયાદ, પેન્શન્સ, અણુ ઊર્જા અને અવકાશ રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે આજે કોવિડ-19ના પગલે જરૂરિયાતમંદ પરિવારોમાં વિતરણ માટે તૈયાર કરવામાં આવેલી 2200 આવશ્યક ચીજવસ્તુઓની કીટ્સનો જથ્થો આપ્યો હતો. દરેક કીટમાં 9 ચીજવસ્તુઓ સામેલ કરવામાં આવી છે જે એક જરૂરિયાતમંદ પરિવારને થોડા સમય માટે મદદરૂપ થઇ શકે છે.

ડૉ. જીતેન્દ્રસિંહે 1700 કીટ્સ સેન્ટ્રલ દિલ્હી જિલ્લાની સિવિલ લાઇન્સના SDMને સોંપી હતી જ્યારે બાકીની 500 કીટ્સ DM (સેન્ટ્રલ)ને સોંપવામાં આવી હતી.

કેન્દ્રીય ભંડાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારો માટે કુલ 2200 કીટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.

* દરેક આવશ્યક ચીજવસ્તુની કીટ્સમાં નીચે દર્શાવેલી સામગ્રી સમાવવામાં આવી છે:
1. ચોખા    3 કિલો
2. ઘઉંનો લોટ    3 કિલો
3. દાળ    2 કિલો
4. ખાદ્ય તેલ    1 લીટર
5. ચેવડો/પૌંવા    500 ગ્રામ
6. મીઠું    1 કિલો
7. ન્હાવાનો સાબુ    1 નંગ
8. ડીટર્જન્ટ સાબુ    1 નંગ
9. બિસ્કિટ    3 પેકેટ
 



(Release ID: 1612282) Visitor Counter : 151